SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ 214 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (20) 36/-I-I615 થી 619 213 ખંડન કર્યું છે, એમ સમજવું. કેમકે જ્ઞાન એ આત્માનો નિરપયરિત સ્વભાવ છે, તેથી તેનો વિનાશ થતો નથી. અન્યથા આત્માનો જ અભાવ થાય. * * * નિન * જેણે રાગાદિ શત્રુ જિત્યા છે એવા. આ કથન વડે ગોશાલકના મતનું ખંડન કર્યું. કેમકે તેમના મતે મુક્તિપદને પામેલ હોવા છતાં પણ તેને વાસ્તવિક રીતે વીતરાગ માનતા નથી. કેમકે મુકિતપદને પામેલ છતાં પણ તીર્થનો તિરસ્કાર થતો જોઈને અહીં આવે છે - એવું તેમનું કથન છે. પણ વીતરાગનું પરાભવ બુદ્ધિથી અહીં આવવું અસંભવ છે. વળી કેવા છે ? જરા અને મરણથી રહિત, ઉપલક્ષણ વડે સમસ્ત રોગ અને શોકાદિ સાંસારિક કલેશોથી મુક્ત જાણવા. એના વડે એકાંતથી મોક્ષસુખનું ઉપાદેયપણું કહે છે, કેમકે અન્યને એવા પ્રકારના સ્વરૂપવાળા સ્થાનનો સંભવ છે. સંસારમાં શ્રેષ્ઠ સુખને પ્રાપ્ત થયેલું હોય તો પણ એવા પ્રકારનું સ્થાન નથી. કેમકે સર્વ વસ્તુનો છેવટે વિનાશ છે. દ્ધિ - સર્વકર્મના ક્ષય વડે આત્માનું સ્વરૂપમાં અવસ્થાન, એવી ઉત્તમ ગતિને - સિદ્ધિને પ્રાપ્ત થયેલા છે. હવે સર્વ કેવલી સમુઠ્ઠાતને પ્રાપ્ત થતાં પ્રથમ આવર્જીકરણ કરે છે. તે પ્રમાણે કેવલી સમુઠ્ઠાતની પ્રક્રિયા કહેવા ભાષ્યકાર સમુઠ્ઠાત શબ્દનું વ્યાખ્યાન કરે છે - તેમાં આયુના અંશથી અધિક કર્મનો ઘાત કરવો તે સમુદ્ગાત. તેને પામવાની ઈચ્છાવાળા કેવલી પૂર્વે આવર્જીકરણ કરે છે. આવર્જીકરણ એટલે - આત્માને મોક્ષની અભિમુખ કરવો, મોક્ષ પ્રત્યે જોડવો. અથવા જે વડે મોક્ષ અભિમુખ કરાય તે સાવન - શુભ મન-વચન-કાયાનો વ્યાપાર વિશેષ. કહ્યું છે કે વર્નન - ઉપયોગ કે વ્યાપાર, તેથી બંને સ્થાને પૂર્વે ન હોય તેનું કરવું એ વિવક્ષામાં આવíકરણ કહેવાય છે. બીજા આચાર્યો આવર્જિતકરણ એવો શબ્દ કહે છે. તેના શબ્દાર્થ-સન્મુખ કરાયેલ. લોકમાં એમ બોલાય છે . મેં તેને સન્મુખ કરેલો છે. તથા ભવ્યત્વ વડે આવર્જિત-મોક્ષ સમુખ કરાયેલા આત્માનું કરણ-શુભયોગનો વ્યાપાર છે. બીજા આચાર્યો કહે છે - આયોજિકાકરણ. અન્વયાર્થ આ પ્રમાણે છે - મ - અવશ્યપણે કરવું તે આવશ્યકકરણ. જેમકે કેટલાંક કેવલી સમુઠ્ઠાત કરે અને કેટલાંક ન કરે, પરંતુ આ આવશ્યક કરણ તો બધાં કેવલી કરે છે. ધે આવર્જીકરણના કાળનું પ્રમાણ બતાવવા માટે સૂર કહે છે - ભગવ ! આવર્જીકરણ કેટલાં સમય પ્રમાણે છે ? ઈત્યાદિ સુગમ છે. આવર્જીકરણ કર્યા પછી તુરંત કેવલી સમુદ્ધાતનો આરંભ કરે છે - તે કેટલાં સમયનો છે ? એ આશંકામાં તેના સમયનું નિરૂપણ કરવા માટે કહે છે - કેવલી સમુઠ્ઠાત કેટલા સમયનો છે ? ઈત્યાદિ સુગમ છે. તેમાં જે સમયે જે કરે છે, તે બતાવે છે - પહેલાં સમયે ઈત્યાદિ સુગમ છે. કેમકે પૂર્વે તેની વ્યાખ્યા કરેલી છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે - જેમ આદિના ચાર સમયોમાં અનુક્રમે આત્મપદેશોનો વિસ્તાર થાય છે, તેમ ઉલટા ક્રમ (PROOF-1) iblAdhayan-40\Book-40B વડે સંહરણ થાય છે. અન્યત્ર પણ કહ્યું છે - પ્રથમ સમયે ઉર્ધ્વ અને અધો લોકાંત સુધી જવા વાળો સ્વદેહ પ્રમાણ વિસ્તારવાળો દંડ કરે છે, બીજા સમયે કપાટ કરે છે, ત્રીજા સમયે મંચાન કરે છે, ચોથા સમયે લોકને વ્યાપ્ત કરે છે. પછી ઉલટા ક્રમે સંહરણ કરી શરીરમાં સ્થિત થાય છે. આ સમુઠ્ઠાત કરવામાં જે યોગની પ્રવૃત્તિ થાય છે તેને સૂત્રકાર કહે છે - સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો શું મનોયોગનો વ્યાપાર કરે ? ઈત્યાદિ. તેમાં તે મનોયોગ અને વચનયોગનો વ્યાપાર કરતો નથી. કેમકે તેનું પ્રયોજન નથી, તે સંબંધે શ્રી હરિભદ્રસૂરિજી કહે છે - તે વખતે પ્રયોજનાભાવે મન, વચનનો વ્યાપાર કરતો નથી. કાયયોગનો વ્યાપાર કરતો ઔદાકિ - ઔદારિક મિશ્ર અને કાર્પણ કાયયોગનો વ્યાપાર કરે છે, શેષ કાયયોગનો વ્યાપાર કરતો નથી. કેમકે લબ્ધિનો ઉપયોગ ના કરતો હોવાથી બાકીના કાયયો ન સંભવે. તેમાં પહેલા અને આઠમાં સમયે કેવળ ઔદારિક શરીરનો જ વ્યાપાર કરે છે માટે ઔદારિક કાયયોગ છે. બીજા-છઠા-સાતમા સમયે દારિક અને કાર્પણ શરીરનો વ્યાપાર છે, માટે ઔદારિક મિશ્ર કાયયોગ છે. બીજા, ચોથા, પાંચમાં સમયે કેવળ કામણ શરીરના વ્યાપારવાળો છે, માટે કાર્મણકાય યોગ છે. એ સંબંધે ભાણકાર કહે છે - વિશે સમુઠ્ઠાત પ્રાપ્ત થયેલો મન, વચન યોગનો વ્યાપાર કરતો નથી. પણ પહેલાં અને આઠમાં સમયે ઔદારિક કાર યોગનો વ્યાપાર કરે છે વગેરે. * સૂત્ર-૬૨૦ - ભગવનું છે તે પ્રમાણે સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય, નિવસિ પામે અને સર્વ દુઃખોનો અંત કરે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. તે સમુઘાતથી નિવૃત્ત થાય છે, નિવૃત્ત થઈને પછી મનોયોગનો પણ વ્યાપાર કરે, વચન યોગનો પણ વ્યાપાર કરે, કાયયોગનો પણ વ્યાપાર કરે છે. મનોયોગનો વ્યાપાર કરતો શું સત્ય મનોયોગનો વ્યાપાર કરે, મૃષા મનોયોગનો, સત્યમૃણ મનોયોગનો કે અસત્યામૃષા મનોયોગનો વ્યાપાર કરે ? વચનયોગનો વ્યાપાર કરતો શું સત્ય વચનયોગનો વ્યાપાર કરે, મૃષા વચનયોગનો, સત્યમૃM વચનયોગનો, અસત્યામૃષા વચન યોગનો વ્યાપાર કરે? હે ગૌતમ! સત્ય મનોયોગ અને અસત્યામૃષા મનોયોગનો વ્યાપાર કરે પણ મૃપા મનોયોગ અને સત્યમૃપા મનોયોગનો વ્યાપ ન કરે, એ રીતે જ સત્ય વચનયોગ અને અસત્યામૃષા વચનયોગનો વ્યાપાર કરે પણ મૃષા વચનયોગ અને સત્યમૃષા વચનયોગનો વ્યાપાર ન કરે કાયયોગનો વ્યાપાર કરતો આવે, જાય, ઉભો રહે, બેરો, આબોટે, ઉલ્લંઘન કરે, પ્રલંઘન કરે, પ્રતિહાસિક, પીઠ, ફલક, શસ્યા, સંથારો પાછા આપે. E:\Maharaj
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy