SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ના ગુણકારકાયુષ્ય જ છે તેવું કેમ કરી સમકિતી દેવો, નારકો તો મનુષ્યનું આયુષ્ય બાંધે છે, તેવું બીજા કર્મગ્રંથમાં જણાવ્યું છે તેનું શું? પહેલા ગુણઠાણે અનંતાનુબંધી કષાયોનો ઉદય હોય. અને અનંતાનુબંધી કષાયોના ઉદયે જો નરકાયુષ્ય જ બંધાતુ હોય તો બીજા કર્મગ્રંથ માં પહેલા ગુણઠાણે ચારે ગતિના આયુષ્ય બંધાય છે, તેવું કેમ કહ્યું? છે દેખીતી રીતે આ બધા વિરોધાભાસ જણાય છે, પણ જે આપણે સમન્વયદષ્ટિ કેળવીએ તો બધા વિરોધાભાસો દૂર થઇ જાય. ૧૬ના બદલે ૬૪ કષાયો વિચારશો તો આ બધા વિરોધાભાસો દૂર થઇ જશે. ૧લા ગુણઠાણે અનંતાનુબંધીના ઘરનો (૧)અનંતાનુબંધીનો ઉદય હોય તો નરકનું (૨)અપ્રત્યાખ્યાનીયનો ઉદય હોય તો તિર્યંચનું (૩)પ્રત્યાખ્યાનીચનો ઉદય હોય તો મનુષ્યનું અને (૪) સંજવલનનો ઉદય હોય તો દેવનું આયુષ્ય બંધાઇ શકે. આમ પહેલા ગુણઠાણે ચારે ગતિના આયુષ્ય બંધાય તેમાં પહેલા કર્મગ્રંથ સાથે કોઇ વિરોધ ન આવ્યો. , દેવ-નારકોને ભલે અપ્રત્યાખ્યાનીચ કષાયોનો નિકાચિત ઉદય હોય પણ ચોથા ગુણઠાણે અપ્રત્યાખ્યાનીયના ઘરના પ્રત્યાખ્યાનીચનો ઉદય હોવાથી મનુષ્ય આયુષ્ય બંધાય તેમાં કોઇ વાંધો નથી. તે પહેલા-બીજા કર્મગ્રંથમાં બાળ-જીવોને અનુલક્ષીને કેટલીક વાતો સ્કૂલ દષ્ટિએ જણાવી છે. જેમ આગળ આગળનો અભ્યાસ થતો જાય તેમ તેમ આગળ પાછળનો સમન્વય કરતા રહેવું. તે માટે અનુપ્રેક્ષા સ્વાધ્યાય કરવો. ભગવાનના વચનો ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય તેને કયાંય વિરોધાભાસ ન જણાય.તે ગમે તે રીતે ભગવાનના તમામ વચનોનો પરસ્પર સમન્વય સાધવાનો જ પ્રયત્ન કરે. વિનયવિજયજી મહારાજે રચેલો લોકપ્રકાશ ગ્રંથ વાંચવા જેવો છે. ગુજરાતી ભાષાંતર પણ મળે છે. જુદા જુદા અનેક ગ્રંથોની સાક્ષીઓ તથા મતાંતરો તેમાં મૂક્યા છે. તે બધાનું ચિંતન કરવાથી ઘણું જાણવા-સમજવા મળશે. રામદાસ રામાયણની કથા કહી રહ્યા હતા. એમ કહેવાય છે કે તે વખતે હનુમાનજી અદશ્ય રુપે તે કથા સાંભળતા હતા. રામદાસે કહ્યું, “હનુમાનજી જ્યારે સીતાજી પાસે અશોકવાટિકામાં ગયા ત્યારે ત્યાં સફેદ ફૂલો હતા.” તરત હનુમાનજીએ પ્રત્યક્ષ થઇને કહ્યું, “ખોટી વાત છે. હું પોતે જ હનુમાન છું. હું અશોકવાટિકામાં ગયો ત્યારે ત્યાં ફૂલો સફેદ નહિ, પણ લાલ હતા.” બંને જણે પોતાની વાત મજબૂતાઇથી પકડી રાખી. હવે શું થાય? છેવટે બધા રામચંદ્રજી પાસે ગયા. રામચંદ્રજી સમન્વય દષ્ટિવાળા હતા. તેમણે કહ્યું, “બંને સાચા છો. ખરેખર તો ફૂલો સફેદ જ હતા, પણ તે વખતે રાવણ ઉપર પેદા થયેલા ભયાનક તત્વઝરણું ૧૬
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy