SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ કાળજી લેવી છે. મોત પણ મહોત્સવ બની જાય, સમાધિ ભરપૂર બને તેવા પ્રયતનો આજથી શરુ કરવાના છે. આ ભવમાં જેઓ વિશિષ્ટ આરાધના-સાધના-ઉપાસના કરવા વડે આવતા ભવને સલામત બનાવી દે છે, તેઓ મોતથી જરા ય ન ડરે. મસ્તીથી મરવા તૈયાર હોય. મુંબઇથી ભાવનગર જતાં, વચ્ચે અમદાવાદ ઉતરીને બીજી ગાડી પકડવાની હોય તો બધા મસ્તીથી ઉતરે છે. આ ગાડી છોડવાનો ત્રાસ નથી હોતો, કારણ કે સામેની બીજી ગાડીનું રીઝર્વેશન તૈયાર છે. આ ભવનું જીર્ણ, ઘરડું, શિથીલ ઇન્દ્રિયોવાળું શરીર છોડીને, મોક્ષની સાધના માટે અનુકૂળ શરીર આવતા ભવનું મેળવવામાં આનંદ હોય કે ત્રાસ હોય ? મોત એટલે એક ગાડીમાંથી ઉતરીને બીજી ગાડીમાં બેસવું. એક શરીરને છોડીને બીજું શરીર ધારણ કરવું. કપડું મેલું થાય તો બદલવાનું કે નહિ ? તે બદલતાં ત્રાસ હોય કે નવું પહેરવાનો આનંદ હોય? ઘરડું, તકલાદી, માંદું શરીર છોડીને બીજ ભવનું નવું શરીર મેળવતાં આનંદ હોય કે ત્રાસ થાય? મોત એટલે જૂનાં કપડાં કાઢીને નવા કપડાં પહેરવાની ક્રિયા, એમાં રુદન કેમ? એનો ડર કેમ? મોતનો ત્રાસ કેમ? હા ! જેણે આ ભવમાં કોઇ આરાધના સાધના ન કરી હોય, પરલોકમાં સારા ભવની શક્યતા ન હોય તેને મોતનો ડર લાગે, તે ગભરાય, મોતથી બચવા વલખાં મારે. આ ત્રાસ મોતનો નથી, પણ આ ભવમાં મળેલા લાડીવાડી-ગાડી-બાગ-બંગલા-બગીચા છોડવાનો ત્રાસ છે. તેને મરતી વખતે પોતાનો ભૂતકાળ દેખાય. ક્રોધ-કામવાસના-સ્વાર્થ-વિશ્વાસઘાત-પ્રપંચો-દગાફટકા વગેરે પોતાના પાપો નજરમાં આવે. તેનાથી સમજાય કે મને આ ભવમાં મળેલી કોઇ અનુકૂળતા આ પાપોના કારણે આવતા ભવમાં મળે તેમ નથી. તેથી આ બધુ છોડવાનો ત્રાસ અનભવે. બાકી જેણે આ ભવમાં આરાધનાસાધના કરી છે તે તો મસ્તીથી મોતને વધાવે. ૫૦ હજાર છોડીને ૫૦ લાખ મળતાં હોય તો પ૦ હજાર છોડવામાં આનંદ જ હોય ને? જો આવું મોજનું મરણ મેળવવું હોય, નિશ્ચિત મોતને મહોત્સવ બનાવવું હોય તો આજથી જ જીવનને આરાધના-સાધનાથી ભરી દઇએ. po 39 | ભગવાન પાસે ભકત ત્રણ પ્રાર્થના કરે, “અનાયાસેના મરણ, વિના દૈત્યેન જીવન, દેહાન્ત તવ સાન્નિધ્ય, દેહિ મે પરમેશ્વર.” હે ભગવંત ! કોઇપણ જાતની પીડા, અસમાધિ, વેદના વિનાનું મોત આપ. કોઇપણ પ્રકારની દીનતા વિનાનું મને જીવન આપ અને જ્યારે આ દેહ છોડવાનો હોય ત્યારે મને તારું સાનિધ્ય આપ. મારી આ ત્રણ પ્રાર્થનાનો તું સ્વીકાર કર. તત્વઝરણું | ૨૧૩
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy