SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ /૫૫ સૂત્રકારે સાક્ષાત્ પૂર્વસૂત્રમાં કહેલાં છે અને ઉત્તરસૂત્રમાં પણ કહેશે, તો પણ ૩૬સંખ્યા બતાવવા તે કહ્યા, તેમાં દોષ નથી. ઉપલક્ષણથી માન-ઉમાનાદિ વૃદ્ધિ, ભક્ત વત્સલતા આદિ બીજા પણ ગુણો ઉક્ત અતિરિક્ત લેવા. અવ્યવચ્છિન્ન - અખંડિત છત્રવાળા, આના દ્વારા પિતા અને દાદાની ક્રમથી આવેલ રાજ્યનું ભોક્તાપણું સૂચિત છે, અથવા સંયમકાળથી પૂર્વે કોઈપણ બલવાનું શબુ વડે તેનું પ્રભુત્વ છેદાયું નથી. પ્રગટ-વિશદ્ અવદાલતાથી જગત્ પ્રતિત માતાપિતારૂપ જેને છે છે. તેથી જ વિશુદ્ધ-નિકલંક જે નિજકકુળ છે, તેની જેમ ગગન, તેમાં પૂર્ણચંદ્ર સમાન, મૃદુ સ્વભાવથી નયન અને મનને આલ્હાદક. અક્ષોભ-ભયરહિત, ક્ષીરસમુદ્રાદિ માફક સ્થિર ચિંતાના કલ્લોલથી હિત, પણ લવણસમુદ્ર માફક વેલા અવસરે વધતા કલ્લોલ માફક અસ્થિર નહીં. ધનપતિકુબેર માફક ભોગનો સમ્યક્ ઉદય, તેની સાથે વિધમાન દ્રવ્ય જેના છે તેવા. અર્થાત્ ભોગોપયોગી ભોગાંગ સમૃદ્ધ. સમર-સંગ્રામમાં અપરાજિત. અમરપતિની સમાન અત્યથી તુલ્યરૂપ જેનું છે તે, મનુજપતિ-નરપતિ એવો ભરત ચક્રવર્તી ઉત્પન્ન થયો. * * * હવે ઉત્પન્ન થઈને શું કરે છે ? અનંતર સૂત્રમાં દર્શિત સ્વરૂપવાળો ભરતચક્રવર્તી ભરત ક્ષેત્રનું શાસન કરે છે, • x • તેથી આ ભરતક્ષેત્ર કહેવાય છે, એવું નિગમન આગળ કહેવાશે. હવે ભરતની દિવિજયાદિ વક્તવ્યતા - સૂત્ર-પ૬ થી ૬૦ : (પ) ત્યારપછી રાશ ભરતની આયુધઘરશાળામાં કોઈ દિવસે દિવ્ય ચરન ઉત્પન્ન થયું. ત્યારે તે આયુધગૃહિકે ભરત રાજાના આયુધ શાળામાં દિવ્ય ચકરન ઉત્પન્ન થયું જોયું, જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, નંદિત, પતિમાન, પરમ સૌમનશ્ચિક અને હર્ષના વાથી વિકસિત હૃદય થઈ જ્યાં દિવ્ય ચરન છે, ત્યાં આવે છે. આવીને તેને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે. કરીને બે હાથ જોડી યાવન અંજલિ કરીને ચક્રરતનને પ્રણામ કરે છે, કરીને આયુધશાળાની બહાર નીકળે છે. બહાર નીકળીને જ્યાં ઉપસ્થાનશાળા છે, જ્યાં ભરત રાજ છે, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી, જય-વિજયથી વધાવે છે. વધાવીને આ પ્રમાણે કર્યું - હે દેવાનુપિયા નિશે આપની આયુધશાળામાં દિવ્ય ચરિન ઉત્પI થયેલ છે, આપની પિતાર્થે આ પિય સંવાદ નિવેદિત કરું છું, જે પિય થાઓ. ત્યારે તે ભરત રાજ, તે આયુધમૂહિકની પાસે આ અને સાંભળી, વધારી, હર્ષિત ચાવ4 સૌમનશ્ચિક, વિકસિત શ્રેષ્ઠ કમલ જેવા વદન અને નયનવાળો થયો. હાથમાં પહેરેલા ઉત્તમ કટક, ત્રુટિત, કેયુર મસ્તકે ધારણ કરેલ મુગટ, કાનના કુંડલ, ચંચલ થઈ ગયા. હતિરેકથી હલતા હારથી તેનું વક્ષસ્થલ અતિ શોભિત લાગતું હતું, તેના ગળામાં લટકતી લાંબી પુષમાળા ચંચળ થઈ ગઈ. જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર રાજ ઉત્કંઠિત થઈને ઘણી વરાથી, જલ્દીથી સિંહાસનથી ઉભો થયો. ઉભો થઈને પાદપીઠથી ઉતર્યો, ઉતરીને પાદુકાઓ ઉતારી, ઉતારીને એકટિક ઉત્તરાસંગ કર્યું. કરીને હાથોને અંજલિબદ્ધ કાંઈ પછી સકરને સન્મુખ સાતઆઠ પગલાં સામે ગયો. જઈને ડાબો ઘુંટણ ઉંચો કર્યો. જમણો ઘૂંટણ જમીન તલ ઉપર મુક્યો. બે હાથ જોડી ચાવ( અંજલિ કરીને ચરનને પ્રણામ કર્યા. કરીને તે આયુધ અધિકારીને મુગટ સિવાયના વધારાના બધાં આભૂષણ દાન કર્યા. કરીને વિપુલ આજીવિકાયોગ્ય પ્રતિદાન આપ્યું. આપીને સરકારી-સન્માનીને પતિ વિસર્જિત કર્યો કરીને શ્રેષ્ઠ સિંહાસને જઈ યુવભિમુખ થઈ બેઠો. ત્યારપછી ભરતરાજાએ કૌટુંબિક પુરષોને બોલાવીને આ પ્રમાણે કર્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી વિનીતા રાજધાનીને અંદર અને બહારથી સિકતસંમાર્જિd-સિકત-શુચિક કરો. માર્ગ અને ગણીઓ સ્વચ્છ કરાવો. મંચાતિમંચયુકત કરો. વિવિધ રંગોમાં રંગી વણી નિર્મિત ધ્વજ, પતાકા, અતિપતાકાથી સુશોભિત કરો-કરાવો. લેપન અને યુનો કરો, ગોશીષ અને સરસ ચંદનથી સુરભિત કરો. પ્રત્યેક દ્વારા ભાગને ચંદન કળશો અને તોરણોથી સજાવો. ચાવતું સુગંધિત ગધની પ્રયુરતાથી ત્યાં ગોળગોળ ઘૂમમય બનતી દેખાઈ તેવી કરો, કરાવો, કરી-કરાવીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષો એ ભરત રાજાને એમ કહેતા સાંભલી હર્ષિત ચાવતુ બે હાથ જોડી, સ્વામીની આજ્ઞા વચનને વિનયથી સાંભળે છે. સાંભળીને ભરતની પાસેથી નીકળે છે, નીકળીને વિનીતા રાજધાનીને ચાવત કરે છે - કરાવે છે, આજ્ઞા પાછી સોંપે છે. ત્યારપછી તે ભરત રાજ જ્યાં નાનગૃહ છે, ત્યાં જાય છે. જઈને તે નાનગૃહમાં પ્રવેશે છે. પ્રવેશીને મુક્તાજાલથી વ્યાપ્ત, સુંદર, વિચિત્ર મણિરનયુકત તળવાળા, રમણીય, નાનમંડપમાં, વિવિધ મણિરનોના આલેખિત ચિત્રોવાળી નાનપીઠે સુખેથી બેઠો. શુદ્ધોદક, ગંધોદક, પુણોદક અને શુભોદકથી પુચકલ્યાણક પ્રવર નાન વિધિ વડે સ્નાન કર્યું. ત્યાં સેંકડો કૌતુક ક્ય. બહુવિધ કલ્યાણક પ્રવર સ્નાન પછી પહ્મણ સુકુમાલ ગંધ કાષાયિક વસ્યાથી શરીર લુછયું. સરસ સુગંધી ગોશીષ ચંદનથી ગળો વીશ. અક્ષત મહાઈ વાર નથી સુસંવૃત્ત થયો. પવિત્ર માળા પહેરી. વિલેપન કર્યું. મણીજડિત સુવર્ણ આભુષણ પહેય. હાર, અર્થહાર, તીનસરોહાર, લાંબા-લટકતા કટિરાણી પોતાને શોભિત કર્યો. ગળાનું આભરણ પહેર્યું. આંગળીઓમાં વીંટી પહેરી. વિવિધ મણિમય કંકણ તથા ગુટિત દ્વારા ભુજાને ખંભિત કરી. એ રીતે રાજાની શોભા ઘણી વધી ગઈ. કુંડલોથી મુખ દીપ્ત હતું, મસ્તક મુગટથી દીપ્ત હતું. હારથી ઢાંકેલ વક્ષસ્થળ સુંદર લાગતું હતું. એક લાંબુલટકતું વરસ ઉતરીયયે ધારણ કરેલું. મુદ્રિકાને લીધે રાજાની આંગળીઓ પીળી લાગતી હતી. સુયોગ્ય શિપી દ્વારા વિવિધ મણિ-સવ-રતનથી સુરચિત,
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy