SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) આત્મા અને કર્મનો સંયોગ, આ ત્રણે અનાદિ છે. તેમાંથી કોઇને કદાચ કોઇએ પેદા કરેલ નથી. a આત્માઓ અનંતા છે. મારો, તમારો, તેનો, બધાનો આત્મા જુદો જુદો છે. આપણો આત્મા કોઇએ પેદા કર્યો નથી; તે હતો, છે અને કાયમ રહેશે. - આ દુનિયા-સંસાર અનાદિ છે; તેની શરૂઆત જ નથી. કોઇએ તેને બનાવી નથી. બોલો, પહેલાં શું? મરઘી કે ઇંડુ? મા કે દીકરી? બાપ કે બેટો? કેરી કે ગોટલી? કહી શકશો? એક જ જવાબ આપવો પડશે કે સદા મરઘી પણ હોય ને ઠંડુ પણ હોય; મા પણ હોય ને દીકરી પણ હોય; બાપ પણ હોય ને દીકરો પણ હોય; કેરી પણ હોય ને ગોટલી પણ હોય; આમ, સમગ્ર દુનિયા પહેલેથી જ હતી, છે અને રહેશે; તો ભગવાને શું કર્યું? - િભગવાને કેવળજ્ઞાનના પ્રકાશમાં જોઇને આ દુનિયાનું સ્વરૂપ જેવું હતું, તેવું આપણને બતાડ્યું. સાત નરક દેખાઇ માટે તેમણે સાત કહી; જો આઠ નરક દેખાત તો આઠ કહેત; જો નરક હોત જ નહિ તો ન કહેત. મોક્ષ, મોક્ષ જવાનો માર્ગ, નરકાદિ દુર્ગતિ, તેમાં લઇ જનારા પાપકાર્યો, સુખ આપનારી ધર્મની કેડીઓ, વગેરે જે કાંઇ જેવું છે, તેવું તેમને દેખાયું, અને તે પ્રમાણે આપણને તેમણે જણાવ્યું. પણ જો ભગવાને આપણને સમગ્ર જગતનું સ્વરૂપ, સુખ-દુઃખના કારણો, મોક્ષ, તેના ઉપાયો વગેરે ન બતાડ્યા હોત તો આપણું શું થાત? આપણે ખોટા માર્ગથી શી રીતે પાછા ફરત? દુઃખો અને દુર્ગતિમાં પટકાઇ જતાં આપણને કોણ બચાવત? ભગવાને આ બધું બતાડયું, સમજાવ્યું અને તે રીતે આપણા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો. તેથી આપણે તેમના દર્શન-વંદન-પૂજનસત્કાર-સન્માન અવશ્ય રોજ કરવા જોઇએ; તેમાં કોઇપણ દિવસ ખાડો ના પડવો જોઇએ. ક્રિકેટ મેચ રમનારા રમે. કોમેન્ટેટર ક્રિકેટ ન રમે. તે તો દૂર બેઠો બેઠો, જે રીતે રમત રમાતી દેખાય, તે રીતે તેનું વર્ણન કરે. આઉટ થયેલા ક્રિકેટરને તે નોટઆઉટ ન કહી શકે. સેન્ચરી મારનારા બેટ્સમેનને શૂન્ય રને આઉટ જાહેર ન કરી શકે. તે ક્રિકેટની રમતને જણાવનાર છે, પણ રમનારો કે પેદા કરનારો નથી. બસ તે જ રીતે ભગવાન પણ આ દુનિયાને બનાવનારા નથી પણ તે જેવી છે, તેવી જણાવનારા છે. આમ, પરમાત્મા જગતુના સર્જનહાર નથી પણ ઉપાસ્ય છે. ઉપાસનાને યોગ્ય છે. આપણી ઉપર તેમણે ઘણો ઉપકાર કર્યો છે, તેમની ઉપાસના કરવાથી આંશિક ઋણમુક્તિ થાય. !! તત્વઝરણું | ૧૦.
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy