SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧ વક્ષસ્કાર-૧-“ભરતક્ષેત્ર'' છે - - - x — x — x — ૨૫ ૐ નમઃ અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. - સૂત્ર-૧ - તે કાળે તે સમયે મિથિલા નામની નગરી હતી. ઋદ્ધ-સ્તિમિત અને સમૃદ્ધ હતી, વર્ણન કરવું તે મિથિલા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં અહીં માણિભદ્ર નામક ચૈત્ય હતું. વર્ણક. જિતશત્રુ રાજા હતો, ધારિણી રાણી હતી. તે કાળે તે સમયે સ્વામી પધાર્યા, પર્યાદા નીકળી, ધર્મ કહ્યો, પર્યાદા પાછી ફરી. • વિવેચન-૧ : “નમો અરિહંતાણં” આની વ્યાખ્યા સંહિતાદિ ક્રમથી છે. તેમાં અસ્ખલિત સૂત્રપાઠ-સંહિતા. - x - તેમાં વ્યાખ્યા ભેદ હોય ન જાણેલા અર્થમાં પદાદિમાં વ્યાખ્યા ભેદ પ્રવર્તે છે. તેમાં ૫દ છે - “અહંતોને નમસ્કાર.' પદ કરણમાં સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપ-અવસર છે. તેમાં નમસ્કારના નામાદિ વડે ચાર નિક્ષેપ – નામ નમસ્કાર – ‘નમ’ એ નામ છે. સ્થાપના નમસ્કાર-નમસ્કાર કરણ પ્રવૃત્તના સંકોચિત હાથ-પગનું ચિત્રાદિ. દ્રવ્ય-નમસ્કાર આગમથી અને નોઆગમથી. તેમાં - ૪ - નિહવાદિને દ્રવ્યનમસ્કાર, કેમકે તેમના મિસ્યાદષ્ટિત્વ પ્રધાનપણાથી છે. સમ્યગ્દૃષ્ટિને પણ અનુપયુક્તપણે નમસ્કાર કરવો તે દ્રવ્ય નમસ્કાર છે - x - x • ભાવ નમસ્કાર પણ આગમથી અને નોઆગમથી. - ૪ - તેમાં મનથી ઉપયુક્ત, વચનથી “અહંતોને નમસ્કાર થાઓ.' કાયાથી હાથ-પગને સંકોચિત કરીને નમસ્કાર કરવા તે. હવે અરહંત-જિન. તે પણ નામાદિ ભેદથી ચાર ભેદે છે, તે નામાદિ ભેદથી ચાર ભેદે – “નામજિન તે જિનનું નામ, સ્થાપનાજિન તે જિનપ્રતિમા, દ્રવ્યજિન તે જિનનો જીવ, ભાવ જિન તે સમવસરણમાં રહેલ જિન.” આ ગાથા વડે જાણવું. હવે પ્રકારાંતરથી નિક્ષેપ સંભવે છે, તે કહેતા નથી. 1 પદાર્થ - નમ એ દ્રવ્યભાવના સંકોચાર્થે નૈપાતિકપદ છે - ૪ - નમ: હાથ, પગ, મસ્તકના સુપ્રણિધાનરૂપ નમસ્કાર થાય છે. ભાવ સંકોચ તે વિશુદ્ધ મનથી અરહંતાદિ ગુણોમાં નિવેશ. તેમાં ભંગ ચતુષ્ક આ પ્રમાણે – (૧) દ્રવ્ય સંકોચ પણ ભાવ સંકોચ નહીં, જેમકે પાલક, (૨) ભાવસંકોચ પણ દ્રવ્ય સંકોચ નહીં – જેમકે – અનુત્તરદેવ, (૩) દ્રવ્ય સંકોચ અને ભાવસંકોચ, જેમકે - શાંબ, (૪) દ્રવ્ય કે ભાવમાં એક નહીં - તે શૂન્ય. તેમાં અહીં ત્રીજો ભંગ લેવો. કેમકે અહીં ભાવસંકોચ પ્રધાન દ્રવ્યસંકોચરૂપ નમસ્કાર છે. આના વડે - ૪ - ૪ - ભાવ મંગલ કહ્યું. તપ વગેરે અન્ય ભાવમંગલમાં જે આનું ઉપાદાન છે, તે શાસ્ત્રની આદિમાં આનું જ વ્યવહાર પ્રાપ્તત્વ જણાવવાને છે. - X - ૨૬ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે પદ વિગ્રહ, તે બધે સંભવે છે, માટે કહેલ નથી. (શંકા) અરહંતને પરમ મંગલપણાથી નમસ્કાર આદિમાં છે, તેથી તેનું ઉપાદાન અનુચિત છે. [સમાધાન સત્ય છે. સ્વયં મંગલરૂપ પણ અરહંત, બીજાના નમનસ્તવનાદિથી અભિષ્ટ ફળદાયી થાય છે. તે જણાવવા અરહંતોને પહેલાં નમસ્કાર લીધા. ‘અરિહંતાણં' એમ જાતિ અપેક્ષાથી એકવચન છતાં બધાં અરહંતોનું ગ્રહણ થકી નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ અરહંત ચારેને પણ તુલ્ય કક્ષાપણે નમસ્કાર - X - X • નામ નય કહે છે પ્રયોગ - વસ્તુ સ્વરૂપ નામ. - X + X + X + X + X - × - એ રીતે સ્થાપના નય - વસ્તુ માત્ર સંજ્ઞા રૂપ - X - X + X - X - X + X + ૪ - ૪ - ૪ - પછી દ્રવ્યનય, સ્વ આશયનો આવિર્ભાવ કરે છે. - X - X - X - X + X + X +X + X + X + X - ૪ - તેમાં દ્રવ્યનું જ પ્રાધાન્ય છે, તેમ દર્શાવી ભાવનય કહે છે. - x - ૪ - ભાવનયની પ્રાધાન્યતા પ્રતિપાદિત કરે છે - ૪ - X + X + X - X - X - X - X - X - X - - [નામાદિ ચારે નયની વિશદ્ છણાવટ પછી વૃત્તિકાર મહર્ષિ કહે છે –] ચારે નયના વિષયમાં બહુ વક્તવ્યતા વિશેષ આવશ્યકથી જાણવી. - ૪ - ૪ - x - x · ચારે નયો અન્યોન્ય સાપેક્ષ છે. માત્ર નામ નય, આકાર નય, માત્ર દ્રવ્યતા કે માત્ર ભાવ નહીં. કેમકે એક જ ઈન્દ્ર એ નામ છે, તેનો આકાર તે સ્થાપના છે. ઉત્તરાવસ્થાનું કારણપણું તે દ્રવ્યત્વ છે. દિવ્યરૂપ, સંપત્તિ, કુલિશ ધારણ, પરમ ઐશ્વર્યાદિ સંપન્નત્વ, તે ભાવ છે. એ રીતે નામાદિ ચારે જણાય છે. તેની અર્થ સંવાદકતા ઉત્તરાધ્યયન બૃહવૃત્તિમાં કહેલ ચાર શ્લોકોમાં પણ છે. - X + X + X - એ રીતે સૂત્ર સ્પસ્પર્થિક નિર્યુક્તિ અનુગમ કહ્યો. તે જ મંગલસૂત્રને આશ્રીને સૂમાનુગમ, સૂત્રાલાપક નિક્ષેપ સૂત્ર સ્પર્શિક નિયુક્તિ અનુગમપણે દર્શાવી. તે બધે અનુસરવું. હવે જે નગરીમાં, જે ઉધાનમાં, જે રીતે ભગવંત ગૌતમસ્વામીએ ભગવંત મહાવીર સ્વામીને પૂછ્યું, જે રીતે તે ભગવંતે ઉત્તર આપ્યો, તે ઉપોદ્ઘાત દર્શાવે છે— આનો આ અર્થ છે - જ્યારે ભગવંત વિચરતા હતા, તે કાળે – વર્તમાન અવસર્પિણીના ચોથા આરારૂપ વિભાગમાં - ૪ - ૪ - તે કાળે, તે સમયે - ૪ - સમય એ અવસરવાચી છે. તેથી હજી પણ એ સમય વર્તતો નથી. અર્થાત્ તે અવસર નથી. તેમાં એટલે કે જે સમયમાં ભગવંતે આ જંબુદ્વીપ વક્તવ્યતા કહી, તે સમયે મિથિલા નામે નગરી હતી. (શંકા) હજી પણ તે નગરી વર્તે છે, તો પછી હતી, એમ કેમ કહ્યું ? તે કેહ છે – કહેવાનાર વર્ણક ગ્રંથોક્ત વિભૂતિ સમેત તે હતી. પણ વિવક્ષિત પ્રકરણકર્તા, પ્રકરણ વિધાનકાળે નહીં. આ કેવી રીતે જાણવું. તે કહે છે – આ અવસર્પિણી કાળ છે, પ્રતિક્ષણ આના ભાવો હાનિને પામે છે, તે જિનપ્રવચનવેદી સારી રીતે જાણે છે તેથી તેમ કહેવામાં વિરોધ નથી.
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy