SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૫૬ થી ૬૦ શરીરના મંડન માટે છે, તે ભેદ છે. મણિ-સુવર્ણ પહેરેલો, આના દ્વારા રજતાદિ અલંકારનો નિષેધ સૂચવેલ છે. મણિ સુવર્ણના અલંકારોને જ વિશેષથી કહે છે – યથા સ્થાને ધારણ કરેલ અઢાર સરોહાર, નવસરોહાર, ત્રિસરોહાર, લટકતાં ઝુમખા, કટિઆભરણ વડે જેની શોભા અધિક છે તે, અથવા ધારણ કરેલા હારાદિથી સારી રીતે શોભા કરેલો તથા ત્રૈવેયક-કંઠનું આભરણ બાંધેલો, આંગળીના આભરણવાળો, આના દ્વારા આભરણ-અલંકાર કહ્યા. ૨૯ લલિત-સુકુમાલ અંગક-મુદ્ધે આદિ, શોભાવાળા કેશના આભરણ-પુષ્પાદિવાળો, આના દ્વારા કેશાલંકાર કહ્યા. હવે સિંહાવલોકન ન્યાયથી ફરી પણ આભરણઅલંકારનું વર્ણન કરતાં કહે છે – વિવિધ મણીના કટક અને ત્રુટિક વડે - x - સ્થંભિત ભૂજાવાળો - ૪ - કુંડલો વડે ઉધોતિત મુખવાળો, મુગટ વડે દીપતા મસ્તકવાળો, હાર વડે આચ્છાદિત અને તેથી જ પ્રેક્ષકજનોને રતિદાયી વક્ષઃ જેને છે તે. દીર્ઘ દોલાયમાન સારી રીતે નિર્મિત વસ્ત્ર વડે ઉત્તરાસંગ કરેલો. મુદ્રિકા વડે પીળી લાગતી આંગળી જેને છે તે. વિવિધ મણિમય, વિમળ, બહુમૂલ્ય, નિપુણ શિલ્પી વડે પસ્કિર્મિત, દીપ્યમાન, નિર્મિત, સુસંધિ, બીજાથી વિશિષ્ટ, મનોહર, સંસ્થાન જેનું છે તે, એવા વીસ્વલયો પહેરેલો - x " x - બીજું કેટલુંક વર્ણન કરવું ? (ટૂંકમાં) કલ્પવૃક્ષ જેવો અલંકૃત્ અને વિભૂષિત, તેમાં દલ આદિથી અલંકૃત્ અને ફલ-પુષ્પાદિથી વિભૂષિત એવા કલ્પવૃક્ષની માફક મુગટાદિથી અલંકૃત્ રાજા અને વસ્ત્રાદિથી વિભૂષિત, નરેન્દ્ર, કોરંટ નામના પુષ્પો, જે પીળા વર્ણના છે, માળાને અંતે શોભાર્થે બંધાય છે, તેની - પુષ્પોની માળા જેમાં છે તે. એવા છત્રને મસ્તકે ધારણ કરેલો શોભે છે. આગળ, પાછળ અને બંને પડખે એમ ચાર ચામરો જેને વીંઝી રહ્યા છે, જેનું દર્શન થતાં લોકો જય શબ્દ બોલે છે. [તયા...] ...અનેક ગણનાયક-મલ્લ આદિ ગણમુખ્ય, દંડનાયક-તંત્ર પાલ, - x - માંડલિક રાજા, ઈશ્વર-યુવરાજ અથવા અણિમાદિ ઐશ્વર્ય યુક્ત, તલવર-રાજાએ ખુશ થઈ આપેલ પટ્ટબંધ વિભૂષિત રાજસ્થાનીય, માડંબિક-છિન્ન મડંબના અધિપતિ, કૌટુંબિક-કેટલાંક કુટુંબનો અધિપતિ, મંત્રી, મહામંત્રી, ગણક-ગણિતપ કે ભાંડગારિક, વૈવારિક-પ્રતિહાર, અમાત્ય-રાજ્યાધિષ્ઠાયક, ચેટ-દાસ, પીઠમ ્-નીકટના સેવકો કે વયસ્ય, અથવા વેશ્યાચાર્ય, નગર-નગરનિવાસી પ્રજા, નિગમ-વણિનો વારસ, શ્રેષ્ઠીમહત્તર, સેનાપતિ, સાર્થવાહ, દૂત-બીજા રાજ્યમાં જઈ રાજાનો આદેશ નિવેદક, સંધિપાલ-રાજ્ય સંધિ રક્ષક - x - આ બધાંની સાથે, પણ એકલો નહીં, તેમના વડે પરિવરેલો રાજા સ્નાનગૃહથી નીકળ્યો. રાજા કેવો લાગે છે? પ્રિયદર્શન, ધવલ એવા શરા મેઘથી નીકળેલ સમાન, - X - વિશેષણનો આ અર્થ છે – જેમ શરદ્ના વાદળ સમૂહથી નીકળેલ સમાન, ગ્રહ-ગણ અને શોભતાં નક્ષત્રો તથા તારાગણ મધ્યે વર્તતા ચંદ્ર જેવો પ્રિયદર્શન લાગે, તે રીતે ભરત પણ સુધા ધવલ સ્નાનગૃહથી નીકળતો અનેક ગણનાયકાદિ પરિવાર મધ્યે વર્તતો પ્રિયદર્શન લાગતો હતો. જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ - વળી કેવા પ્રકારનો રાજા નીકળે છે, તે કહે છે ધૂપ-પુષ્પ-ગંધ-માળા પૂજોપકરણ જેના હાથમાં છે તે. ધૂપ-દશાંગાદિ, પુષ્પ-પ્રકીર્ણક પુષ્પો, ગંધ-વાસ, માલ્ય-ગુંથેલા પુષ્પો. નીકળીને શું કરે છે ? જ્યાં આયુધ શાળા છે, જ્યાં ચક્રરત્ન છે, તે તફ ચાલ્યો - જવાને પ્રવૃત્ત થયો. ભરતના ગમન પછી તેના અનુચરોએ જે કર્યુ, તે કહે છે – ભરતના નીકળ્યા પછી, તે ભરત રાજાના ઘણાં ઈશ્વર આદિ - ૪ - પૂર્વવત્ કેટલાંક હાથમાં પદ્મ લઈને, કેટલાંક ઉત્પલ લઈને - ૪ - કેટલાંક હાથમાં કુમુદ લઈને, કેટલાંક હાથમાં નલિન લઈને, કેટલાંક હાથમાં સૌગંધિક લઈને, કેટલાંક હાથમાં પુંડરીક લઈને, કેટલાંક હાથમાં સહસપત્ર લઈને ચાલ્યા. વ્યાખ્યા પૂર્વવત્. વિશેષ એ કે – ભરત રાજાની પાછળ પાછળ ચાલ્યા. અર્થાત્ અનુક્રમે ચાલ્યા. બધાં સામંતોની એક જ થૈનેયિકીગતિ છે, તેમ બતાવવા વીપ્સામાં દ્વિવચન છે. માત્ર સામંતો જ નહીં, દાસીઓ પણ ચાલી, તે કહે છે – 30 સામંત નૃપના અનુગમન પછી તે ભરત રાજાની ઘણી દાસીઓ ભરતરાજાની પાછળ-પાછળ ચાલી, તે કોણ હતી? કુબ્લિકા-વજંઘા, ચિલાત દેશમાં ઉત્પન્ન, અત્યંત હૃસ્વદેહવાળી, વડભિકા-નીચેની કાયા વક્ર હોય તેવી, બર્બર દેશમાં ઉત્પન્ન, બકુશ દેશની, યોનિકી-યોનકદેશની, પ‚વ દેશની, ઈસિનિકા-થારુકિનિક-લાસકલકુશિકી-દ્રવિડ ચાવત્ - પારસ બધી તે તે દેશમાં ઉત્પન્ન થયેલ જાણવી. અહીં ચિલાતી આદિ અઢાર પૂર્વોક્ત રીતે તે-તે દેશોદ્ભવપણાથી તે-તે નામની જાણવી અને કુબ્જાદિ ત્રણે વિશેષણરૂપ જાણવી. તે શું લઈને ચાલી ? તે કહે છે – કેટલીક વંદનકળશ - માંગલ્યઘટ હાથમાં લઈને, એ રીતે ભંગાર આદિ લઈને ચાલી, વ્યાખ્યા પૂર્વવત્, વિશેષ એ કે – પુષ્પગંગેરીથી આરંભીને માલાદિ સુધી હંગેરી જાણવી. - x - લાઘવાર્થે સૂત્રમાં બધી સાક્ષાત્ કહી નથી. - ૪ - એ પ્રમાણે હાથમાં પુષ્પપટલ, માલ્યાદિ પટલ પણ કહેવું. કેટલીક-કેટલીક હાથમાં સિંહાસન લઈને, છત્ર-ચામર લઈને, તૈલ સમુદ્ગ-તેલનું ભાજન વિશેષ લઈને, એ પ્રમાણે કોષ્ઠ સમુદ્ગક ચાવત્ સરાવ સમુદ્ગક લઈને ચાલી યાવત્ પદથી સંગૃહિત ‘રાજપ્રનીય’ ઉપાંગથી જાણવું. એ રીતે તાલવૃંત-વીંઝણો, ધૂપકડછો લઈને ચાલી. હવે જે સમૃદ્ધિથી ભરત આયુધશાળામાં પહોંચ્યો, તે કહે છે – તે ભરત રાજા આયુધશાળામાં સર્વઋદ્ધિથી - સમસ્ત આભરણાદિરૂપ લક્ષ્મી વડે યુક્ત થઈ પહોંચ્યો. એ પ્રમાણે બીજા પણ પદો યોજવા. વિશેષ એ કે – યુક્તિ - પરસ્પર ઉચિત પદાર્થોનો મેળ, તેના વડે, બલ-સૈન્ય, સમુદય-પરિવાર આદિ સમુદય, આદ-આયુધપ્ન ભક્તિ બહુમાનથી, વિષા-ઉચિત નેપથ્યાદિ શોભા, વિભૂતિ વડે, એ પ્રમાણેના વિસ્તારથી. ઉક્ત વિભૂષા સ્પષ્ટ કહે છે – સર્વ પુષ્પાદિ. પૂર્વવત્ વિશેષ એ કે :- અલંકારમુગટ આદિરૂપથી, ત્રુટિત-તૂર્યોનો જે શબ્દ-ધ્વનિ, તેનો સંગત નિનાદ-પ્રતિધ્વનિ, - ૪ - ૪ - મહા ઋદ્ધિથી ઈત્યાદિ, યોજના પૂર્વવત્ કહેવી. - x - મહતા-ઘણાં, વત્રુટિત-નિઃસ્વાનાદિ સૂર્યોનો એકસાથે પ્રવાદિત-ધ્વનિત તેના સહિત. શંખ, પ્રણવ
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy