SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૮ જંબૂડીપપ્રાપ્તિ-ઉપાંગર-૭/૧ અનુવાદ તથા ટીકાનુસારી - વિવેચન -%CIO-૦૫-) આ ભાગમાં અઢારમું આગમ કે જે ઉપાંગસૂત્રોમાં સાતમું [છઠ ઉપાંગ છે, તેવા “જંબૂદ્વીપજ્ઞપ્તિ-સૂત્ર”નો સમાવેશ કરાયેલ છે. પ્રાકૃતમાં તે ‘સંકીવપત્તિ' નામે ઓળખાય છે. સંસ્કૃતમાં સંગૃથ્વીપ પ્રાપ્તિ નામ છે. વ્યવહારમાં આ નામે જ ઓળખાય છે. તેની શ્રી શાંતિચંદ્ર ગણિકૃત ટીકા હાલ ઉપલબ્ધ છે, તેમાં આ ઉપાંગનો ક્રમ છઠ્ઠો જણાવેલ છે, સાથે ઉપાંગના ક્રમ વિશે મતભેદ છે, તેવો પણ ઉલ્લેખ આ ટીકામાં થયેલો જ છે. આ ઉપાંગમાં ગણિતાનુયોગની મુખ્યતા ગણાવાય છે, પણ ભગવંત ઋષભદેવ અને ચક્રવર્તી ભરતના ચાઝિદ્વારા કથાનુયોગ પણ કહેવાયેલો છે. ગત કિંચિત બાકીના બે અનુયોગનું વર્ણન પણ છે. છતાં આ આગમને “જૈન ભૂગોળ” રૂપે વિશેષથી ઓળખાવી શકાય. ચકવર્તી વિષયક સઘન વર્ણન માટેનો આધારભૂત સોત પણ આ જ ઉપાંગમાં છે, તે નોંધનીય છે. ૦ આરંભ : સુરેન્દ્રો જેની આજ્ઞાને સેવે છે, તેવા અાપહત જ્ઞાનવયની, સિદ્ધાર્થ નરેન્દ્રના નંદન અને અર્થસિદ્ધ જિન જય-વિજય પામે છે. સર્વ ાનુયોગ સિદ્ધ-વૃદ્ધ-મહિમાદ્ધ-પ્રવચન સુવર્ણ નિકક્ષ શ્રી ગંઘહસ્તિ સૂરિને અમે નમસ્કાર કરીએ છીએ. મલયરાજિ જિનાગમ રહસ્ય-નિવર્ની જે વૃત્તિ, સંશયરૂપ તાપ દૂર કરે છે. તે મલયગિરિજી જય પામે છે. શ્રીમદ્ વિજય દાન ગુર* * * સિદ્ધાંતના ધારણ કરવાથી પ્રાપ્ત દીપ્તિ, દુષમ આરા જનિત ભરતભૂમિગત સાંઘકારનો નાશ કરે છે. * * * રાનમય દીપ - X • સ્વપદને દીપ્ત કd - x - શ્રી વિજય હીંસૂરિજી વિજયને માટે થાઓ. જેના પ્રભાવથી - x " મને વાણીરસ થયો, તેવા સકલચંદ્ર નાયક જય પામો. - X - જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની આ - x - વૃત્તિ રચી છે. વિકટભવ અટવીના પર્યટનથી પ્રાપ્ત શારીરાદિ અનેક દુઃખથી આર્તિત દેહી, કામ નિર્જરા યોગથી થયેલ કર્મમલની લઘુતાથી જનિત સકલકર્માય લક્ષણ પરમપદની આકાંક્ષા કરે છે. તે પરમપુરુષાર્થcથી સમ્યગૃજ્ઞાનાદિ રનમય ગોચર પરમ પુરપાકાર ઉપાર્જનીય છે, તે ઈષ્ટ સાધનપણે જાતિય જ્ઞાનજન્ય છે આપ્ત દેશ મૂલક છે, પરમ કેવલથી આલોકિત લોક વડે, નિકારણ પરોપકાર પ્રવૃત્તિને અનુભવતા તીર્થકૃત નામ કમ પુરુષ તે આપ્ત. તેમના ઉપદેશને ગણધર-સ્થવિરાદિ વડે અંગ-ઉપાંગ આદિ શાસ્ત્રોમાં પ્રાંચિત છે. તેમાં બાર અંગો, અંગના એકદેશરૂપ પ્રાયઃ પ્રત્યંગ એકૈકના ભાવથી તેના ઉપાંગો છે. તેમાં આચારાંગાદિ અંગો પ્રતીત છે. તેના ઉપાંગો ક્રમથી આ છે – ૧. આચારાંગનું ઉવવાઈ, ૨. સૂત્રકૃતાંગનું સજપનીય, 3. સ્થાનાંગનું જીવાભિગમ, ૪. સમવાયાંગનું પ્રજ્ઞાપના, ૫. ભગવતીનું સૂર્યપ્રજ્ઞપ્તિ, ૬. જ્ઞાતાધર્મકથાંગની. જંબૂદ્વીપ પ્રાપ્તિ, ૩. ઉપાસક દશાંગની ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૩. અંતકૃત દશાથી દષ્ટિવાદ સુધી પાંચ અંગોની નિરયાવલિકા શ્રુતસ્કંધગત કલિકાદિ પાંચ ઉપાંગો. * * * * • અહીં ઉપાંગાદિ ક્રમમાં સામાચારી આદિથી કંઈક ભેદો પણ છે. અંગોમાં પહેલાં બેની વૃત્તિ શીલાંકાચાર્યની છે. બાકીના નવ અંગો અભયદેવ સૂરિ વડે વિવૃત્ત છે. દષ્ટિવાદ વીરનિર્વાણ પછી હજાર વર્ષ વિચ્છેદ થતાં તેનું વિવરણ નથી. ઉપાંગોમાં પહેલા ઉપાંગની વૃત્તિ અભયદેવસૂરિકૃ છે, સજuપ્નીયાદિ છ આ ઉપાંગની વૃદ્ધિ અને અન્યાન્ય વૃત્તિ રચાયાનો ઉલ્લેખ અવશ્ય મળે છે, પણ ઉપલબ્ધ ટીકા શ્રી શાંતિચંદ્ર ગણિની છે, જેમાં શ્રી હીરવિજયજી કૃત વૃત્તિના ઘણાં અંશો પણ છે, તે જ અમારા આ સટીક અનુવાદનો આધાર છે. સાત વક્ષસ્કારો (અધ્યયન] વાળા આ આગમને અમે ત્રણ ભાગમાં ગોઠવેલ છે. પહેલા ભાગમાં બે વક્ષસ્કાર, બીજામાં બે વક્ષસ્કાર અને બીજામાં ત્રણ વક્ષસ્કાર ગોઠવેલ છે, જેમાં આ પહેલા ભાગમાં વક્ષસ્કાર એક અને બેનો અનુવાદ કર્યો છે. પદાર્થોના સંબંધથી ક્યાંક કંઈક ઉમેર્યું પણ છે, ન્યાય-વ્યાકરણાદિ કેટલીક વસ્તુને છોડી પણ દીધેલ છે, માટે જ અમે અનુવાદને “ટીકાનુસારી વિવેચન' નામે ઓળખાવીએ છીએ. 2િ5/2]
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy