SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ 2/1/6/1/495 221 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ 0 શ્રુતસ્કંધ-૨, ચૂલિકા-૨ “સાત સપ્તિકા” 0 0 સાતમું અધ્યયન કહ્યું, તે કહેતા પ્રથમ ચૂલા કહી. હવે બીજી ચૂલિકા કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ચૂલા-૧માં વસતિ અવગ્રહ બતાવ્યો. તેમાં કેવા સ્થાનમાં કાયોત્સર્ગ, સ્વાધ્યાય, મળ-મૂળ ત્યાગ આદિ કરવો તે બતાવવા આ બીજી ચૂડાચૂલિકા છે. આ ચૂલામાં સાત અધ્યયન છે, તે નિયુક્તિકાર બતાવે છે– 6 ચૂલિકા-૨, અધ્યયન-૧ “સ્થાનસપ્તિકા” 5 4. હું કોઈ સાધુ માટે અવગ્રહ યાચીશ નહીં, પણ તેમના વાચેલા સ્થાનોમાં રહીશ તેવો કોઈ સાધુ અભિગ્રહ કરે એ ચોથી પ્રતિજ્ઞા. ૫કોઈ સાધુ અભિગ્રહ કરે કે હું મારા માટે અવગ્રહ યાચીશ, પણ બીજ બે, ત્રણ, ચાર, પાંચ સાધુ માટે યાચના નહીં કરું તે પાંચમી પ્રતિજ્ઞા. 6. કોઈ સાધુ અભિગ્રહ કરે કે હું જેના વગ્રહની યાચના કરીશ તેના જ વગ્રહમાં જે તૃણ વિશેષ સંતાક મળી જશે તો ઉપયોગ કરીશ નહીં તો ઉcકક આસનાદિ દ્વારા રાત્રિ વ્યતીત કરીશ, તે છઠ્ઠી પ્રતિજ્ઞા. 7. સાધુ જે સ્થાનની અનુજ્ઞા લે તે સ્થાનમાં પૃથ્વીશિલા, કાછશિલા, પરાળાદિ આસનો હશે તેના પર આસન કરીશ, અન્યથા ઉકટુક આસન દ્વારા રામ વ્યતીત કરીશ એ સાતમી પ્રતિજ્ઞા. આ સાતમાંથી કોઈપણ પ્રતિજ્ઞા સ્વીકારે આદિ fuષા મુજબ જાણો. - વિવેચન : તે ભિક્ષ ધર્મશાળાદિમાં અવગ્રહ ગ્રહણ કરીને ત્યાં રહેતા ગૃહસ્થો આદિ પૂર્વે બતાવેલ અને હવે પછી બતાવનારા કર્મોપાદાનના કારણોનો ત્યાગ કરીને અવગ્રહ ગ્રહણ કરવાનું જાણે. તે ભિક્ષ સાત પ્રતિજ્ઞા વડે અવગ્રહ ગ્રહણ કરે. પ્રથમ બે પ્રતિજ્ઞાનો અર્થ કાર્ય મુજબ જાણવો. વિશેષ એ કે - પહેલી પ્રતિજ્ઞા સામાન્ય છે, બીજી પ્રતિજ્ઞા ગચ્છવાસી ઉઘુક્ત વિહારી સાધુને હોય, તેઓ સાંભોગિક કે અસાંભોગિક કોઈપણ માટે અન્યોન્ય વસતિ યાચે. બીજી પ્રતિજ્ઞામાં બીજા માટે અવગ્રહ યાચના કહી -- આ પ્રતિજ્ઞા અહાદિક સાધુ માટે છે, તે સૂત્ર-અર્થ ભણતા હોવાથી આચાર્ય માટે મકાન છે. ચોથી પ્રતિજ્ઞામાં - - બીજાએ ચાયેલ અવગ્રહમાં રહેવાનું કથન છે. આ અભિગ્રહ ગચ્છમાં રહી અગ્રુધત વિહારી જિનકભાદિ માટે અભ્યાસ કરનાર માટે છે. પાંચમી પ્રતિજ્ઞા - X - જિનકીની છે. છઠી પ્રતિજ્ઞા - X - X - જિનભી આદિની છે. સાતમી પણ એ જ પ્રમાણે છે. બાકીનું આત્મોત્કર્ષ વર્જનાદિ પિડ-એષણાવતુ જાણવું. * સૂત્ર-૪૯૬ - મેં સાંભળેલ છે કે આયુષ્યમાન ભગવંતે આમ કહ્યું છે, અહીં સ્થવિર ભગવતે પાંચ પ્રકારના અવગ્રહ કહા છે. દેવેન્દ્ર, રાજ, ગૃહપતિ, સાગારિક અને સાધર્મિકનો. આ સાધુ-સાધ્વીનો સમગ્ર આચાર છે. * વિવેચન :- માર્ચ મુજબ જ જાણવું. ચૂલિકા-૧, અધ્યયન-૭ “વગ્રહપ્રતિમા" ઉદ્દેશા-૨નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ 0 ચૂલિકા-૧, અધ્યયન-૭ નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ 0 - X - X - X - X - X - X - 0 શ્રુતસ્કંધ-૨, ચૂલિકા-૧નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ 0 [નિ.૩૨૩] આ ચૂલિકાના સાતે અધ્યયનોમાં ઉદ્દેશા નથી. તેમાં પહેલું અધ્યયન સ્થાન નામે છે, તેની વ્યાખ્યા કરે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ઉપક્રમમાં આ અધિકાર છે - સાધુએ કેવા સ્થાનમાં આશ્રય લેવો, નામ નિugu નિપામાં સ્થાન છે નામ છે, તેના નામાદિ ચાર વિક્ષેપ છે. તેમાં અહીં દ્રવ્યને આશ્રીને ઉર્થસ્થાન વડે અધિકાર છે, તે નિયુક્તિકાર કહે છે. બીજું અધ્યયન નિશીવિકા છે, તેનો નિક્ષેપ છ પ્રકારે છે, તે તેના સ્થાનમાં કહીશું. * સૂત્ર-૪૯૭ : સાધ-સાદની કોઈ સ્થાનમાં રહેવા ઇચ્છે તો ગામ યાવતુ રાજધાનીમાં પ્રવેશીને જે સ્થાનને જાણે કે - તે સ્થાન ઇંડા - યાવ4 કરોળીયાના જાળાથી યુક્ત છે, તે પ્રકારના સ્થાનને આપાસક અને અનેષણીય જાણી ગ્રહણ ન કરે. શેષ વર્ણન જલોત્પન્ન કંદ પર્યન્ત શા આધ્યયન સમાન ગણવું. સાધુઓએ સ્થાનના દોષો ત્યાગી ચાર પ્રતિજ્ઞાઓનો આશ્રય લઈ કોઈ સ્થાનમાં રહેવાની ઇચ્છા કરવી તે પ્રતિજ્ઞા આ પ્રમાણે 1. હું અચિત્ત સ્થાનમાં રહીશ, અચિત્ત દિવાલાદિનો સહારો લઈશ હાથપગનું આકુંચન-પ્રસારણ કરીશ, મર્યાદિત ભૂમિમાં ભ્રમણ કરીશ. 2. અચિત્ત સ્થાનમાં રહીશ, કાયાથી અચિત્ત દિવાલાદિનો સહારો લઈશ, હાથ-પગનું પ્રસારણાદિ કરીશ, પણ ભમણ નહીં કરું. 3. હું ચિત્ત સ્થાનમાં રહીશ, આચિત્ત દિવાલાદિનો સહારો લઈશ નહીં હાથ-પગનું સંકોચન-પ્રસારણ કરીશ પણ ભમણ નહીં કરું. 4. હું આચિત સ્થાનમાં રહીશ પણ દિવાલાદિનું અવલંબન, હાથ-પગનું પ્રસારણાદિ કે મર્યાદિત ભૂમિમાં ભ્રમણ નહીં કરું. તથા કાયોત્સર્ગ દ્વારા શરીરનો સારી રીતે વિરોધ કરીશ, કાયાનું મમવ તજીશ. કેશ-દાઢી-નખ-મૂછને વોસિરાવી દઈશ, એ રીતે એક સ્થાને રહીશ.
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy