SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૨૦૫૯ કારતક વદ - ૧, ગુરુવાર તા. ૨૧-૧૧-૦૨ મેરુપર્વત ત્રણે લોકમાં આવેલો છે. તે ૧૦૦૦ યોજન જમીનમાં છે. ૯૯૦૦૦ યોજના જમીનની બહાર છે. મેરુપર્વતની આસપાસની જમીન સમભૂતલા કહેવાય છે. તેનાથી ૯૦૦ ચોજન નીચે ને ૯૦૦ રોજન ઉપર મળીને ૧૮૦૦ યોજનનો મધ્યલોકમાં છે. મેરુના નીચેના ૧૦૦ યોજન અપોલોકમાં અને ઉપરના ૯૮૧૦૦ ચોજન ઉથ્વલોકમાં છે. | મેરુપર્વતની જેમ દેવો પણ ત્રણલોકમાં છે. ભવનપતિ દેવો અધોલોકમાં, વ્યંતર-જ્યોતિષ્ક દેવો મધ્યલોકમાં અને વૈમાનિકદેવો ઉર્ધ્વલોકમાં છે. તિર્યંચો પણ ત્રણ લોકમાં છે. પણ તેમાંના પંચે તિર્યચો માત્ર મધ્યલોકમાં છે. ૧૮૦૦ યોજન ઊંચા અને ૪પલાખ યોજન લાંબા-પહોળા માત્ર અઢીદ્વીપના વિસ્તારમાં જ મનુષ્યો વસે છે. આ અઢીદ્વીપમાં કર્મભૂમિઓ આવેલી છે. | જંબૂદ્વીપમાં વચ્ચે એક મહાવિદેહક્ષેત્ર, ઉત્તરમાં એક ઐરાવતક્ષેત્ર અને દક્ષિણમાં એક ભરતક્ષેત્ર આવેલું છે. ધાતકીખંડ તથા પુષ્કરવરદ્વીપ અડધામાં ઉપર અને નીચે ઉત્તર-દક્ષિણ એકેક ઈષકાર (ઈષ બાણ, તેના જેવો) પર્વત આવેલો છે તે તેમના પૂર્વ-પશ્ચિમ બે વિભાગો કરે છે. આ દરેક વિભાગમાં. જંબૂદ્વીપની જેમ ૧-૧ ભરત-ઐરાવત-મહાવિદેહ ક્ષેત્રો આવેલા છે. તેથી જંબૂદ્વીપમાં ૧, પૂર્વ ધાતકીખંડમાં ૧,પશ્ચિમ ધાતકીખંડમાં ૧,પૂર્વ પુષ્કરવરાર્ધમાં ૧ અને પશ્ચિમ પુષ્કરવરાર્ધમાં ૧ મળીને પાંચ ભરતક્ષેત્ર છે. તે જ રીતે પાંચ ઐરાવત ક્ષેત્રો અને પાંચ મહાવિદેહક્ષેત્રો છે. આ પંદર-કર્મભૂમિમાં એકી સાથે વધુમાં વધુ ૧૦૦ તીર્થકર ભગવંતો વિચરતા હોય છે. A ിന് ના મામ == : S રકમ ETી નામે PERO htJ1 A * P))) ) w DARS ES) HA C Pph નીSિ KG Ppa meka મા OR क्षेत्र બાd - ela wa Aઆને તત્વઝરણું ૨૦૩
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy