SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આમ ભવનપતિ-૨૫, વ્યંતર-૨૬, જ્યોતિષ્ઠ-૧૦ અને વૈમાનિક ૩૮ મળીને ૯૯ પ્રકાર થયા. તે દરેક પર્યાપ્તા (પૂરેપૂરા) અને અપર્યાપ્તા (અધૂરા વિકાસવાળા) ગણીએ તો કુલ ૯૯૪૨=૧૯૮ પ્રકારના દેવો થયા. આ બધા દેવો પોતાના વિમાન સાથે કે પોતાના મૂળ રુપે આ ધરતી ઉપર આવતા નથી. પાલકદેવે બનાવેલા પાલક વિમાનમાં સૌધર્મેન્દ્ર વગેરે ભગવાનનો મેરુ ઉપર જન્માભિષેક કરવા આવ્યા હતા. પરમાત્મા મહાવીરદેવના સમવસરણમાં સૂર્ય-ચંદ્ર મૂળવિમાને આવ્યા, તે આશ્ચર્ય બની ગયું. સૂર્યનું વિમાન ભયાનક ગરમી આ ધરતી ઉપર છોડે છે, છતાં તેમાં રહેલા સૂર્ય નામના દેવો પોતે બળતા નથી કારણકે સૂર્યના વિમાનો જે પૃથ્વીકાયના જીવોના બનેલા છે, તેમને આતપ નામકર્મનો ઉદય છે. આતપ નામકર્મના ઉદયથી પોતે ઠંડા રહીને બીજાને ગરમ પ્રકાશ આપે. તેથી સૂર્યનું વિમાન પોતે ઠંડુ હોઈને આપણને ગરમી આપે છે. ચંદ્રના વિમાનના પૃથ્વીકાયના જીવોને ઉદ્યોત નામકર્મનો ઉદય હોય છે. તેના પ્રભાવે પોતે ઠંડા રહીને બીજાને ઠંડો પ્રકાશ આપે છે. ચંદ્ર ઉપર આપણા આ માનવશરીરથી જઈ ન શકાય. હા ! મૃત્યુ પામીને ત્યાં દેવ તરીકે ઉત્પન્ન થઈ શકાય. એપોલો-૧૧ ચંદ્ર ઉપર ઉતર્યું વગેરે વાત સાચી નથી, તેવું તો હવે વૈજ્ઞાનિકો પણ કહેવા લાગ્યા છે. તે અંગે ‘We never went to Moon' પુસ્તક પણ પ્રકાશિત થયું છે. પોતાને સર્વોત્કૃષ્ટ જાહેર કરવા અમેરિકાનો આ સ્ટંટ હતો અને કોઈ સ્ટુડીયોમાં તેવો સેટ ઊભો કરીને તેની મુવી ઉતારવામાં આવી હતી, વગેરે વાતો જાહેર થઈ ગઈ છે. વૈજ્ઞાનિકો જે કહે તે બધું જ સાચું હોય, તેવું નથી, તેનો આ જ્વલંત પુરાવો છે. વૈજ્ઞાનિકો રાગ-દ્વેષથી ભરેલા છે, તેથી તેમની વાતો ખોટી હોઈ શકે પણ પરમપિતા પરમાત્માની કોઈપણ વાત ખોટી ન હોય, તેઓ રાગ-દ્વેષઅજ્ઞાન વિનાના છે. વળી, કેવળજ્ઞાનના પ્રકાશમાં બધું જ જાણે છે. અઢીદ્વીપમાં રહેલા સૂર્ય-ચંદ્ર વગેરે ફરતા હોવાથી અઢીદ્વીપમાં જ રાત દિવસ વગેરે વ્યવહાર થાય છે. અઢીદ્વીપ બહાર સૂર્ય-ચંદ્ર વગેરે સ્થિર હોવાથી સદા પ્રકાશ-પ્રકાશ હોય છે. મધ્યલોક સિવાય ક્યાંય સૂર્ય-ચંદ્રના વિમાનો નથી, માટે દેવલોક-નરક વગેરેમાં પણ રાત-દિનનો વ્યવહાર નથી. આપણી દુનિયાના રાત-દિન, મહીના-વર્ષની ગણતરીના આધારે દેવનરકનું ઓછામાં ઓછું ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય વગેરે ગણાય છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું 1 ૨૫૫
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy