SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 36/--/20 રાપ * વિવેચન-૬૨૦ : તે કેવલી દંડ, કપાટ વગેરેના ક્રમે સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો સિદ્ધ થાય - કૃતાર્થ થાય. સિદ્ધ થવાનો હોય તો પણ વ્યવહારથી સિદ્ધ કહેવાય, માટે કહે છે - કેવળજ્ઞાન વડે જાણે કે હું નિશ્ચયથી સર્વ કર્મના ક્ષયથી કૃતાર્થ થઈશ ? તેથી કહે છે - સમસ્ત પ્રકારે શાંત થાય છે, નિર્વાણ પામે છે ? એ બાબતને પર્યાય શબ્દ વડે સ્પષ્ટ કરે છે - સર્વ દુઃખોનો અંત કરે ? ગૌતમી એ અર્થ સમર્થ નથી કે સમુદ્ઘાત પ્રાપ્ત થયેલો યાવત્ સર્વ દુઃખોનો અંત કરે. કેમકે હજી તેમણે યોગ નિરોધ કર્યો નથી. સયોગીની આગળ કહેવાનાર ચુક્તિ વડે સિદ્ધિ થતી નથી. તેથી શું કરે છે ? તે કહે છે - પ્રસ્તુત સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો સમુદ્ઘાતથી નિવૃત થાય છે અને નિવૃત થઈને ત્યારપછી મનોયોગ-વચનયોગ-કાયયોગનો વ્યાપાર કરે છે. કારણ કે ભગવન નામ, ગોત્ર, વેદનીયસ્પ કર્મ ઘણાં હોય ત્યારે અચિંત્યા પ્રભાવવાળા સમુદ્ધાતના વશથી આયુના સમાન કર્યા પછી તમુહૂર્તમાં મોક્ષ પામવાના હોવાથી તે કાળે જો અનુત્તરૌપપાતિકાદિ દેવ મનથી પૂછે તો ઉત્તર આપવા માટે મનના પુદ્ગલો ગ્રહણ કરી મનોયોગનો વ્યાપાર કરે છે. તે પણ સત્ય કે અસત્યામૃષારૂપ મનનો વ્યાપાર કરે છે. મનુષ્યાદિકે પૂછ્યું હોય કે ન પૂછ્યું હોય તો કાર્યવશથી વચનયોગના પુગલો ગ્રહણ કરી વચનયોગનો વ્યાપાર કરે છે અને તે સત્ય કે અસત્યામૃષારૂપ વચનયોગનો વ્યાપાર કરે છે, બાકીના વચન અને મનોયોગનો વ્યાપાર કરતાં નથી, કેમકે તેના સગાદિ ક્ષીણ થયા છે. ગમનાગમન આદિમાં ઔદારિક કાયયોગનો વ્યાપાર કરે છે. તે આ પ્રમાણ - ભગવનું કાર્ય નિમિતે કોઈ સ્થાનથી વિવક્ષિત સ્થાને આવે, અથવા ક્યાંય જાય, અથવા ઉભા રહે કે બેસે, તેવા પ્રકારના શ્રમ દૂર કરવા માટે આબોટે અથવા વિવક્ષિત સ્થાને તેવા પ્રકારના આવી પડતાં જીવો વડે વ્યાપ્ત ભૂમિને જોઈને તેનો ત્યાગ કરવા માટે, પ્રાણી રક્ષા નિમિતે ઉલ્લંઘન અથવા પ્રલંઘન કરે. તેમાં સ્વાભાવિક પાદ વિક્ષેપ-પગલાં ભરવા, ગમન કરવા કરતાં કંઈક અધિક ગમન કરવું તે ઉલ્લંઘન, તેથી વધારે મોટાં પગલાં ભરવા તે પ્રલંઘન. અથવા પાસે રહેલાં પીઠ-આસન, લક-પાટીયા, શય્યા-વસતિ, સંથારો પાછા આપે એટલે જેની પાસેથી લાવેલા હોય તેને પાછા સોંપે. અહીં ભગવંત આર્ય શ્યામાચાયૅ પાસે રહેલા આસન, કલકાદિ પાછા આપવાનું જ કહ્યું છે, તેથી જણાય છે કે અવશ્ય અંતર્મુહd આયુ બાકી હોય ત્યારે જ વર્જીકરણાદિ કરે છે, પણ વધારે આયુર્ણ બાકી હોય તયારે કરતો નથી. જો એમ ન હોય તો તેને ગ્રહણ કરવાનો પણ સંભવ હોવાથી ગ્રહણ પણ કરવા પડે. એ કથન વડે કોઈ આચાર્યો કહે છે - જઘન્યથી તમુહd બાકી હોય ત્યારે અને ઉત્કૃષ્ટ છ માસ બાકી હોય ત્યારે સમુદ્યાત કરે છે. તેનું ખંડન જાણવું. 216 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કેમકે છ માસમાં વચ્ચે વર્ષાકાળનો પણ સંભવ હોવાથી તે નિમિતે આસન ફલકાદિનું ગ્રહણ પણ સંભવે. પરંતુ તે સૂત્રને સંમત નથી, માટે તે પ્રરૂપણા ઉત્સુણ જાણવી. વળી આવશ્યકમાં પણ સમુદ્ધાત કર્યા પછી તુરંત શૈલેશી કથનથી એ ઉલૂણ પ્રરૂપણા જાણવી. તે સૂત્ર આ પ્રમાણે છે - દંડ, કપાટ, મંથન, આંતર પૂરવા, સંહરણ, શરીરસ્થ, વચનયોગનિરોધ, શૈલેશી અને સિદ્ધ અનુક્રમે જાણવા. જો ઉત્કર્ષથી છ માસનું અંતર પડે તો તે પણ કહે, પણ કહ્યું નથી, માટે તે અયુક્ત છે. તે પ્રમાણે ભાગકાર કહે છે - કર્મ ઓછા કરવા નિમિત્તે શેષ અંતર્મુહૂર્તનો કાળ જાણવો. બીજા આચાર્યો અને જઘન્ય કાળ કહે છે અને છ માસનો ઉત્કૃષ્ટ કાળ માન છે. કેમકે પછી તુરંત શૈલેશીનું કથન હોવાથી અને પાસે રહેલા પીઠ-ફલક આદિનું પાછું આપવાનું જ સૂત્રમાં કહ્યું છે. અન્યથા તેને ગ્રહણ કરવાનું પણ હોય. અહીં એ પ્રમાણે અંતર્મહd સુધી યશાસંભવ ગણ યોગના વ્યાપાવાળા કેવળી થઈને ત્યારપછી અત્યંત સ્થિરતારૂપ, લેણ્ય રહિત અને પમ નિર્જરાનું કારણ ધ્યાનને અંગીકાર કરવાની ઈચ્છાવાળા યોગનો વિરોધ કરવા માટે પ્રારંભ કરે છે કારણ કે યોગ હોય ત્યારે ઉકત સ્વરૂપવાળા ધ્યાનનો અસંભવ છે. તે આ પ્રમાણે - યોગનો પરિણામ તે લેશ્યા કારણ કે યોગના અન્વય અને વ્યતિરેકને અનુસરે છે. તેથી જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી લેશ્યા અવશ્ય હોય છે. તેથી લેશ્યારહિત ધ્યાનનો સંભવ નથી. વળી જ્યાં સુધી યોગ છે, ત્યાં સુધી કર્મબંધ પણ છે. કારણ કે યોગથી પ્રકૃતિ અને પ્રદેશ બંધ કરે છે તથા સ્થિતિ અને અનુભાગ બંધ કપાયથી કરે છે . એવું શાસ્ત્રવચન છે. કેવળ તે કર્મબંધ મગ યોગ નિમિતક હોવાથી બે સમયનો છે તે આ પ્રમાણે - પ્રથમ સમયે કર્મબંધાય છે. બીજા સમયે વેદાય છે અને બીજા સમયે તે કર્મ અકર્મરૂપે થાય છે, તેમાં જે કે બે સમયની સ્થિતિવાળા કર્મ કરાય છે અને પૂર્વ પૂર્વના કર્મ નાશ પામે છે, તો પણ સમયે સમયે નિરંતર કમ ગ્રહણ કરવામાં આવે તો મોક્ષ ન થાય અને અવશ્ય મોક્ષમાં જવાનું છે, તે માટે તે યોગ નિરોધ કરે છે. કહ્યું છે કે- તે લેશ્યાનો વિરોધ કરવા ઈચ્છતા અને યોગ નિમિતે સમય સ્થિતિના બંધને રોકવાને ઈચ્છતા યોગનિરોધ કરે છે સમયે સમયે કર્મ ગ્રહણ કરવામાં આવે તો કર્મ પ્રવાહને લીધે મોક્ષ ન થાય. જો કે સ્થિતિના ક્ષયથી પૂર્વ કર્મ મૂકાય છે અને કર્મરહિતનું યોગદ્રવ્ય વડે વીર્ય હોતું નથી, પણ યોગના અવસ્થાન વડે સમય સ્થિતિનો બંધ થાય છે. બંધની સમય મગની સ્થિતિ બંધના સમયને છોડીને જાણવી, ભાષ્ય પણ આ પૂર્વોક્ત સર્વ પ્રમેય અને પુષ્ટ કરે છે. તે પ્રમાણે તેનો આ ગ્રન્ય છે - સમુદ્ઘાતથી નિવૃત્ત થઈ જિન ત્રણે યોગનો વ્યાપાર કરે છે, સત્ય, અસત્યામૃષા મનોયોગ, વચનયોગ અને ગમનદિતમાં ઔદારિકાદિ કાયયોગનો વ્યાપાર કરે છે
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy