SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ 1/5/6/139 263 સ-અસત ધર્મના વિવેકથી રહિત થઈ સાવધ આરંભમાં પ્રવર્તે છે. કેટલાંક મિથ્યાત્વી નથી, પણ આળસ, નિંદા આદિથી હણાયેલા બુદ્ધિથી તીર્થકર કથિત સદાચાર - x - અનુષ્ઠાનથી હિત છે. આ કુમાર્ગ અનુષ્ઠાયી અને સન્માર્ગથી ખેદ પામેલા બંને દુર્ગતિ પામે છે. તેથી હે શિષ્ય ! તને તેવી દુર્ગતિ ન થાઓ. આવું સુધર્માસ્વામી પોતાની બુદ્ધિથી નથી કહેતા, તે કહે છે કે આ જિનેશ્વરે કહ્યું છે અથવા અનાજ્ઞામાં નિરુપસ્થાનત્વ છે અને આજ્ઞામાં સોપસ્થાન છે. આવો તીર્થકરનો અભિપ્રાય છે અથવા હવે પછી કહેવાનાર જિન-મત છે, તે કહે છે કુમાર્ગ છોડીને સદા આચાર્યના અંતેવાસી થવું. આચાર્યની દૃષ્ટિમાં રહેવું અથવા તીર્થંકરપ્રણીત આગમમાં દૃષ્ટિ રાખે. તે આચાર્ય કે તીર્થંકરની આજ્ઞાથી મુક્ત થાય છે. તે આચાર્યની - x - અનુમતિથી કાર્ય-ક્રિયા કરે છે. તેમના જ્ઞાનમાં ઉપયુક્ત અને સદા ગુરુકુલવાની રહે છે. તેવાને શું ગુણ થાય તે કહે છે * સૂર-૧૮૦ - [સાધુ કર્મો જીતીને dવદેટા બને છે, જે ઉપસથિી અભિભૂત નથી થતા તે નિરાલંબતા પામવામાં સમર્થ થાય છે. જે લધુકર્મી છે તેનું મન (સંયમથી] બહાર નથી હોતું. ‘પવાદથી “પ્રવાદ'ને જાણવો જોઈએ. જાતિસ્મરણાદિ જ્ઞાન દ્વારા, સડાના વચન દ્વારા કે અન્ય જ્ઞાની પાસે શ્રવણ કરીને ‘પ્રવાદ ને જાણી શકાય છે.. * વિવેચન : પરીષહ-ઉપસર્ગ કે ઘાતિ કર્મોને જીતીને તાવને જોયું. ઉપસર્ગો કે પરતીથિકથી અભિભૂત ન થયો, એવો સમર્થ નિરાલંબનતાને ધારણ કરે. પણ સંસારમાં માતાપિતાદિનું આલંબન ન ઇછે. તે તીર્થકરની આજ્ઞા બહાર વતવાથી નરકાદિ જવાય એવું ભાવવામાં સમર્થ થાય. - x * x * સુધમસ્વિામી કે આચાર્યો શિણોને કહે છે કે- જેણે મોક્ષને લક્ષ્યમાં રાખ્યો છે, તે મહાપુરુષ-લઘુકર્મી માર મતથી બહાર ન હોય તે બહિર્મન છે, તે સર્વજ્ઞ ઉપદેશવર્તી છે. તેના ઉપદેશનો નિશ્ચય કઈ રીતે થાય તે કહે છે - પ્રકૃષ્ટ વાદ તે પ્રવાદ. આચાર્યની પરંપરાનો ઉપદેશ. તેના વડે સર્વજ્ઞના ઉપદેશને જાણે અથવા અણિમાં આદિ આઠ ઐશ્વર્ય જોઈને પણ તીર્થકરના વચનથી બહાર મન ન કરે પણ તેવાને ઠગ જાણીને તેમની ક્રિયા અને વાદને વિચારે કઈ રીતે ? - x - સર્વજ્ઞ વચન વડે બીજા તીચિકોના પ્રવાદને જાણે. [અહીં વૃત્તિકારે જુદા જુદા મત અને તે સંબધી વાદની ચર્ચા કરી છે. અમે અનુવાદની આરંભે જ કહ્યું છે કે, આ અનુવાદમાં આવા વાદ, તવાય આદિ યયotો અનુવાદ અમે કર્યો ofથી અથવા તેનો સંપ કે સારાંશ જ મૂકેલ છે. અહીં પણ આવા વાદને વૃત્તિકારે મુકેલ છે, તેને કિંચિત સારરૂપે જ નોંધીએ છીએ. માટે વૃત્તિ જ જોવી.] . વૈશેષિકો તનુ ભવન આદિ કરનારને ઈશ્વર માને છે. આવા પ્રવાદને જિનપવાદ વડે પર્યાલોચિત કરવો જોઈએ.....ઈશ્વરથી પદાર્થો 268 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બને છે એવી કલાનાનું નિરસન કરવું. સાંખ્યમતવાળા જુદો જ મત રજૂ કરે છે - તેઓ આત્માને અકર્તા અને નિર્ગુણ માને છે. તેમના મતે સત્વ, જ, તમસ એ બધાંની સામ્ય અવસ્થા છે પ્રકૃતિ છે....પ્રકૃતિ કરે છે અને પુરુષ ભોગવે છે ઇત્યાદિ. તેમનું માનવું યુક્તિથી રહિત છે. કેમ કે પ્રકૃતિ અચેતન હોવાથી કેવી રીતે આત્માના ઉપકાર માટે ક્રિયાની પ્રવૃત્તિ કરશે ?...પ્રકૃતિ જો નિત્ય હોય તો પ્રવૃતિની નિવૃત્તિનો અભાવ થઈ જાય અને જો પુરુષનું કતપણું ન હોય તો સંસારથી ઉદ્વેગ અને મોક્ષની ઉત્કંઠાનો અભાવ થશે. ઇત્યાદિ..સાંખ્ય મતનું નિરસન કરવું. બૌદ્ધમતવાળા બધું ક્ષણિક માને છે. તેનો ઉત્તર, તમારું કહેવું ભાણ્યા વિનાનું અને અર્થહીન છે. કેમકે ને ઘડો બનતી વખતે જ નાશ પામે તો ઘડાની ક્રિયા કઈ રીતે થઈ ? અને ઉત્પન્ન થતાં જ ભાંગે તો તેમાં નાખેલું પાણી રહી શકે નહીં. ધર્મ અધર્મ કરનારો તુરંત નાશ પામે તો ધર્મ-અધર્મની કિયા સંભવે નહીં અને ધર્મ અધર્મના અભાવમાં પુણચ-પાપનો બંધ ન હોય. બંધના અભાવમાં મોક્ષ કોનો થાય ? બૃહસ્પતિ મતવાળા ફક્ત પાંચ ભૂતોને માને છે. તેથી જીવ, પુષ્ય, પાપ, પશ્લોકનો અભાવ થતાં નિર્મદપણે અમાનુષીકૃત્ય કરનારાને કોઈ ઉત્તર ન આપવો તે જ ઠીક છે. ઇત્યાદિ. આ પ્રમાણે બધા તીર્થોના વાદમાં જિનમતને અનુસરીને વિચારી અસત્યને દૂર કર્યું. સર્વાનું વચન અને કુમાર્ગનું નિરાકરણ કરીને તીર્થિકોના પ્રવાહોને આ રીતે જાણે - મતિ આદિ જ્ઞાનો વડે પોતે બીજા વાદોની પરીક્ષા કરે અથવા જ્ઞાન વડે જોવા યોગ્ય તથા મિથ્યાત્વ કલંકરહિત નિર્મળ મતિથી બધા વાદોને જાણે. કોઈ વખત પર ઉપદેશથી જાણે અથવા તેમના કહેલ આગમ ભણીને જાણે અથવા આચાર્યાદિ પાસેથી સાંભળી યથાવસ્થિત જાણે. જાણીને શું કરે ? તે કહે છે * સૂત્ર-૧૮૧ : મેધાવી સાધક નિર્દેશ * [સવાની આā] નું અતિક્રમણ ન કરે. તે સર્વ પ્રકારે સારી રીતે વિચાર કરીને સંપૂર્ણરૂપે સામ્યને જાણે સંયમને અંગીકાર કરી, જિતેન્દ્રિય બની પ્રવૃત્તિ કરે મુમુક્ષુ વીર સદા આગમાનુસાર પાકમ કરે એમ હું કહું છું. * વિવેચન : નિર્દેશ કરાય તે ‘નિર્દેશ’. એટલે તીર્થકર આદિના ઉપદેશનું મર્યાદાવર્તી મેધાવી સાધુ ઉલ્લંઘન ન કરે. શું કરીને ઉલંઘન ન કરે તે કહે છે, સારી રીતે વિચારીને તીચિંકવાદનું ત્યાજ્યપણું અને સર્વજ્ઞવાદના આદરને દ્રવ્ય, હોમ, કાળ, ભાવરૂપે તથા સામાન્ય વિશેષરૂપે બધા પદાર્થોને મતિ આદિ ત્રણ જ્ઞાનથી વિચારીને હંમેશા આચાર્યની આજ્ઞાનું પાલન કરીને અન્ય દર્શનોનું નિરાકરણ કરે. કઈ રીતે કરે ? તે કહે છે, સમ્યક રીતે સ્વર-પર મતોને જાણીને, પછી
SR No.008992
Book TitleAgam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy