SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૨,૩ ૩૧ (સમાધાન) જો કે ગૌતમસ્વામી યથોક્તગુણ વિશિષ્ટ છે, તો પણ તેને હજી સુધી છાપણું હોવાથી કદાચિત્ અનાભોગ પણ થાય છે. જેમ કહ્યું છે - છવાસ્થને અનાભોગ હોય છે, કોઈને ન હોય -x - તેથી આ અનાભોગના સંભવથી ગૌતમને પણ સંશય થાય. આ અનાર્ય નથી. જેમ ઉપાસકદશામાં કહ્યું - આનંદ શ્રમણોપાસકના અવધિનિર્ણયના વિષયમાં કે – ભગવતુ ! તે આનંદ શ્રાવકને તે સ્થાનની આલોચના ચાવતુ પ્રતિક્રમણ છે કે મને છે? ત્યારે ગૌતમ આદિ શ્રમણને ભગવન મહાવીરે એ પ્રમાણે કહ્યું કે – “ગૌતમ! તું જ તે સ્થાનની આલોચના ચાવતુ પ્રતિકમણ કરે અને આ કથન માટે આનંદ શ્રાવકને ખમાવ. ત્યારે શ્રમણ ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ કથન વિનયથી સાંભળ્યું, સાંભળીને, તે સ્થાનની આલોચના ચાવત્ પ્રતિક્રમણ કર્યું તથા આનંદ શ્રાવકને તે કથન માટે ખમાવે છે. અથવા તેઓ સંશયરહિત હોવા છતાં પણ સ્વકીય બોધ સંવાદ અર્થે અજ્ઞાલોકના બોધના માટે કે શિષ્યોને પોતાના વચનમાં વિશ્વાસ ઉપજાવવા પૂછે છે અથવા આ જ સૂઝસ્યનાકય છે. શું કહ્યું – તે કહે છે – કયા દેશમાં ‘ભંતે' - ગુરુનું આમંત્રણ છે. - x • હે ભદંત ! હે સુખ કલ્યાણ સ્વરૂપ!-x - પર્વ - સંસાર કે ભયના હેતુત્વથી ભવાંત કે ભયાંત, તેનું આમંત્રણ, પૂર્વવણિત અન્વર્થક જંબુદ્વીપ નામે દ્વીપ વર્તે છે. આના દ્વારા જંબૂદ્વીપનું સ્થાન પૂછ્યું. તથા ભગવદ્ ! કેટલા પ્રમાણમાં મોટો આલય - આશ્રય. જેનો વ્યાપ્ય હોમરૂપ છે તે, કેટલા પ્રમાણમાં મોટો છે ? આના વડે પ્રમાણ પૂછ્યું. હવે ભદેતા તેનું સંસ્થાન શું છે તે, આના વડે સંસ્થાન પૂછયું. તથા ભદેતા! આકારભાવ-સ્વરૂપ વિશેષ, કયા આકારભાવ પ્રત્યવતાર તેના છે, તે કેવા આકારાદિથી છે ? અથવા આકાર-સ્વરૂપ, ભાવ-જગતી, વર્ષ, વર્ષધરાદિ, તેમાં રહેલ પદાર્થનો આકાર-ભાવ, તેનું અવતરણ-આવિભવિ. તે આકા-ભાવપત્યવતાર - x • આના દ્વારા જંબૂદ્વીપ સ્વરૂપ અને તેમાં રહેલાં પદાર્થો પૂછડ્યા. એ પ્રમાણે ઈન્દ્રભૂતિ વડે ચાર પ્રસ્ત કરાતા પ્રતિવયન શ્રવણ ઉત્સાહતા કરવાને માટે જગત પ્રસિદ્ધ ગોત્ર અભિધાનથી તેને આમંત્રીને ચાર ઉત્તરોને ભગવંત કહે છે - x • હે ગૌતમ ! જ્યાં આપણે રહીએ છીએ તે - આના દ્વારા સમયક્ષેત્રની બહાર વર્તતા અસંખ્યાત જંબુદ્વીપોનો વ્યવચ્છેદ કર્યો. જંબુદ્વીપ નામે દ્વીપ. કઈ રીતે ? તે કહે છે - ધાતકીખંડ આદિ સર્વે દ્વીપો અને લવણોદ આદિ બધાં સમુદ્રોની સમસ્તપણે અંદર, સર્વ તીછલોક મધ્યવર્તી તે સર્વવ્યંતર. પુખરવરદ્વીપની અપેક્ષાથી ધાતકીખંડ પણ અત્યંતર માત્ર છે, તેથી સર્વ શબ્દનું ઉપાદાન કર્યું. આના દ્વારા જંબૂદ્વીપનું અવસ્થાને કહ્યું. તથા બઘાં - બાકીના દ્વીપ સમુદ્રોથી લઘુ, તેથી કહે છે – બધાં લવણાદિ સમદ્રો, ધાતકીખંડાદિ દ્વીપો, જંબુદ્વીપથી આરંભીને, બમણાં-બમણાં વિકુંભ, આયામ, પરિધિ છે. તેથી શેષદ્વીપ સમુદ્રની અપેક્ષાથી લઘુ છે. આના વડે સામાન્યથી પ્રમાણ કહ્યું. વિશેષથી આયામ આદિ ગત પ્રમાણ આગળ કહેશે. * * * * * તથા વૃત, તે પોલાણયુક્ત વૃત પણ છે. તેથી કહે છે - તેલના પુંડલા સંસ્થાનથી સંસ્થિત - તેલ વડે પક્વ પુંડલા પ્રાયઃ પરિપૂર્ણ વૃત્ત હોય, ઘીથી પકવેલ નહીં. માટે તેલ વિશેષણ મૂક્યું છે તેના જેવું જે સંસ્થાન, તેના વડે સંસ્થિત, તથા વૃત- રથ ચક્રવાલ સંસ્થાની સંસ્થિત રથના અંગના ચકના મંડલની જેમ સંસ્થાના વડે સંસ્થિત, અથવા મંડલ, મંડલધર્મના યોગથી રથચક્ર પણ ચક્રવાલ છે એ પ્રમાણે વૃત - પુકઋર્ણિકા સંસ્થાન સંસ્થિત. પડાબીજ કોશ-કમળનો મધ્યભાગ. વૃત-પરિપૂર્ણચંદ્ર સંસ્થાન સંસ્થિત પૂર્વવત્. એક જ પ્રકારના અર્થપણું છતાં વિવિધ દેશના શિષ્યોના ક્ષયોપશમ વૈચિત્ર્યથી કોઈકને કંઈક બોધક હોવાથી ઉપમાપદ વૈવિધ્ય છે. તેથી જ પ્રતિ ઉપમાપદ યોજનમાનવથી, વૃત્તપદના પુનરુક્તિની શંકા ન કથ્વી. આના દ્વારા સંસ્થાન કર્યું. - હવે સામાન્યથી પૂર્વોક્ત પ્રમાણને વિશેષથી કહેવા માટે - એક લાખ યોજન, પ્રમાણાંકુલ નિષ્પ લાખ યોજન. આયામ-વિકંભરી છે. અહીં કહે છે - જંબૂદ્વીપનું લાખ યોજન પ્રમાણ કહ્યું, તે પૂર્વ-પશ્ચિમની જગતી મૂલવિકુંભથી બાર-બાર યોજના ક્ષેપમાં ૨૪ અધિક થાય છે. તથા યથોક્ત માન વિરુદ્ધ નથી. જંબૂદ્વીપ જગતી વિકુંભ સાથે જ લાખ ઉમેરવા. લવણ સમુદ્ર જગતી વિઠંભથી લવણસમુદ્ર બે લાખ, એ પ્રમાણે બીજા પણ હીપ-સમુદ્રોમાં છે, અન્યથા સમુદ્રના પ્રમાણથી જગતી પ્રમાણના પૃથક્ કહેવાથી મનુષ્ય ક્ષેત્ર પરિધિથી અતિરિક્ત છે. તે જ ૪પ-લાખ પ્રમાણ હોમની અપેક્ષાથી કહે છે. આ જ આશય અભયદેવસૂરિજી વડે ચોથા અંગની વૃત્તિમાં પંચાવનમાં સમવાયમાં પ્રગટ થયેલ છે. તથા ૩,૧૬,૨૨૭ યોજન, ગમ કોશ, ૧૨૮ ઘનુષ, સાડાતેર ગુલથી કંઈક વિશેષ. એ પરિધિ કહી. પરિધિ લાવવાનો આ ઉપાય ચૂર્ણિકારે કહેલ છે - વિખંભના વર્ગને દશ ગુણા કરવાથી વૃતની પરિધિ થાય, વિર્કમપાદ ગુણિત પરિધિ ગણિત પદ. તેની વ્યાખ્યા કરે છે – જંબૂદ્વીપનો વિઠંભ-વ્યાસ, સ્થાપના, જેમકે - ૧,૦૦,૦૦૦, તેનો વર્ગ કરવો. લાખને લાખ વડે ગુણવા. તેથી એક ઉપર દશ શૂન્ય આવે. તેને દશ વડે ગુણતાં એક ઉપર અગિયાર શૂન્ય આવશે. પછી શરy - વર્ગમૂળ કાઢવું. તે આ રીતે -x-x-x - એ પ્રમાણે આ કરણ વડે વર્ગમૂળ કરાતા અધતન છેદાશિ આવશે - ૬,૩૨,૪૪૦. અહીં સપ્તકરૂપ અંત્ય અંક બમણો કરાતો નથી, તેથી તેનું વર્જન કરી બાકી બધાને અડધું કરાય છે – તેથી પ્રાપ્ત શશિ થશે - ૩,૧૬,૨૨૩. છેદાશિના સપ્તકને પણ બમણી કરાતા થશે - ૬,૩૨,૪૫૪. ઉપરના શેષાંશ - ૪,૮૪,૪૩૧, આ યોજન સ્થાનીયના ક્રોશ
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy