SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનાવલી વગેરેનો વારંવાર પાઠ કરીને હૃદયને ભાવિત બનાવવું જરુરી છે. 2 “ખામેમિ', “મિચ્છામિ’, ‘વંદામિ' આ ત્રણ પદોનો અજપાજપ કરવો. ખામેમિ' એટલે “ખામેમિ સવ્ય જીવે'. સર્વ જીવોને ખમાવું છું. “મિચ્છામિ' એટલે “મિચ્છામિ દુક્કડમ” = મારા સર્વ પાપો નાશ પામો. ‘વંદામિ' એટલે ‘વંદામિ જિણે ચઉcવીસ” ૨૪ ભગવાનને વંદના કરું છું. દુકૃતગહ અને સુકૃત અનુમોદના રોજ કરવી. તથા ચારનું શરણ વારંવાર સ્વીકારવું. કશું ન બને તો વારંવાર “હે અરિહંત ! મિચ્છામિ દુક્કડમ, હે અરિહંત ! મિચ્છામિ દુક્કડમ્' રસ્યા કરવું. ‘વીર-વીર' “મહાવીર-મહાવીર' કે “અરિહંત-અરિહંત' નો જાપ જપ્યા કરવો. પોતાને જે પદ વધારે ગમે તે પદનો વારંવાર જાપ કરીને હૃદયનેમનને-જીવનને તે પદથી ખૂબ ભાવિત બનાવી દેવું. નજીકના બધાને તે પદની જાણ કરીને કહેવું કે મારું મોત નજીક જણાય ત્યારે મને આ પદ વારંવાર સંભળાવજો. મને ઘણું ગમે છે. મારું મન તેમાં વધારે ઠરે છે. ભાવો ઉછળે છે. છેલ્લી વખતે તે પદ સાંભળતા લીનતા આવશે, સમાધિ મળશે. મૃત્યું મહોત્સવ બનશે. | સ્મરણશક્તિ ખૂબ ઓછી થઇ જાય, જે ચીજ વારંવાર કરતા હોઇએ તે છૂટી જાય, ગમતી ચીજો કે આરાધનાઓ પ્રત્યે અણગમો થાય તો જણાય કે હવે આયુષ્ય ઓછું બાકી હશે. તેવા સમયે સાવધ બની જવું. સમાધિ મેળવવા, થાય તેટલી આરાધના કરવી. પોતાની સમાધિ જેમ જરૂરી છે, તેમ બીજા જીવોની સમાધિ પણ જરૂરી છે. તેથી કેટલાક યુવાનો અને બહેનોના એવા ગ્રુપ તૈયાર થવા જોઇએ કે જેઓ સમાધિ માટેના સ્તોત્રો, શ્લોકો, કથાઓ, પ્રેરણાવાકયો તૈયાર કરે. અનુકુળતાના દિવસે હોસ્પીટલો, દવાખાનાઓ વગેરેમાં જઇને રીબાતા-પીડાતા-મોતના બીછાને પહોંચેલાને આશ્વાસન આપણા સાથે સમાધિમાં લીન કરે. નિર્ચામણા કરાવાનું શીખી લે. જ્યાં કોઇ બોલાવે ત્યાં જઇને, ત્યાં મોતના બિછાને પોઢેલાને અંત સમયની સુંદર આરાધના-સાધના કરાવે. જે બીજાને સમાધિ આપે તેને પોતાને સમાધિ મળે. બીજાનો પરલોક સુધારવાથી પુષ્કળ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. પરલોકમાં પોતાની પણ સદ્ગતિ થાય. મોક્ષ ઘણો નજીક આવે. બીજાને સમાધિ આપવાનો અવસર મળે તે મહાપુણ્યોદય ગણાય. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ. તત્વઝરણું ૨૨૩.
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy