SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 266 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે એ પ્રમાણે આત્માનો જ્ઞાનગુણ વિનાશ થવા છતાં બીજા અમૂર્તત્વ, અસંખ્યપ્રદેશના આદિ ધર્મોનો સદ્ભાવ હોવાથી આત્માનો વિનાશ નથી જ. * * * શંકા-આત્મા છે તે વિજ્ઞાતા છે તે સિદ્ધાંત - x * ખોટો થશે. કેમકે જેના વડે આ જાણે છે તે ભિન્ન પણ હોય. તે કરણ કે ક્રિયા થશે. કરણ માનતા તે ભિન્ન થશે. ક્રિયા માનો તો તે કતમાં કે કર્મમાં રહેલ પણ સંભવે. તેમાં ઐક્ય કેમ હોય ? તેનો ઉત્તર આપે છે જે જ્ઞાનરૂપ કરણ કે ક્રિયા વડે - x - જાણે છે, તે આત્મા છે. તે આત્માથી ભિન્ન જ્ઞાન નથી. કરણપણે પણ ભેદ નથી - x * જેમ દેવદત્ત આત્માને આત્મા વડે જાણે છે. ક્રિયાના પક્ષમાં પક્ષસંબંધી અભેદ છે એવું તમે પણ સ્વીકારેલ જ છે. * x - જ્ઞાન અને આત્માનું ઐક્ય માનતા શું થાય ? તે કહે છે તે જ્ઞાન પરિણામને આશ્રયી આત્મા તે નામે જ વ્યપદેશ કરાય છે. જેમકે - ઇન્દ્રિ ઉપયુકત તે ઇન્દ્ર છે. અથવા મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની આદિ. જે જ્ઞાન અને આત્માનું એકપણે સ્વીકારે - x * તે યથાવસ્થિત આત્મવાદી થાય. તેના સમ્યગુ ભાવ કે ઉપશમપણા વડે સંયમાનુષ્ઠાનરૂપે વ્યાખ્યાયિત કરાયેલ છે. અધ્યયન-૫ “લોકસાર” ઉદ્દેશ-૫ “હૂદ ઉપમા”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૧/૫/પ/૧૭ 265 શરીરરૂપ આત્માની હિંસા છે. કેમકે આત્માને આધારરૂપ શરીર છે. તેને સર્વથા દૂર કરવું તે જ હિંસા છે. કહ્યું છે કે, પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસ અને આયુ એ દશ પ્રાણ ભગવંતે કહ્યા છે, તેનો વિયોગ કરવો તે હિંસા છે. વળી સંસારમાં રહેલા જીવને સર્વચા અમૂર્તપણું નથી. * x * સર્વત્ર પ્રાણીને દુ:ખ દેતાં તે આત્મા તુલ્ય છે તેમ વિચાર્યું એવું હવે પછીના સૂરમાં કહ્યું છે. પણ તે જ છે કે જેને - (1) આજ્ઞામાં રાખવામાં, (2) પરિતાપવામાં, (3) ગ્રહણ કરવા યોગ્ય, (4) દુઃખ દેવામાં - માને છે. પણ જેમ તને અનિષ્ટ પ્રાપ્તિથી દુ:ખ થાય છે તેમ બીજાને પણ દુઃખ થાય તેમ જાણ અથવા જે કાયને તું હણવા વિચારે છે ત્યાં તું અનેકવાર હતો. આ પ્રમાણે જૂઠ આદિમાં પણ જાણ. આ પ્રમાણે હણનાર અને હણાનાર બંનેમાં ચૌય થાય તો શું ? તે કહે છે - ગજ સાધુ એ જ છે જે હંતવ્ય અને ઘાતના એકપણાના બોધને માટે પ્રતિબદ્ધજીવી સાધુ તે પરિજ્ઞાન વડે જીવે છે. - x - જો આમ છે તો શું તે કહે છે, હણાનાર જીવને પોતાની માફક મહાદુઃખ થાય છે તેથી બીજા જીવને ન હણવો, ન હણાવવો અને હણનારની અનુમોદના ન કરવી. *x* વળી બીજાને મોહના ઉદયે હનન આદિ દુઃખ આપનાર પછી પોતે પણ તે દુ:ખ વેદે છે. એમ જાણી કોઈને હણવો નહીં, તેવી ઇચ્છા પણ ન કરવી. શંકા-આત્માને સાતા કે અસાતારૂપ સંવેદન છે. તેને અન્ય મતવાળા આત્માથી ભિન્ન ગુણભૂત સંવેદનનું કાર્યપણું માને છે. તેમ તમે પણ માનો છો ? કે આત્મા સાથે એક માનો છો ? * સૂગ-૧૩૮ : જે આત્મા છે તે વિજ્ઞાતા છે, જે વિજ્ઞાતા છે તે આત્મા છે. જેના દ્વારા ગણી શકાય છે, તે જ્ઞાન આત્માનો ગુણ છે. તે જ્ઞાનના આશ્રિત જ આત્માની પ્રતીતિ છે. જેિ આત્મા અને જ્ઞાનના સંબંધને જાણે છે) તે આત્મવાદી છે. તેનું સંયમાનુષ્ઠાન સમ્યફ કહેવું છે - તેમ હું કહું છું * વિવેચન : જે આત્મા નિત્ય ઉપયોગલક્ષણ છે તે જ વિજ્ઞાતા છે. તે આત્માથી પદાર્થ સંવેદક જ્ઞાન ભિન્ન નથી. જે વિજ્ઞાતા-પદાર્થનો પરિછેદક ઉપયોગ છે તે પણ આત્મા જ છે. કેમકે જીવનું લક્ષણ ઉપયોગ છે કે જે જ્ઞાન સ્વરૂપ છે. “જ્ઞાન અને આત્મા અભેદપણે માનવાથી એકલું જ્ઞાન જ સિદ્ધ થશે.” - એમ શંકા થાય. પણ તેમ નથી. અમે ભેદનો અભાવ કહો છે - ઐક્ય નહીં - x - જેમ ધોળું વસ્ત્ર તેમાં ધોળું અને વા બંનેમાં ભેદનો અભાવ છે, પણ ઐક્ય નથી. તેમાં ધોળા પણાના વ્યતિરેકથી અન્ય કોઈ વા છે જ નહીં તેમ માનવું તે મુર્ખતા છે. કેમકે તેમ માનતા ધોળાપણાના અભાવે વસ્ત્રનો જ અભાવ થશે. વળી તેમ માનતા આત્મા વિષ્ટ થાય તે શંકા પણ ખોટી છે. કેમકે અનંત ધમત્મિક વસ્તુને મૃદુ આદિ બીજો પણ ધર્મ છે. તેમ ધર્મ વિનાશે પણ અવિનષ્ટ કાયમ દ્ અધ્યયન-૫ ઉદ્દેશો-૬ “ઉન્માર્ગવર્જન” * * પાંચમો ઉદ્દેશો કહ્યો. હવે છઠ્ઠો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ઉદ્દેશા૫-માં હૃદની ઉપમાથી આચાર્યને વિચારવા કહ્યું. તેવા આચાર્યના સંપર્કથી કુમાર્ગનો પરિત્યાગ અને રાગ-દ્વેષની હાનિ અવશ્ય થાય. તે પ્રતિપાદન સંબંધથી આવેલા ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે * સૂત્ર-૧૯ : કેટલાંક સાધકો અનાજ્ઞામાં ઉધમી હોય છે, કેટલાંક આજ્ઞામાં અનુધમી હોય છે. હૈિ મુનિt] આ બંને તારામાં ન થાઓ. આ તીર્થકરનો અભિપાય છે. સાધક તેમાં જ પોતાની દૃષ્ટિ રાખે, તેમાં જ મુક્તિ માને, સર્વકાર્યોમાં તેને જ આગળ કરે, તેના જ મરણમાં સંલગ્ન રહે. તેમાં જ ચિત્ત સ્થિર કરે અથfd ગુરફુલ નિવાસી રહે. * વિવેચન : તીર્થકર, ગણધર આદિનો ઉપદેશ માનનારને શિષ્ય કહે છે. અથવા સર્વભાવના સંભવથી ભાવોનું સામાન્ય અભિધાન છે. અનાજ્ઞા એટલે ઉપદેશ વિના પોતાની મેળે આચરે, તે અનાજ્ઞા હોવાથી અનાચાર છે. તેમાં કેટલાંક ઇન્દ્રિયવશ થયેલા અને ગતિમાં જવાની ઇચ્છાથી સ્વ અભિમાનગ્રસ્ત અને બનાવટી ધમચરણમાં ઉધમ કરનારા સોપસ્થાનવાળા છે. [તેઓ કહે છે) અમે પણ પ્રવજિત છીએ. [પણ તેઓ]
SR No.008992
Book TitleAgam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy