SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/,૮ ૬૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બળે નાગદંતક - નર્કટિક કટિકા કહેલ છે. તે નાગ દંતકો, મુક્તાજાલના તરોમાં જે ઉદ્ભૂિત-લંબાયેલ હેમમય માળાસમૂહ, જે ગવાક્ષજાલ-ગવાક્ષ આકૃતિ રન વિશેષ દામસમૂહ, જે કિંકિણી ઘંટાજાલ - શુદ્રઘંટા સમૂહ, તેના વડે પરિક્ષિતસર્વથા વ્યાપ્ત, અભિમુખ ઉદ્ગત, અભ્યર્ગત-અગ્રિમભાગમાં કંઈક ઉન્નત, તેમાં ફૂલની માળા સુસ્થિત છે. અભિમુખ-બહારના ભાગમાં અભિમુખ, નિતઅભિનિસૃષ્ટ, તીછ-ભિત્તિપ્રદેશથી અતિશયપણે કંઈક પણ ન ચલીત થઈને પરિગૃહીત છે. અધતન-નીચે જે પzગ-સાપનો અર્ધભાગ, તેના જેવો આકાર જેનો છે તે તથા, અપિગવત્ અતિ સરળ અને દીર્ધતેની જ વ્યાખ્યા કરે છે - અર્ધ પગ જેવા સંસ્થાનથી સંસ્થિત સર્વથા વજમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે. અતિશય મહાનું - ગજદંત સમાન કહેલ છે. તે નાગદંતકોમાં ઘણાં કૃષ્ણસૂત્ર બદ્ધ વગ્ધારિત મારચંદામ યુક્ત એ પ્રમાણે નીલ, લોહિત, હાલિદ્ર, શુક્લ સૂત્રબદ્ધ વગ્ધારિત ફૂલની માળા યુક્ત છે. તે માળા તપનીય લંબૂશક મય, સુવર્ણ પ્રતરક મંડિત, વિવિધ મણિરદન, વિવિધ હા-અર્બહાર ઉપશોભિત સમુદય યાવતું શ્રી વડે અતીવ ઉપશોભિત કરતાં-કરતાં રહે છે - હવે સૂર વ્યાખ્યા - તે નાગદંતકમાં ઘણાં કાળા દોરાથી બાંધેલા, થાઈરસ - અવલંબિત પુષ્પમાળાનો સમૂહ છે. એ પ્રમાણે નીલ, લાલ, પીળા અને સફેદ દોરાથી, બાંધેલ પણ પુષ્પમાળા સમૂહો કહેવા. તે માળાઓ તપનીય સુવર્ણમય લંબૂશક-માળાના અગ્રભાગમાં પ્રાણમાં લટકતાં મંડન વિશેષ ગોલક આકૃતિ જેમાં છે તે તપનીય લંબૂસક તથા પડખાથી - સમસ્તપણે સુવર્ણ પ્રતકથી સોનાના પતરાથી મંડિત, તેવા વિવિધરૂપ મણી અને રનોના જે વિવિધ વિચિત્ર વર્ણના હાર-અઢાસણ, તેના વડે શોભિત સમુદાય જેમાં છે તે યાવતુ શ્રી વડે અતીવ શોભતા રહેલ છે. અહીં યાવત કરણથી એ પ્રમાણે પરિપૂર્ણ પાઠ જાણવો. કંઈક અન્યોન્ય જોડાયેલ પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરથી આવતો મંદ-મંદ પવન, તેનાથી કંપતા, લંબાયેલા, એવા ઉદાર મનોજ્ઞ મનહર કર્ણ-મનને સુખકર શબ્દો વડે તે પ્રદેશ ચોતરફથી આપૂરિત કરતાં-કરતાં શ્રી વડે અતી શોભિત થયેલ રહે છે. ઉક્ત સૂત્રની વ્યાખ્યા પૂર્વે પડાવસ્વેદિકા વર્ણનમાં વ્યાખ્યાત છે, તેથી તેની ફરી વ્યાખ્યા કરતા નથી. તે નાગદેતકોની ઉપર બળે નાગદંતકો કહેલાં છે. તે નાગદંતકો મુક્તાજાલંતર ઉશ્રિત આદિ પૂર્વવત્ ચાવતે હે આયુષ્યમાન્ શ્રમણ ! તે નાગદંતકોમાં ઘણાં જતમય સિક્કા કહેલા છે. તે સિક્કામાં ઘણી વૈડૂર્યમયી ધૂપઘટી કહેલી છે. તે ધૂપઘટી કાલાણ, પ્રવર કંદરક, તુરકની ધૂપથી મઘમઘતા, ગંઘોસ્તૃતથી અભિરામ, સુગંધ વગંધિકા, ગંધવર્તીભૂત, ઉદાર મનોજ્ઞ ધાણ-મનને સુખકર ગંધ વડે તે પ્રદેશને ચોતરફથી આપૂરિત કરતાં શ્રી વડે અતીવ શોભતા રહે છે. સૂત્ર વ્યાખ્યા - તે નાગદતકો ઉપર બીજા બળે નાગદંતકો છે. તે નાગર્દક ઈત્યાદિ પૂર્વોક્ત બધું કહેવું સાવત્ ગજદંત સમાન કહેલ છે. તે નાગદંતકોમાં ઘણાં રજતમય સિક્કા કહેલા છે, તે સિક્કામાં ઘણી વૈડૂર્યમય ધૂપઘટિકાઓ છે. તે ધૂપઘટિકા કાળો અગરુ, ચીડા નામક ગંધદ્રવ્ય વિશેષ, સિલક, દશાગાંદિ ગંધ દ્રવ્ય સંયોગજન્ય, તેના સંબંધી જે મઘમઘાયમાન અતિશયવાન અહીં-તહીં પ્રસરતી ગંધ વડે અભિરામ છે. તે શોભનગંધયુક્ત છે. • x• પ્રધાનવાસયુક્ત તેની ગંધ છે. તેથી સુગંધવરગંધ ગંધિકા કહ્યું. સૌરખ્ય અતિશયથી ગંધદ્રવ્ય ગુટિકા સમાન ઉદાર-ફાર-મનો વડે મનોનૂકૂલ. મનોનુકૂલવણી તે કહે છે - પ્રાણ-મન સુખકર ગંધ વડે નીકટના પ્રદેશને આપૂરિત કરતાં-કરતાં શ્રી વડે અતીવ શોભતા રહેલ છે. વિજયદ્વારની બંને પડખે બે નિષીપિકામાં બબ્બે શાલભંજિકા કહી છે. તે શાલભંજિકાઓ લીલાસ્થિત, સુપ્રતિષ્ઠિત, સુઅલંકૃત, વિવિધ રંગી વસ્ત્રો, રક્ત અંગ, કાળાવાળવાળી મૃદુ વિષય પ્રશસ્ત લક્ષણ ઈત્યાદિ યુક્ત - X - X - કંઈક અશોક વર પાદપ સમુસ્થિd, ડાબા હાથમાં ગ્રહણ કરેલ શાખા ઈત્યાદિ • * * * • પૃથ્વી પરિણામ, શાશ્વત ભાવને પામેલ, ચંદ્રાનના, ચંદ્ર વિલાસીની, ચંદ્રાદ્ધસમ નીડાલ, ચંદ્રાધિક સૌમ્ય દર્શનવાળી, ઉલ્કાની માફક ઉધોતીત, * * * * * શૃંગારાકાર ચારુ વેશવાળી, પ્રાસાદીય, તેજ વડે અતીવ-અતીવ ઉપશોભિત થઈ રહે છે. સુણ વ્યાખ્યા - વિજયદ્વારની બંને બાજુના પડખામાં એકૈક નૈષેધિકી ભાવથી બે પ્રકારની નૈષેધિકીમાં બન્ને શાલભંજિકા કહેલી છે. તે શાલભંજિકા લલિતાંગ નિવેશરૂ૫ વડે સ્થિત છે. તે મનોજ્ઞપણે પ્રતિષ્ઠિત છે. તે અતિશય રમણીયપણે અલંકૃત તે સ્વલંકૃત, તથા વિવિધ પ્રકારના રંગથી રંગાયેલાં વો સંવૃતપણે જેમાં છે. જેના આંખના ખૂણા લાલ છે, કાળા વાળ છે, કોમળ-નિર્મળ-પ્રશસ્ત શોભન, અટિતાગ્રત્વ વગેરે લક્ષણો જેના છે, તે પ્રશસ્ત લક્ષણો. • • • - - - સંવેલ્લિત-સંવૃત કંઈક આકુંચિત અગ્ર જેનું શેખર કરણથી છે, તે સંવેલ્લિતામ્ર શિરોજ-વાળ, - x • વિવિધ રૂપના પુષ્પોને યથોચિત સ્થાને ધારણ કરેલા - સ્થાપિત કરેલા છે. • x- મુષ્ટિગ્રાહ્ય તનુતરત્વથી સુંદર મધ્યભાગ જેનો છે. તેવી, કાપડ - શેખક, તેના સમશ્રેણિક બે યુગલ, તેની માફક વર્તિત-બદ્ધ સ્વભાવ ઉપચિત કઠિન ભાવ. તેથી જ તુંગઅબ્યુન્નત, પીનરતિદ સંસ્થિત-પીવર સુખદ સંસ્થાન એવા પયોધ-બંને સ્તનો જેણીના છે તેવી. તથા કંઈક શ્રેષ્ઠ અશોકવૃક્ષમાં સમવસ્થિત-આશ્રિત તથા ડાબા હાથે ગ્રહણ કરેલ આગ્ર શાખાવાળી. કંઈક તીર્થો વળેલી, ચક્ષુ-જેમાં કટાક્ષરૂપ ચેષ્ટિતમાં શૃંગાર આવિર્ભાવક-ક્રિયા વિશેષમાં, - x · પરસ્પર આંખોના અવલોકન વડે સંશ્લેષ, તેના વડે ખિધમાન સમાન અર્થાત્ એવા પ્રકારના તે તીવલિત કટાક્ષો વડે પરસાર
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy