SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જગદીશચંદ્ર બોઝે સાબીત કર્યું કે વનસ્પતિમાં જીવ છે. માટે બધાએ માન્યું, તો શું તે પહેલાં વનસ્પતિમાં જીવ નહોતો? નાનકડી જૈન છોકરી સાત લાખ સૂત્રમાં દસલાખ પ્રત્યેકવનસ્પતિકાય, ચૌદલાખ સાધારણ વનસ્પતિકાય બોલીને વનસ્પતિમાં જીવ છે, તેવું હજારો વર્ષોથી બોલે છે, પણ કમનશીબી છે કે ભગવાને કહેલું માનવા આપણે તૈયાર નથી પણ જ્યારે તે જ વાત વિજ્ઞાન કહે ત્યારે તરત માનવા તૈયાર થઇ જઇએ છીએ ! આપણી આ મેન્ટાલીટીમાં હવે સુધારો કરીએ. ભગવાને કહેલી તમામ વાતોને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ. આત્માના ટૂકડા થતાં નથી, પણ કલ્પનાથી આપણે આત્માના ટૂકડા કરીએ તો જેના ફરી બે ટૂકડા ન થઇ શકે તેવા અસંખ્યાતા ટૂકડા થાય. તે દરેકને પ્રદેશ કહેવાય. આત્મા આવા અસંખ્યાતા પ્રદેશોવાળો છે. આપણી નાભી (ઘૂંટી) પાસે આત્માના જે આઠ પ્રદેશો આવેલા છે. તે રુચક પ્રદેશો કહેવાય. તે સદાના શુદ્ધ છે. પવિત્ર છે. ત્યાં કોઇ કર્મો ચોંટતા નથી. જેવો ભગવાનનો આત્મા સંપૂર્ણ શુદ્ધ તેવા જ શુદ્ધ આ આઠ પ્રદેશો છે. તેમાં સુખ છે, માટે આપણને આંશિક પણ સુખનો અનુભવ થાય છે. જ્યારે આપણા આત્માના તમામે તમામ પ્રદેશો સંપૂર્ણ શુદ્ધ બની જાય ત્યારે આત્માનો મોક્ષ થયો કહેવાય. ત્યારે આપણો આત્મા સંપૂર્ણ સુખી બની જાય. આમ નિશ્ચયનયથી તો મોક્ષ અહીં જ છે. આપણો આત્મા જ્યારે સંપૂર્ણ કર્મરહિત બને, પવિત્ર બને, ત્યારે તેનો મોક્ષ થયો કહેવાય, પણ મોક્ષ અહીં જ આત્માનો સ્વભાવ સદા ઉપર જવાનો છે. કર્મો તેને નીચે કે આજુબાજુ લઇ જાય છે. અહીં રહેલો આત્મા સંપૂર્ણ શુદ્ધ બનતા તેનો મોક્ષ થાય છે. તેનો સ્વભાવ ઉપર જવાનો હોવાથી તે તરત ઉપર જાય છે. માટે વ્યવહારનયથી કહેવાય કે મોક્ષ ઉપર છે. ગતિ કરવામાં સહાય કરનારા ધર્માસ્તિકાય જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મા ઉપર જાય છે. અલોક શરુ થાય ત્યાં લોકના છેડે જ તે અટકી જાય છે. સદા ત્યાં રહે છે. તેને મોક્ષમાં રહેલો કહેવાય છે.fa આમ, આત્મામાં સુખ પડયું છે, માટે પદાર્થોના સંયાગો દ્વારા થોડા સમય માટે આંશિક સુખની અનુભૂતિ થાય છે. પદાર્થોના સંયોગ વિના કાયમી, સંપૂર્ણ સ્વાધીન, દુઃખની ભેળસેળ વિનાના, મોટા દુઃખને નહિ લાવનારા સુખની ઇચ્છા કરવી હોય તો મોક્ષની ઇચ્છા કરવી જરુરી છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. Sirs તત્વઝરણું ૫
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy