SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ માં ગુણઠાણાના અંતે કેવળજ્ઞાન થતાં આત્મા ૧૩ મા ગુણઠાણે પહોંચે. મન-વચન-કાયાના યોગો ચાલુ હોવાથી તેઓ સયોગી કહેવાય. અનુત્તરવાસી દેવોના સવાલોના જવાબો તેઓ મનથી ચિંતવે તે મનોયોગ. દેશના આપે તે વચનયોગ. વિહાર કરે તે કાયયોગ. કેવળજ્ઞાની હોવાથી કેવલી કેહવાય. આ સયોગી કેવલી નામના તેરમા ગુણઠાણે આત્મા ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત રહે. વધુમાં વધુ દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી રહે. પૂર્વકોડવર્ષથી વધારે આયુષ્યવાળા આત્માઓ ક્ષપકશ્રેણી માંડી શકતા નથી. વહેલામાં વહેલા ૯ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન પામી શકાય. તેથી ૧૩મું ગુણસ્થાનક ૯ વર્ષ જૂના પૂર્વક્રોડ વર્ષ સુધી ટકી શકે, પણ તેથી વધારે નહિ. જ્યારે આયુષ્ય પૂર્ણ થવાનું એક નાનું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે ૧૪મા ગુણઠાણે આત્મા પહોંચે. અહીં કોઈ યોગ ન હોય માટે તે અયોગી કેવલી કહેવાય. આયુષ્ય પૂર્ણ થતાં તે આત્મા અઘાતી કર્મોને ખલાસ કરીને મોક્ષે પહોંચે. ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણીના દરેક ગુણઠાણાનો કાળ અંતર્મુહૂર્તથી વધારે નથી, કારણકે એક અધ્યવસાય સતત અંતર્મુહૂર્તથી વધારે સમય ટકતો નથી. અંતર્મુહૂર્ત પૂર્ણ થતાં તે અધ્યવસાય પલટાય છે. તેથી સામાયિકનો સમય પણ અંતર્મુહૂર્ત = ૪૮ મિનિટથી વધારે નથી. એક સામાયિક પત્યા પછી બીજું સામાયિક લેવાની વિધિ કરીએ એટલે નવો સુંદર અધ્યવસાય ચાલુ થઈ જાય. ૪૮ મિનિટ પસાર થતાં અધ્યવસાય બદલાતાં ત્રીજું સામાયિક લેવાની વિધિ કરવાની. ત્રણ સામાયિક પત્યા પછી ચોથું સામાયિક લેતાં પહેલાં પારવું પડે કારણ કે ઠલ્લે, માગું વગેરે જવાની કદાચ શંકા થાય તો, તે બધું પતાવીને ચોથું વગેરે સામાયિક કરી શકાય. તપાગચ્છની પરંપરામાં ત્રણ સામાયિક એકી સાથે ઉચ્ચારાતા નથી, પણ દરેક સામાયિક જુદું જુદું ઉચ્ચરવાનું છે, તેની પાછળ કોઈ અધ્યવસાય સળંગ અંતર્મુહૂર્તથી વધારે નથી રહેતો, તે કારણ જણાય છે. આપણા શરીરના કોઈ ઠેકાણાં નથી. કાળજી રાખવા છતાં ય કયારેક ચાલુ સામાયિકમાં ઠલ્લે, માત્રે જવાની શંકા થાય તેવું બને. સામાચિકમાં સંડાસ, બાથરુમનો ઉપયોગ ન કરાય. વસ્ત્રપરિવર્તન કરીને કુંડી વગેરે વડે શંકા ટાળીને પાછું સામાયિકમાં બેસી શકાય. સામાયિકનો કાળ પૂર્ણ થયા પછી પારીને તે ફંડીની યોગ્ય જયણા કરી શકાય. જો તેવી વ્યવસ્થા ન થઈ શકે તેમ હોય તો સામાયિકમાં જ સંડાશ કે બાથરૂમમાં જવા કરતાં, વહેલું સામાયિક પારીને જવામાં દોષ ઓછો છે. પછી ગુરુભગવંત પાસે તેનું પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઇએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ. SPSS તત્વઝરણું ૨૦૬
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy