SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ 'સંવત ૨૦૫૯ કારતક સુદ - ૯ બુધવાર તા. ૧૩-૧૧-૦૨ | કોઈ વ્યક્તિને મકાન બનાવવું હોય તો તે પહેલાં સ્થાન નક્કી કરે. તેનો એરીયા પસંદ કરે. એરીચા પ્રમાણે મકાન શેમાંથી બનાવવું? તે નક્કી થાય. ક્યાંક કાગળના મકાન, કયાંક લાકડાના, કયાંક કપડાના તો ક્યાંક સીમેન્ટના મકાન બને. તે મકાન બનાવવા માટે જરૂરી મટીરીયલ ઇંટ-સીમેન્ટ-રેતીકપચી-લાકડું-કાગળ વગેરેનો ઓર્ડર આપવો પડે. જેવી જરુરિયાત હોય તેવું મકાન બનાવાય. યોગ્ય જગ્યાએ બારી-બારણાં વગેરે ગોઠવાય. આર્કીટેક મકાનની ડીઝાઈન તૈયાર કરે. જેવી મજબૂતાઇ જોઇએ તેવું મટીરીયલ વપરાય. પરસ્પર જોડાણ કરવા સીમેન્ટ, ફેવીકોલ, ગુંદર વગેરે ચીકાસવાળા પદાર્થોનો પણ ઉપયોગ થાય. રંગરોગાન કર્યા પછી તે મકાન વિશેષ આકર્ષક બને. માનવોને રહેવા જેમ ઘર જોઈએ તેમ આત્માને રહેવા શરીર જોઈએ. આત્મા નવા ભવમાં આવતાની સાથે આહાર કરીને તરત પોતાને રહેવા માટે શરીર બનાવવાનું શરુ કરે છે. તેમાં આ નામકર્મ મહત્ત્વનો ભાગ ભજવે છે. દેવ-મનુષ્ય-નરક-તિર્યંચગતિના નામકર્મ આત્માને રહેવાના મકાન= શરીરની જગ્યા નકકી કરે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જાતિ સુધીના નામકર્મો તેના જુદા જુદા એરીયાના મકાન નક્કી કરે છે. જેની પાસે જેવા પૈસા તે પ્રમાણેના એરીયામાં તેટલાં બેડરૂમ-હોલ-કીચન બાલ્કનીવાળું ઘર તે બનાવે. અહીં જેનું જેવું જાતિ નામકર્મ તે પ્રમાણેની ઈન્દ્રિયો તે તૈયાર કરે. જાપાનમાં કાગળના મકાન બનાવે તો ભારતમાં ઇંટ-સીમેન્ટના મકાન બનાવે તેમ જીવ દેવ-નારકભવમાં વૈક્રિયશરીર તો મનુષ્ય-તિર્યંચમાં દારિક શરીર બનાવે. તેમાં તે-તે નામકર્મ કારણ બને. ગામમાં રહેનારો શ્રીમંત કયારેક માથેરાન-સીમલા વગેરે સ્થળે બંગલા રાખે. તેનો તે કયારેક ઉપયોગ કરે. તેમ લબ્ધિધારી તિર્યંચ - માનવ ક્યારેક ઉક્રિય તો લબ્ધિધારી સાધુ ક્યારેક આહારક શરીર બનાવીને તેનો પણ ઉપયોગ કરે. તૈજસ-કાશ્મણ શરીર તો સદા તેની સાથે જ હોય. જે ભવમાં ઉત્પન્ન થાય તે ભવને અનુરુપ ઓદારિક કે વૈક્રિય નામનું ત્રીજું શરીર અહીં મૂકીને બાકીના બે શરીરને સાથે લઇને નવા ભવમાં જાય. આ પાંચ શરીરને આપનાર પાંચ શરીર નામકર્મ છે. જરૂરિયાત પ્રમાણે ઘરના બારી, બારણાં, ગ્રીલ વગેરે ભાગો સુથાર-લુહાર વગેરે તૈયાર કરે તેમ અંગોપાંગ નામકર્મ દારિક વગેરે ત્રણ શરીરના આંખ, કાન, નાક, જીભ, હાથ, પગ, આંગળીઓ વગેરે અંગોપાંગ તૈયાર કરે. તંબૂ વગેરેમાં બારી-બારણા ન હોય તેમ તૈજસ-કામણ શરીરમાં કોઈ અંગોપાંગ ન - તત્વઝરણું ૨૫૨
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy