SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ V ૨૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે આ નગરીનું વર્ણન કહે છે – વાદ્ધ-ભવન અને પરજન વડે અતિ વૃદ્ધિને પામેલ. તિમિત- સ્વચક, પચકાદિથી ઉત્પન્ન ભય હિત. સમૃદ્ધ-ધનધાન્યાદિ યુક્ત. - X • વર્ણક-ઉવવાઈ ઉપાંગમાં બધું વર્ણન છે, તે જોવું. - ૪ - તે મિથિલાનગરીની બહાર ઉત્તરપૂર્વ-ઈશાન ખૂણામાં. • x• x • આ ઉત્તરપૂર્વ દિશાભાગમાં માણિભદ્ર નામે ચૈત્ય હતું. -x- તે સંજ્ઞા શબ્દવથી દેવતા પ્રતિબિંબપણે પ્રસિદ્ધ છે. તેથી તેના આશ્રયભૂત જે દેવતાનું ગૃહ છે, તે પણ ઉપચારથી ચૈત્ય કહેવાય છે, તે અહીં વ્યંતરાયન કહેવું, પણ ભગવંત અરહંતનું આયતન કહેલ નથી. તેના ચિર-અતીત આદિ વર્ણક, તેમાં રહેલ વનખંડ વર્ણન પણ ઉવવાઈ ઉપાંગથી જાણવું. તે મિથિલા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો, તેની સર્વ શ્રીગુણ ધરનારી ધારિણી નામે દેવી-પરાણી હતી. અહીં રાજાનું મહત્યા હિમવંત આદિ અને રાણીનું સુકુમાલ હાથ-પગવાળી ઈત્યાદિ વર્ણન પહેલાં ઉપાંગ મુજબ જાણવું. ધે શું થયું તે કહે છે - તે કાળે સમયે, સ્વામીએ સમર્થ વિશેષણ છે, તેનાથી અહીં “શ્રી મહાવીર પધાર્યા” અર્થ લેવો. તેમનું જ “ત્રિભુવનવિભૂ” એ આત્યંતિક સ્વામીત્વ છે. અહીં જે રીતે નિપ્રતિમ પ્રાતિહાર્યાદિ સમૃદ્ધિ વડે સમન્વિત, જે રીતે શ્રમણાદિ પરિવારથી પરિવૃત્ત સમવસૃત ઈત્યાદિ ઉવવાઈથી જાણવું. પદા નીકળી - મિથિલા નગરીના રહેવાસી લોકો બધાં ભગવંતને આવેલા સાંભળીને પોતપોતાના આશ્ચર્યથી નીકળ્યા. ત્યારે મિથિલા નગરીના શૃંગાટકે ઈત્યાદિ ચાવતુ અંજલી જોડીને પર્યપાલન કરે છે, ત્યાં સુધી ઉવવાઈ સૂગથી જાણવું. તે પર્પદાની આગળ સર્વજનને સ્વભાષામાં પરણામી એવી અને સર્ધમાગધી ભાષા વડે ધર્મ કહ્યો. તે આ રીતે – લોક છે, અલોક છે, જીવો છે, અજીવો છે ઈત્યાદિ. તથા જે રીતે જીવો બંધાય છે, મૂકાય છે, સંક્લેશ પામે છે. કોઈ અપ્રતિબદ્ધ જે રીતે દુ:ખોનો અંત કરે છે. આd-દુખાd ચિત્ત વડે જેમ જીવો દુ:ખોનો સાગર એકઠો કરે છે. - X - X - ઈત્યાદિ કહે છે. પપૈદા પાછી ગઈ-સ્વ સ્થાને ગઈ. આ પ્રતિગમનસૂત્ર પણ તે જ ઉપાંગથી જાણવું. હવે પર્ષદા પાછી ફર્યા પછી જે થયું તે કહે છે – • સૂત્ર-૨,3 - () કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ નામે અણગાર, ગૌતમગોગથી હતા. તે સાત હાથ ઉંચા, સમચતુરસ્ય સંસ્થાનવાળા યાવત ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે, વદે છે . નમે છે, વાંદી-નમીને આમ કહ્યું – () ભગવના જંબૂદ્વીપ ક્યાં છે?, કેટલો મોટો છે? તેનું સંસ્થાન શું છે? તેના આકાર-ભાવપત્યાવતાર કેવા કહ્યા છે? ગૌતમાં આ જંબૂદ્વીપ દ્વીપ સર્વે દ્વીપ સમદ્રોમાં સૌથી મધ્યમાં, સૌથી નાનો, વૃત્તોલના પૂડલાં સંસ્થાનથી સંસ્થિત, વૃત્તરથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત વૃત્ત-પુષ્કર કર્ણિકા સંસ્થાના સંસ્થિત, વૃત્ત-રથ ચકવાલ સંસ્થાન સંસ્થિત, વૃત્ત-યુકરકર્ણિકા સંસ્થાન સંસ્થિત, વૃત્ત-પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, એક લાખ યોજન લંબાઈ-પહોળાઈથી, ,૧૬,ર૭ યોજન, ૩-કોશ, ર૮-ધનુષ, સાડાતેર ગુલથી કંઈક વિશેષ પરિધિથી છે. • વિવેચન-૨,૩ : તે કાળે - ભગવંતના ધમદિશનાથી વિરમવાના કાળે, તે સમયે - પપૈદાના પ્રતિશમન અવસરમાં, શનિ - વિવિધ તપ કરે છે, માટે શ્રમણ. તેના મા - સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણ, જેને છે તે - ભગવાનું. વીર - કષાય પ્રતિ આક્રમણ કરે છે તે વીર, મહાત્ એવા વીર તે મહાવીર. તેના જયેષ્ઠ-પ્રથમ, અંતેવાસી-શિષ્ય. છેલ્લા બે પગ વડે તેનું સકલ સંઘાધિપતિત્વ કહ્યું. ઈન્દ્રભૂતિએ માતા-પિતાએ પાડેલ નામ છે. અંતેવાસીની વિવક્ષાથી શ્રાવક પણ કહેવાય. તેથી કહે છે - અણગાર - જેને ઘર નથી તે. આ ગોગરહિત પણ હોય, તેથી કહ્યું – ગૌતમ ગોત્રના હતા. - x • એ તે કાળના દેહમાનની અપેક્ષાથી જૂનાધિક દેહવાળા પણ હોય, તેથી - સાત હાથ પ્રમાણ કાયાની ઉંચાઈ હતી - x • એ લક્ષણહીન પણ હોય, તેથી સમચતુરસ - શરીર લક્ષણ શાસ્ત્રોક્ત પ્રમાણ • x • ચાર દિશાને ઉપલક્ષીને શરીર અવયવ જેને છે તેવા કહ્યા. બીજ કહે છે - સમ એટલે અન્યૂનાધિક, અત્રય: - પર્યક આસને બેસીને જાનુના અંતરે - આસનના લલાટથી ઉપરના ભાગનું અંતર, જમણાં ખભાથી ડાબા જાનુનું અંતર, ડાબા ખભાથી જમણા જાનુનું અંતર. યાવત્ શબ્દથી આ વિશેષણો જાણવા - વજsષભનારાય સંઘયણ, સુવર્ણ પુલક નિઘસ એવા પગૌર, ઉગ્રતપસ્વી, ઉદાર-ઘોર-ઘોગુણ-ઘોરતપસ્વી, ઘોર બ્રાહ્મચર્યવાસી, શરીરત્યાગી, સંક્ષિપ્તવિપુલ તેજોલેચ્છી, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનોપયુક્ત, સવાર સંનિપાતિ [એવા તે] ભગવંત મહાવીરની કંઈક સમીપ, ઉર્વજાનુ, અઘોશિર, ધ્યાનકોષ્ઠોપગત, સંયમ અને તપ વડે આત્માને ભાવિ કરતાં વિચરે છે. ત્યારે તે ગૌતમસ્વામી જાતશ્રદ્ધ, જાતસંશય, જાત કુતૂહલ, ઉત્પન્ન શ્રદ્ધાદિ, સંજાત શ્રદ્ધાદિ, સમુત્પણ શ્રદ્ધાવાળા, ઉત્થાનથી ઉઠીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણપ્રદક્ષિણા કરીને, વાદી-નમીને, અતિ દૂર નહીં તેમ અતિ નીકટ નહીં, તે સ્થાને શુશ્રુષા કરતાં, નમન કરતાં, અભિમુખ વિનયથી અંજલિ કરતાં પર્યાપાસના કરતાં આમ કહે છે અહીં વ્યાખ્યા - અનંતરોક્ત વિશેષણ હીન સંહનન પણ હોય, તેથી કહે છે – વજsષભનારાય સંહાની એટલે બંને બાજુ મર્કટબંધ, તેના ઉપર વેપ્ટન
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy