SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૨/૧/૩૯૯ પુરુષાંતકૃત્ હોય તો ત્યાં સ્થાનાદિ કરે. તે સાધુ કે સાધ્વી જાણે કે ગૃહસ્થ સાધુ નિમિત્તે બાજોઠ, પાટિયું, નિસરણી કે ખાંડણિયો એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે તો તેવા ૧૬૫ પ્રકારનો ઉપાશ્રય યાવત્ પુરુષાંતરકૃત્ હોય તો ત્યાં સ્થાનાદિ ન કરે, પુરુષાંતસ્કૃત્ હોય તો યાવત્ સાધુ તેમાં સ્થાનાદિ કરે. • વિવેચન : તે ભિક્ષુ એવો ઉપાશ્રય જાણે કે તે ગૃહસ્થે સાધુ નિમિત્તે નાના દ્વારનું મોટું દ્વાર કરેલ છે, તેવા મકાનમાં ગૃહસ્થાદિ બીજું કોઈ ન વાપરે ત્યાં સુધી સાધુ તે સ્થાન ન વાપરે, પુરુષાંતત્ - આસેવિત હોય તો સાધુ તે ઉપાશ્રય વાપરે. આ બંને સૂત્રોમાં ઉત્તરગુણ કહ્યા છે. તે દોષથી દુષ્ટ હોવા છતાં બીજા પુરુષે સ્વીકાર્યા પછી કલ્પે, પણ મૂળગુણથી દુષ્ટ હોય તો પુરુષાંતરકૃત્ હોવા છતાં ન કો. મૂળગુણ દોષ આ છે - પીઠનો વાંસડો, બે ધારણ કરનારા તથા ચાર મૂળ વેલીઓ હોય એ રીતે સાધુ નિમિત્તે તૈયાર કરેલ વસતિ મૂલગુણ દુષ્ટા જાણવી. તે ભિક્ષુ જો એવો ઉપાશ્રય જાણે કે ગૃહસ્થે સાધુ નિમિત્તે પાણીથી જન્મેલ કંદાદિ બીજે સ્થાને લઈ જાય છે કે બહાર ઢગલો કરે છે, તેવા મકાનમાં બીજા કોઈ આવીને ન રહે, ત્યાં સુધી સાધુ સ્નાનાદિ ન કરે. પુરુષાંતસ્કૃત્ થયા પછી કરે. આ પ્રમાણે અચિત્ત-નિઃસારણ સૂત્ર પણ જાણવું કેમકે તેમાં પણ ત્રસાદિ વિરાધના થવા સંભવ છે. • સૂત્ર-૪૦૦ઃ તે સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય થંભ, માંચડા, માળ, પ્રાસાદ, મંજીલ કે પ્રાસાદ તલ ઉપર અથવા કોઈ ઉંચા સ્થાને બનાવેલ છે તો અત્યંત ગાઢ કારણ વિના તે સ્થાને વાસ ન કરે, કદાચ ત્યાં રહેવું પડે તો ત્યાં પ્રાસુક શીતલ જળથી હાથ, પગ, આંખ, દાંત કે મુખ એક વખત કે વારંવાર સાફ ન કરે તથા મળ, મૂત્ર, કફ, લીંટ, ઉલટી, પીત, પરુ, લોહી કે શરીરના અન્ય ભાગેથી નીકળતી અશુચિનો ત્યાગ ન કરે. કેમકે કેવલી ભગવંતે તેને કર્મબંધનું કારણ કહ્યું છે. વળી સંભવ છે કે ઉપરથી ફેંકવા જતાં સાધુ લપરો કે પડે. લપસવા કે પડવાથી તેના હાથ યાવત્ મસ્તક કે શરીરનો અન્ય કોઈ ભાગ તૂટી જાય. તેમજ ત્યાં રહેલા પ્રાણિ આદિની હિંસા થાય યાવત્ મૃત્યુ થાય. સાધુની પૂર્વોપર્દિષ્ટ પ્રતિજ્ઞા છે કે તેવા પ્રકારના ઉંચા ઉપાશ્રયમાં સ્થાન, શયન, સ્વાધ્યાયાદિ ન કરવા. • વિવેચન : તે ભિક્ષુ જો એવા પ્રકારનો ઉપાશ્રય જાણે કે જે એક સ્તંભ પર હોય, માંચડા કે માળા પર હોય, બીજે મજલે હોય, ભોંયરાવાળું મકાન હોય, આ કે આવા પ્રકારના ઉપાશ્રયમાં સ્થાનાદિ ન કરે, પણ જો એવું કોઈ પ્રયોજન હોય તો ત્યાં રહેવું પડે - તે માટે શું કરે ? તે કહે છે– ન આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ત્યાં ઠંડા પાણી વગેરેથી હાય આદિ ન ધોવે, ત્યાંથી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. કેવલી ભગવંત કહે છે કે, આત્મ અને સંયમ વિરાધનાથી તે કર્મબંધનું કારણ છે. તે ત્યાં મળમૂત્રાદિ ત્યાગ કરતો પડી જાય, પડતાં શરીરના કોઈ અવયવ કે ઇન્દ્રિય વિનાશ પામે છે તથા બીજા પ્રાણીને પીડા કે જીવની હાનિ થાય છે, ભિક્ષુની પૂર્વોપર્દિષ્ટ આ પ્રતિજ્ઞા છે કે તેવા ઉંચા ઉપાશ્રયમાં સ્થાન આદિ ન કરે. - પણ - ૧૬૬ - સૂત્ર-૪૦૧ : તે સાધુ કે સાધ્વી એમ જાણે કે આ ઉપાશ્રય સ્ત્રીઓ, બાળકો, ક્ષુદ્ર પશુપ્રાણીથી યુક્ત છે, પશુઓના ભોજન પાણીથી યુક્ત છે, તો આવા ગૃહસ્થ સંસર્ગવાળા મકાનમાં સ્થાન, શયન, સ્વાધ્યાય ન કરે. એમ કરતા કર્મબંધન થાય છે; ગૃહસ્થ સંસર્ગવાળી વસતિમાં સાધુને અલસગ, વિશૂચિકા, વમન કે બીજી કોઈ વ્યાધિ થાય કે તેવા કોઈ દુઃખ કે રોગાતંક ઉત્પન્ન થાય ત્યારે ગૃહસ્થ કરૂણાથી પ્રેરાઈને તે સાધુના શરીર પર તેલ, ઘી, માખણ કે ચરબીથી માલિશ કે મર્દન કરશે, સ્નાન કરાવશે, કલ્ક-લોઘ-વર્ણ-ચૂર્ણ કે પદ્મ આદિથી ઘસી-ઘસીને માલિશ કરશે, મસળશે-મર્દન કરશે. ઠંડા કે ગરમ પાણીથી પ્રક્ષાલન કરશે, નાન કરાવશે, સિંચશે; લાકડાં પરસ્પર ઘસી અગ્નિ પ્રગટાવશે - પ્રજવલિત કરશે, આગ જલાવીને શરીરને સેકશે-તપાવશે. તેથી સાધુનો પૂર્વોપર્દિષ્ટ આચાર છે કે તેવા પ્રકારના ગૃહસ્થયુકત ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી સ્થાન, શય્યા, સ્વાધ્યાયાદિ ન કરે. • વિવેચન : તે ભિક્ષુ વળી એવો ઉપાશ્રય જાણે કે જ્યાં સ્ત્રીઓ રહે છે તથા ત્યાં બાળકો રહે છે અથવા તે વસતિ સિંહ, કૂતરા, બિલાડા આદિ ક્ષુદ્ર પ્રાણી યુક્ત છે અથવા પશુ અને ભોજન-પાણી છે કે પશુના ભોજન-પાન ત્યાં રખાય છે, આવા ગૃહસ્થ આકુલ ઉપાશ્રયમાં સ્નાનાદિ ન કરે. તેમાં આ દોષો છે - કર્મોનું ઉપાદાન થાય છે. કેમકે ભિક્ષ ગૃહપતિના કુટુંબ સાથે વસતા ત્યાં ભોજનાદિ ક્રિયા નિઃશંક ન થાય, કોઈ વખત વ્યાધિ વિશેષ થાય તે દર્શાવે છે - હાથ-પગ આદિ સ્તંભન, લકવા, વિશૂચિકા, છર્દી આદિ વ્યાધિ તે સાધુને થાય, બીજા તાવ, પ્રાણ હરે તેવા શૂળ આદિ રોગ ઉત્પન્ન થાય; તેને તેવા રોગથી પીડાતા જોઈને ગૃહસ્થ કરુણા કે ભક્તિથી તે ભિક્ષુના શરીરને તેલ આદિથી અન્ચંગન કે મર્દન કરે. સુગંધી દ્રવ્યથી સ્નાન કરાવે, કર્ણ-લોઘ-વર્ણક-ચૂર્ણ-પાક આદિ દ્રવ્ય વડે થોડું થોડું ઘસે, ચોળીને તેનું ઉદ્ધર્તન કરે. પછી ઠંડા કે ઉના પાણીથી થોડું સ્નાન કરાવે કે વારંવાર સ્નાન કરાવી માથાને જલથી સિંચે, લાકડાથી લાકડા ઘસીને અગ્નિને બાળે, ભડકા કરે. તેમ કરીને સાધુની કાયાને એક કે અનેક વખત તપાવે. સાધુને પૂર્વોપર્દિષ્ટ પ્રતિજ્ઞા છે કે આવા પ્રકારના ગૃહસ્થયુક્ત ઉપાશ્રયમાં સ્થાન, શય્યા કે સ્વાધ્યાય ન કરે. • સૂત્ર-૪૦૨ - ગૃહસ્થના સંસર્ગવાળા મકાનમાં રહેવું તે સાધુ માટે કર્મબંધનું કારણ છે,
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy