SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૨૦૫૯ કારતક સુદ - ૪ શુક્રવાર, તા. ૮-૧૧-૦૨ દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્ય, આ પાંચ પ્રકારની લબ્ધિ છે. આ પાંચે લધિઓ સંપૂર્ણ પ્રગટ થઇ શકે અથવા આંશિક પણ પ્રગટ થઇ શકે. આ લબ્ધિઓને પ્રગટ થતાં અટકાવનારું અંતરાય કર્મ છે. જો અંતરાય કર્મનો સંપૂર્ણ નાશ થાય તો સંપૂર્ણ લબ્ધિઓ પ્રગટે અને જો તેમનો ક્ષયોપશમ થાય તો આંશિક લબ્ધિઓ પ્રગટે. કર્મો બે પ્રકારના છે, ઘાતી અને અઘાતી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય; એ ચાર કર્મો ઘાતી છે, કારણકે તેઓ આત્માના ગુણોનો ઘાત કરે છે. વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય કર્મ અઘાતી છે. કારણકે તેઓ આત્મિક ગુણોનો ઘાત કરી શકતા નથી. - ચાર અઘાતી કર્મોના કેટલાક પેટાકર્મો આત્માના ગુણોનો સંપૂર્ણ ઘાત કરે છે, તેઓ સર્વઘાતી છે. કેટલાક પેટાકર્મો આત્માના ગુણોને સંપૂર્ણ ન ઢાંકે, થોડા થોડા પ્રગટવા દે, તેઓ દેશઘાતી કહેવાય. જ્ઞાના-પ, દર્શના-૯, મોહનીય-૨૮ અને અંતરાય-પ મળીને ૪૦ કર્મો ઘાતી છે. તેમાં કેવળજ્ઞાનાવરણીય, કેવળદર્શનાવરણીય, પાંચ નિદ્રા, ૧૨ કષાય મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય, એ ૨૧ સર્વઘાતી છે. તેમનો ઉદય હોય ત્યારે તે તે ગુણો જરા ય પ્રગટ ન થઇ શકે. જે કર્મનો ઉદય અને તેનાથી ટંકાતો ગુણ પરસ્પર વિરોધી હોય, એકની હાજરીમાં બીજો ન રહે તે સર્વઘાતી કર્મ કહેવાય. કેવળજ્ઞાનાવરણીયકર્મ નો ઉદય હોય તો કેવળજ્ઞાન ન જ હોય. કેવળદર્શનાવરણીયના ઉચમાં કેવલદર્શન ન જ હોય. પાંચ નિદ્રાનો ઉદય હોય તો પાંચે ઇન્દ્રિયો કામ ન કરે. અનંતાનુબંધીનો ઉદય સમકિત પ્રગટવા ન દે. અપ્રત્યાખ્યાનીયનો ઉદય દેશવિરતિ પેદા થવા ન દે. પ્રત્યાખ્યાનીય કષાયોનો ઉદય સર્વવિરતિગુણ સંપૂર્ણ ઢાંકે. મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ઉદય સમકિત આવવા ન દે. આ ૨૧ સિવાયના ૨૬ કર્મો દેશઘાતી છે. જે કર્મોના ઉદયની હાજરીમાં, તેનાથી ઢંકાતા ગુણો થોડા પ્રગટે, થોડા ન પ્રગટે તે દેશઘાતી કર્યો. જે કર્મોનો ઉદય અને ગુણો, બંને પરસ્પર વિરોધી ન હોય પણ સાથે રહી શકે તેવા હોય તે દેશઘાતી કર્મો. મતિ-શ્રુતિ-અવધિ-મન:પર્યવજ્ઞાનાવરણીયનો ઉદય હોય ત્યારે પણ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન પણ હોઇ શકે. ચા-અચક્ષુ -અવધિદર્શનાવરણીય કર્મના ઉદયની સાથે તે ત્રણે દર્શન પણ હોઇ શકે છે. તત્વઝરણું ૨૩૧
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy