SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૨/ભૂમિકા ૧૬૩ [નિ.૩૦૬] તેમાં પહેલા ઉદ્દેશામાં વસતિના ઉદ્ગમ દોષો આધાકદિ છે તથા ગૃહસ્થાદિ સંસર્ગથી અપાયો ચિંતવેલા છે. બીજા ઉદ્દેશામાં શૌચવાદિ બહુ પ્રકારના દોષો તથા શય્યા ત્યાગ બતાવ્યો છે એ આ અધિકાર છે. [નિ.૩૦૭] ત્રીજા ઉદ્દેશામાં ઉદ્ગમાદિ દોષ ત્યાગી સાધુને જે છલના થાય તે દૂર કરવા પ્રયત્ન કરવો. તથા સ્વાધ્યાયને અનુકૂળ સમ-વિષમ આદિ ઉપાશ્રયમાં નિર્જરાર્થી સાધુઓએ રહેવું તે અધિકાર છે. ચૂલિકા-૧, અધ્યયન-૨ “શઐષણા', ઉદ્દેશો-૧ 0 નિર્યુક્તિ અનુગમ કહ્યો. હવે સૂત્રાનુગમે સૂત્ર કહેવું જોઈએ– • સૂત્ર-૩૮ : તે સાધુ કે સાધ્વી ઉપાશ્રયની વૈષણા કરવા ઇચ્છે તો ગામ યાવત્ રાજધાનીમાં પ્રવેશીને તે જાણે કે આ ઉપાશ્રય ઠંડા યાવત્ જાળાથી યુક્ત છે, તો તેવા પ્રકારના ઉપાશ્રયમાં સ્થાન, શય્યા કે સ્વાધ્યાય ન કરે. પણ જે ઉપાયને ઇંડા વત્ જાળાથી રહિત જાણે તે પ્રકારના ઉપાશ્રયનું સારી રીતે પડિલેહણ-માર્જન કરી ત્યાં સ્થાન, શય્યા કે સ્વાધ્યાય કરે. સાધુ-સાધ્વી એવા ઉપાશ્રયને જાણે કે કોઈ એક સાધુના નિમિત્તે ગૃહસ્થે પ્રાણી-ભૂત-જીત-સત્વોનો સમારંભ કરી બનાવેલ છે, ખરીદેલ છે, ઉધાર લીધેલ છે, છિનવેલ છે, અનિસૃષ્ટ છે, અભિત છે - ૪ - આ પ્રકારનો ઉપાશ્રય પુરુષાંતર ધૃત્ હોય કે અપુરુષતકૃત્ યાવત્ તે અનાસેવિત હોય તો ત્યાં સ્થાન, શમ્યા કે સ્વાધ્યાય ન કરે. એ જ રીતે ઘણા સાધુ, એક સાધ્વી, ઘણા સાધ્વી [એવા ત્રણ આલાપકો જાણવા. આ ત્રણેમાં સાધુ સ્થાન, શય્યા કે સ્વાધ્યાય ન કરે.] તે સાધુ કે સાધ્વી ઉપાશ્રય વિશે જાણે કે તે ઘણાં શ્રમણ, વનીપક આદિને ગણી-ગણીને તેઓના નિમિત્તે બનાવેલ છે ઇત્યાદિ પૂર્વ આલાપક મુજબ જાણવું યાવત્ સ્વાધ્યાયાદિ ન કરે. તે સાધુ કે સાધ્વી એમ જાણે કે આ ઉપાશ્રય ઘણાં શ્રમણાદિને ઉદ્દેશીને પ્રાણી આદિ હિંસા કરીને બનાવેલ છે તે પ્રકારનો ઉપાશ્રય અપુરુષાંતર કૃત્ યાવત્ અનાસેવિત છે, તો ત્યાં સ્થાન, શય્યા કે સ્વાધ્યાય ન કરે. પરંતુ જો તે પુરુષાંતર ધૃત્ છે એમ જાણે યાવત્ આસવિત હોય તો તેનું પ્રતિલેખન પ્રમાર્જન કરી ઉપયોગમાં લે. તે સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય ગૃહસ્થે સાધુના નિમિત્તે બનાવેલ છે, કાષ્ઠાદિ લગાવી સંસ્કારેલ છે, વાંસ આદિથી બાંધેલ છે. આચ્છાદિત કરેલ છે, લીધેલ છે, સંવારેલ-ઘરોલ-ચીકણો કરેલ છે, સુવાસિત કર્યો છે, તેવા પ્રકારનો ઉપાશ્રય અપુરુષતકૃત્ યાવત્ અનાસેવિત હોય તો ત્યાં સ્થાન, ૧૬૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ શય્યા, રવાધ્યાયાદિ ન કરે. પણ જો તે પુરુષ ંતવ્ યાવત્ આવિત હોય તો પ્રતિલેખના કરી ઉપયોગ કરે. • વિવેચન : પૂર્ણિમાં અર્થમાં ક્યાંક ક્યાંક વિશેષતા જોવા મળી છે, કેટલાંક શબ્દોની નિશીય ચૂર્ણિ, બૃહત્ કલ્પસૂત્ર વૃત્તિમાં પણ વ્યાખ્યા જોવા મળે છે. તે ભિક્ષુ વસતિ શોધવાને ઇચ્છે તો ગામાદિમાં પ્રવેશે, પ્રવેશીને સાધુ યોગ્ય વસતિ શોધે. ત્યાં જો ઇંડાદિ યુક્ત ઉપાશ્રય જાણે તો ત્યાં વાસ વગેરે ન કરે તે બતાવે છે - અર્થ સુગમ છે. વિશેષ એ કે - સ્થાન એટલે કાયોત્સર્ગ, શય્યા-સંથારો, નિષીધિકા-સ્વાધ્યાય ભૂમિ - ન કરે તેનાથી વિપરીત હોય તો પડિલેહણ કરી સ્થાનાદિ કરે. હવે ઉપાશ્રય સંબંધી ઉદ્ગમ વગેરે દોષો બતાવે છે - તે ભિક્ષુ એમ જાણે કે - કોઈ શ્રાવકે પ્રાણીહિંસા કરીને સાધુને ઉદ્દેશીને આ ઉપાશ્રય કરાવેલ છે, તે દર્શાવે છે - અર્હત્ પ્રણિત ધર્માનુષ્ઠાયી એક સાધુને આશ્રીને પ્રાણી સમારંભથી કરેલ છે, સાધુને ઉદ્દેશીને વેચાતો લીધેલ છે કોઈ પાસેથી ઉછીનો લીધો છે, નોકર પાસેથી બળજબરીથી પડાવેલ છે, સ્વામીની રજા વિના લીધો હોય ઇત્યાદિ - ૪ - એવા ઉપાશ્રયમાં જ્યાં સુધી બીજો પુરુષ ન વાપરે ત્યાં સુધી સ્થાનાદિ ન કરે. અહીં ચાર આલાપક જાણવા. વળી પછીના બે સૂત્ર પિંડ-એષણાનુસાર જાણવા. - ૪ - ભિક્ષુ એવો ઉપાશ્રય જાણે કે જે ગૃહસ્થે સાધુને આશ્રીને બનાવ્યો છે, કાષ્ઠાદિથી ભિંતો સંસ્કારી છે, વાંસની કાંબીથી બાંધેલ છે, ઘાસથી આચ્છાદિત કર્યો છે, છાણ આદિથી લીધેલ છે, ખડી આદિથી ઘસેલ છે, કળી આદિથી લેપ કર્યો છે, જમીન સાફ કરી સંસ્કાર્યો છે, ધૂપ વડે દુર્ગંધ દૂર કરી છે, તો આવો ઉપાશ્રય કોઈ ગૃહસ્થે વાપરેલ ન હોય, સ્વીકારેલ ન હોય તો ત્યાં સ્થાન આદિ ન કરવા. પુરુષાંતકૃત્ - આસેવિત હોય તો સ્નાનાદિ કરે. • સૂત્ર-૩૯૯૬ : તે સાધુ કે સાધ્વી એમ જાણે કે ગૃહસ્થે સાધુ નિમિત્તે ઉપાશ્રયના નાના દ્વારોને મોટા કર્યા છે [ઇત્યાદિ પિ ́ષા અધ્યયન મુજબ જાણવું] આવો ઉપાશ્રય બીજા પુરુષે કામમાં લીધો ન હોય ત્યાં સુધી સાધુ યાવત્ ત્યાં સંથારો ન કરે, પુરુષાંતરકૃત્ હોય તો યાવત્ સંચારો કરે. એ જ રીતે વનસ્પતિ આદિ ઉખેડી બહાર લઈ જવાય છે તે જુએ તો તેવા ઉપાશ્રયમાં યાવત્ સ્થાનાદિ ન કરે, પણ જો કોઈએ તેને ઉપયોગમાં લીધો હોય તો તનાપૂર્વક પડિલેહણ કરી યાવત્ સ્થાનાદિ કરે. તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે ગૃહસ્થે સાધુ નિમિત્તે પાણીથી ઉત્પન્ન કંદ, મૂલ, પાન, પુષ્પ, ફળ, બીજ કે વનસ્પતિ એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જઈ રહ્યા છે. તે ઉપાશ્રય અપુરુષતકૃત્ હોય તો ત્યાં સ્થાનાદિ ન કરે, જો
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy