SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૫૬ થી ૬૦ ૩૧ નાનો પટહ, ભેરી-ઢક્કા, ઝલ્લરી-ચાર અંગુલનાલિ કટિ સર્દેશી વલયાકાર, ખરમુખી, મુરજ-મોટું મલ, મૃદંગ-નાનું મલ, દુંદુભિ-દેવવાધ. એ બધાંના નિઘોષ નાદિતથી. તેમાં નિર્દોષ-મહાધ્વનિનો નાદ અને પડઘા. - X - X - આયધગૃહશાળામાં પહોંચ્યા પછીનો વિધિ કહે છે - ત્યાં જઈને ચકરત્નના દર્શનમાત્ર થતાં પ્રણામ કરે છે. કેમકે શ્રેષ્ઠ આયુધના પ્રત્યક્ષ દેવતાપણાની સંકલાના છે. જ્યાં ચકરન છે, ત્યાં જાય છે. પ્રમાર્જીનિકાને હાથ વડે ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ચકરનને પ્રમાર્જે છે. જો કે તેવા રત્નમાં જનો સંભવ નથી, તો પણ ભક્તજનની વિનય પ્રક્રિયાને જણાવવા આ લીધેલ છે. પ્રમાજીને દિવ્ય ઉદકધારા વડે સીંચે છે - હવડાવે છે. પછી સરસ ગોશીષચંદન વડે અનિલેપન કરે છે. અનુલેખન કરીને અપરિભૂત અભિનવ શ્રેષ્ઠ ગંધ-માલ્ય વડે અર્ચના કરે છે. એ જ વાત સ્પષ્ટ કરે છે – પુપ-માળા-વર્ણ-ચૂર્ણ-વસ્ત્ર-આભરણનું આરોપણ કરે છે. ત્યારપછી અચ્છ-નિર્મળ, ગ્લણ-પાતળાં, શ્વેત-રજતમય, તેથી જ છરસ છે અર્થાત્ પ્રતિ આસન્ન વસ્તુ પ્રતિબિંબના આધારભૂતની જેમ અતિ નિર્મળ, એવા ચોખા વડે - x - સ્વસ્તિક આદિ અષ્ટમંગલ-મંગલ વસ્તુને આલેખે છે. અહીં આઠઆઠ એવા વિશેષણથી પ્રત્યેક વસ્તુ આઠ-આઠ જાણવી. અથવા ‘અષ્ટ’ એ સંખ્યા શબ્દ છે. અષ્ટમંગલ એ અખંડ સંજ્ઞા શબ્દ છે. * * આ આઠ નામો ફરીથી કહે છે – સ્વસ્તિક ઈત્યાદિ, વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. - x - આ ચાટમંગલનો આલેખ-આકાર કરીને, અંતર્વર્ણકાદિ ભરણથી પૂર્ણ કરીને અર્થ છે. ઉપચાર-ઉચિત સેવા કરે છે. • x • તે આ-પાટલપુષ, વિચકિલપુપ-વેલિ, ચંપકાદિ પ્રસિદ્ધ છે, આમમંજરી, બકુલ-જે સ્ત્રીમુખના સિધુથી સિંચાતા વિકસે છે, તિલક-આના કટાક્ષથી વિકરો છે, કણેર, કુંદ, કુસ્જક-કૂબ વૃક્ષનું પુષ, કોરંટક. પગ-મરબકપત્રાદિ, દમણો ના વડે અત્યંત સુગંધી. * તથા • સુગંધ-શોભનચૂર્ણની ગંધવાળું, “x- કચગ્રહ-મૈથુનના આરંભે મુખમુંબનાદિ અર્થે યુવતીના કેશનું પંચાંગુલિયી ગ્રહણ, એ ન્યાયે ગૃહિત, પછી હથેળીથી મૂકેલ • x • પંચવર્ણા પુષ્પની રાશિ. તેને ચકરન પરિકર ભૂમિમાં આશ્ચર્યકારી અને જાનું સુધી ઉચ્ચત્વના પ્રમાણથી યુક્ત પુરુષના ચાર આંગળ ચરણ-૨૪ આંગળ જંઘા ઉચ્ચત્વથી ૨૮-અંગુલરૂપ માત્રા જેવી છે તે. મર્યાદાથી વિસ્તાર કરીને. ચંદ્રકાંત, વજ-હીરા, વૈડૂર્યમય વિમલ દંડવાળું, તથા તે સુવર્ણ-મણિ-રત્નોની આશ્ચર્યકારી સ્ત્રના વડે ચિત્રિત. કૃષ્ણાગરુ, કુંદક, તુરક તેની જે ધૂપની ઉત્કૃષ્ટ સૌમ્ય • x • તેના વડે ભાત. તેના વડે ધૂમશ્રેણીને મુકતી. માગ વૈડૂર્યરન વડે ઘડેલ સ્થાલક-સ્થગનક આદિ અવયયોમાં, દંડવત્ ચંદ્રકાંતાદિ રનમયપણામાં, અંગારધમ સંસર્ગજનિત, ધૂપધાણાને લઈને, આદ્રિયમાણ ધૂપ સળગાવે છે. પછી પ્રમાર્જનાદિ કારણ વિશેષથી સન્નિધીયમાન છતાં ચકરાને અતિ નીકટતાથી આશાતના ન થાય, તે માટે સાત-આઠ પગલાં પાછો જાય છે. જઈને ડાબો ઘૂંટણ ઉંચો કરે છે. જમણો ઘૂંટણ ભૂમિતળે મૂકે છે. પછી બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ. જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ કરી - X • પ્રણામ કરે છે • x • પ્રણામ કરીને આયુઘશાળાની બહાર નીકળે છે. ત્યારપછી જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા છે, ત્યાં સિંહાસને જાય છે, જઈને શ્રેષ્ઠ સિંહાસને પૂર્વાભિમુખ બેસે છે. બેસીને અઢાર શ્રેણી-કુંભકારાદિ પ્રજા, પ્રશ્રેણી-તેના પેટા ભેદો. એ બધાંને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે - તેમાં અઢાર શ્રેણીઓ આ પ્રમાણે - કુંભાર, પટ્ટઈલ, સોની, સૂપકાર, ગંધર્વ, કાશ્યપ, માલાકાર, કચ્છકાર, તંબોલિક. આ નવ પ્રકારે નાટક કહ્યા. હવે નવ પ્રકારે કાઅવર્ણ કહીશ. ચર્મતર, યંગપીલક, મંઝિક, ઝિંપાક, કાંસ્યકાર, શીવક, ગુઆર, ભિલ, ધીવર. ચિમકારાદિ આમાં અંતર્ભાવ પામેલ છે. [અહીં હીરવૃત્તિમાં કહે છે - અઢાર શ્રેણિપશ્રેણી એટલે અઢાર સંખ્યામાં સ્વદેશ ચિંતાર્થે નિયુક્ત પાલાદિ અધિકારી. પરંતુ આગળની પાદનોંધ કહે છે કે તંત્રપાલ અર્થ અહીં લેવો ઉચિત નથી.] હવે નગરજનો પ્રતિ શું કહે છે ? જલ્દીથી ઓ દેવાનુપિયો ! ચકરનનો આઠ દિવસીય સમારોહ જે મહોત્સવમાં હોય, તે અષ્ટાદિનકા મહા મહિમા કરો. કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો. હવે ક્રમથી વિશેષણસહ જણાવે છે કે કેવો મહિમા કરે ? શૂકરહિત - વેચાતા ભાંડનું રાજદેય દ્રવ્ય ન લેવું. ઉકગાય આદિનો પ્રતિવર્ષ જે કર, ઉત્કૃષ્ટ-કપણ લભ્ય ગ્રહણને માટે, તે ન લેવા. અદેય-વેચાણ નિષેધ, કોઈને કંઈપણ ન દેવું (વેચવે અમેય-ખરીદ વેચામના નિષેધથી માપવાનો નિષેધ, ભટ-રાજપુરુષોના આજ્ઞાદાયી પ્રવેશ જે કુટુંબી ગૃહોમાં છે, તેનો નિષેધ. દંડથી પ્રાપ્ત દ્રવ્ય તે દંડ, કુદંડ-જેમાં રાજ્ય દંડ નથી લેવાયો . અહીં દંડ-અપરાધાનુસાર રાજગ્રાહ્ય દંડ, કુદંડકારણિકતા પ્રજ્ઞાદિ અપરાધથી મોટા અપરાધીના અપરાધમાં અલ રાજ્યગ્રાહ્ય દ્રવ્ય, અધરિમ-ઋષદ્રવ્ય વિધમાન નથી તે. અતિ ઉત્તમ કે અધમ ત્રણ માટે કંઈ વિવાદ ન કરતાં અમારી પાસેથી ધન લઈને ઋણ ચૂકવી દેવું તે. ગણિકાવર-વિલાસીની પ્રધાન નાટક પ્રતિબદ્ધ પાત્ર વડે યુક્ત જેણી છે , અનેક તાલાચર-પેક્ષાકારી વિશેષથી આસેવિત. આનુરૂપતા વડે માઈડિક વિધિ અનુસાર ઉદઘત-વાદન અર્થે મૃદંગો જેમાં મુકાયા છે તે. જેમાં સ્વાન પુષ્પદામો છે છે. પ્લાના પુષમાળા ઉતારીને નવી-નવી આરોપવી. ક્રીડાને આરંભેલ અયોધ્યાવાસીલોક સહિત, કોશલદેશવાસી લોકો જેમાં છે તે. અતિશય વિજયનું પ્રયોજન જેમાં છે તે. અર્થાત્ આ આયુઘરનને સમ્યક્ આરાધીને મને અભિપ્રેત મહાવિજય સાધે છે તે. * * * * * * * વિજય વૈજયંત દdજબદ્ધ. આવા પ્રકારનું જે ચકરાને, તેની અટાલિકા એ પ્રમાણે પૂર્વવતુ. - X - X - અષ્ટાહ્નિકા મહામહિમા પછી શું થયું ? • સૂત્ર-૬૧ : અષ્ટાલિંકા મહામહોત્સવ સંપન્ન થયા બાદ તે દિવ્યચક્રરન આયુધગૃહ શાળાથી નીકળે છે, નીકળીને આકાશમાં પતિપન્ન થયું. તે ૧૦૦૦ યક્ષોથી ઘેરાયેલ હતું. દિવ્ય વાધોની વનિ અને નિનાદથી આકાશ વ્યાપ્ત હતું. તે ચકરતન વિનીતા રાજધાનીની વચ્ચોવચ્ચેથી નીકળ્યું. નીકળીને ગંગા મહાનદીના
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy