SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૪ CE સિદ્ધાયતન ફૂટની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવ-વ્યંતર દેવ-દેવીઓ યાવત્ વિચરે છે રહે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મહાત્ સિદ્ધાયતન કહેલ છે. તે એક કોશ આયામથી, અર્ધકોશ વિષ્ફભથી, દેશોન કોશ ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. તે અનેક શત સ્તંભ સંનિર્વિષ્ટ છે. તે અશ્રુન્નત, સુરચિત વૈદિકા, તોરણો તથા સુંદર પુતળીઓથી સુશોભિત છે. તેના ઉજ્જવળ સ્તંભ ચીકણા, વિશિષ્ટ, સુંદર આકારયુક્ત ઉત્તમ વૈસૂર્ય મણીથી નિર્મિત છે. તેનો ભૂમિભાગ વિવિધ પ્રકારના મણી અને રત્નોથી ખચિત, ઉજ્વલ, અત્યંત સમતલ અને સુવિભકત છે. તેમાં ઈહામૃગ, વૃષભ, ઘોડા, મગર, મનુષ્ય, પક્ષી, સર્પ, કિન્નર, મૃગ, શરભ, ચામર, હાથી, વનલતા યાવત્ પાલતાના ચિત્રોથી અંકિત છે. - તેની રૂપિકા સુવર્ણ, મણિ અને રત્નોથી નિર્મિત છે તે સિદ્ધાયતન અનેક પ્રકારના પંચરંગી મણીઓથી વિભૂષિત છે. તેના શિખરો ઉપર અનેક પ્રકારની પંચરંગી ધ્વજા અને ઘંટ લાગેલા છે. તે શ્વેતવર્ણી, મરીચી કવચ છોડતો, લાઉલ્લોઈત મહિત છે. તે સિદ્ધાયતનની ત્રણ દિશામાં ત્રણ દ્વાર કહેલા છે, તે દ્વારો ૫૦૦ ધનુપ્ ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ૨૫૦ ધનુર્ વિશ્વભથી, તેટલાં જ પ્રવેશથી, શ્વેત ઉત્તમ સુવર્ણ નિર્મિત રૂપિકાઓ છે. દ્વાર વર્ણન યાવત્ વનમાલા [અન્યત્ર છે.] તે સિદ્ધાયતનની અંદર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે, તે જેમ કોઈ આલિંગ પુષ્કર યાવત્ તે સિદ્ધાયતનના બહુામ રમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં અહીં ૧૦૮ જિનપતિમા જિન ઉત્સેધ પ્રમાણ માત્ર રહેલી છે. એ પ્રમાણે ધૂપકડછાં સુધી કહેવું. • વિવેચન-૧૪ : સૂત્ર સરળ છે. વિશેષ એ કે – દક્ષિણાદ્ધ ભરતકૂટ જ આની પશ્ચિમ દિશામાં રહેલ છે. તેથી પૂર્વથી. તેના ઉચ્ચત્પાદિનું પ્રમાણ કેટલું છે ? છ યોજન અને એક કોશ, ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. મૂળમાં છ યોજન એક ક્રોશ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ કહેવું. હવે આના શિખરથી નીચે જવાથી વિવક્ષિત સ્થાનમાં પૃથુત્વ જાણવાને માટે કરણ કહે છે – શિખરથી ઉતરીને યોજનાદિ સુધી જઈને તેટલાં પ્રમાણમાં યોજનાદિ બે વડે ભાંગતા કૂટના ઉત્સેધથી અદ્વંયુક્ત જે થાય, તે ઈષ્ટસ્થાને વિખુંભ. તેથી કહે છે – શિખરથી ત્રણ યોજન અને અર્ધક્રોશ ઉતરીને, ત્યાંથી ત્રણ યોજન કોશાદ્ધધિકનો બે ભાગ કરી પ્રાપ્ત છ ક્રોશ અને ક્રોશનો પાદ, કૂટોત્સેધ સક્રોશ-છ યોજન, આના અદ્ધ યોજનત્રયી તે ક્રોશાદ્ધધિક. આમાં પૂર્વ રાશિ ઉમેરતા થસે સપાદક્રોશ ન્યૂન પાંચ યોજન. આ મધ્યદેશમાં વિખુંભ છે - x - મૂળથી ઉર્ધવગમનમાં ઈષ્ટ સ્થાનમાં વિકુંભપરિજ્ઞાન માટે આ કરણ છે - મૂળથી અતિક્રાંત યોજનાદિ બે વડે ભાંગતા પ્રાપ્ત મૂળ વ્યાસથી શોધિત કરતાં જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અવશિષ્ટ ઈષ્ટ સ્થાનમાં વિખુંભ છે. તે આ રીતે – મૂળથી ત્રણ યોજન અને અર્ધક્રોશ ઉર્ધ્વ જઈને, બે વડે પ્રાપ્ત ભાગ છ ક્રોશ અને ક્રોશનો પાદ આટલા માપ વડે મૂળવ્યાસથી શોધિત થાય છે. શેષ પાંચ યોજનમાં સપાદ ક્રોશ ન્યૂન છે. આ મધ્યભાગ વિખંભ છે. - ૪ - EO આ આરોહ-અવરોહ કરણમાં બાકીના વૈતાઢ્યકૂટોમાં પાંચ શતિમાં, હિમવદાદિ કૂટોમાં સહસ્ર અંકમાં અને હરિસ્સહાદિ કૂટમાં આઠ યોજનિકમાં, ઋષભકૂટોમાં અવતારણીય છે. વાંચનાંતર પ્રમાણ અપેક્ષાથી ઋષભકૂટોમાં કરણ જગતીવત્ છે. આની પદ્મવવેદિકાદિનું વર્ણન કહે છે – તે સ્પષ્ટ છે. હવે જિનગૃહ વર્ણન કહે છે બહુરામરમણીય ભૂમિ ભાગના બહુમધ્ય દેશબાગમાં અહીં એક મોટું સિદ્ધોનું શાશ્વતી અર્હત્ પ્રતિમાનું આયનતન-સ્થાન અર્થાત્ ચૈત્ય છે. તે એક ક્રોશ લાંબુ, અર્ધક્રોશ વિખંભથી, દેશોન ક્રોશ ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. અહીં દેશ ૫૬૦ ધનુરૂપ છે. - ૪ - ૪ - તે વૈતાઢ્યકૂટની ઉપર ચૈત્યગૃહ, દ્રહદેવી ભવન તુલ્ય પરિમાણથી છે. જેમ શ્રીગૃહ એક ક્રોશ લાંબુ અડધો ક્રોશ પહોળું, ૧૪૪૦ ધનુષુ ઉચ્ચ છે. તથા અનેકશત સ્તંભોમાં સંનિવિષ્ટ છે. અર્થાત્ તેના આધારે રહેલ છે. સ્તંભમાં રહેલ સુકૃત્ નિપુણ શિલ્પીરચિત. તેવા પ્રકારની દ્વાર શુંડિકા ઉપર વજ્રરત્નમચી વેદિકા અને તોરણ છે. તથા પ્રધાન નયન-મનઃસુખકારિણી શાલભંજિકા તેમાં છે. તથા સંબદ્ધ પ્રધાન મનોજ્ઞ સંસ્થાન જેનું છે તે. તથા તેવા પ્રકારે પ્રશંસાસ્પદીભૂત ધૈર્ય વિમલ સ્તંભ જેમાં છે તે. વિવિધ મણિરત્નોથી ખચિત છે તે. - x - - તેવા પ્રકારે ઉજ્જવલ, અત્યંત સમ, સુવિભક્ત ભૂમિ ભાગ જેમાં છે તે. ઈહામૃગ આદિ પૂર્વવત્ વ્યાખ્યા કરવી. વિશેષ એ કે – મરીચી ક્વચ એટલે કિરણજાણને છોડતા તથા નામ અર્થાત્ જે ભૂમિનું છાણ આદિથી ઉપતંપન. ઉલ્લોક્તિ - ભીંતો અને માળનું સુના વડે સંમૃષ્ટિકરણ. આ લાઉલ્લોઈય વડે પૂજિત. જેમકે છાણ આદિ વડે ઉપલિપ્ત, ચૂના વડે ધવલ કરાયેલ જેથી ગૃહાદિ સશ્રીક થાય છે. તેમ આ જે પણ થાય. યાવત્ ધ્વજ. અહીં ચાવત્ કરણથી કહેવાનાર ામિકા રાજધાની પ્રકરણમાં સિદ્ધાયતન વર્ણમાં અતિર્દિષ્ટ સુધર્મા સમ ગમ કહેવો યાવત્ સિદ્ધાયતન ઉપર ધ્વજા ઉપવર્ણિત છે. જો કે અહીં યાવત્ પદમાં ગ્રાહ્ય દ્વારવર્ણક, પ્રતિમાવર્ણક, ધૂપકડછાં આદિ બધું અંદર આવે છે. તો પણ સ્થાન અશુન્યતાર્થે કંઈક સૂત્રમાં દર્શાવે છે – સિદ્ધાયતનની ત્રણે દિશા તે ત્રિદિક્, તેમાં. પૂર્વ-દક્ષિણ-ઉત્તર વિભાગમાં ત્રણ દ્વારો કહેલા છે. તે દ્વારો ૫૦૦ ધનુમ્ ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે, ૨૫૦ ધનુષુ વિધ્યુંભથી છે. તેટલાં જ માત્ર પ્રવેશતી છે. “શ્વેત શ્રેષ્ઠ સુવર્ણ ભૂમિભાગ''થી દ્વારવર્ણક મંતવ્ય વિજયદ્વારવત્ યાવત્ વનમાલા વર્ણન કહેવું. તેના બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મહાન્ દેવછંદક - દેવને બેસવાનું સ્થાન કહ્યું. અહીં ન કહેલ હોવા છતાં લંબાઈ-પહોડાઈ
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy