SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૨૦૫૮ આસો વદ - ૨ બુધવાર તા૨૩-૧૦-૦૨ વિચારોમાં મંઝવણ પેદા કરાવવાનું કામ દર્શન મોહનીય કર્મ કરે છે, તો આચારોમાં વિચિત્રતા પેદા કરવાનું કાર્ય ચારિત્ર મોહનીસકર્મનું છે. કર્મો ગમે તેટલા બળવાન હોય, પણ ચરમાવર્તકાળમાં પુરુષાર્થ તેનાથી પણ બળવાન છે. આપણે કર્મોનો વાંક કાઢીને બેસી નહિ રહેવાનું પણ તે કર્મોનો ખૂરદો બોલાવવાનો ઘોર પુરુષાર્થ કરવાનો. બીજાના જીવનમાં દોષો દેખાય તો તેમના પ્રત્યે તિરસ્કાર કે દુભવ નહિ કરવાનો. તેમના કર્મો તેવા હશે, તેમ વિચારીને કર્મોને ધિક્કારવાના, તેમના દોષોને ધિક્કારવાના પણ તે દોષો કે કવાળી વ્યક્તિને કદીય ધિક્કારવી નહિ. આપણા જીવનમાં દોષો જામેલા દેખાય તો કર્મોને નજરમાં લાવીને જાતનો બચાવ નહિ કરવાનો, પણ આપણા અવળા પુરુષાર્થને નજરમાં લાવીને, હવે દોષોને ખતમ કરવાનો સવળો પુરુષાર્થ શરુ કરવો. કર્મો કરતાં ધર્મની તાકાત વધારે છે. હવે હું ધર્મ વધારીશ. કર્મોને કંટ્રોલમાં લાવીશ. જીવનને આબાદ બનાવીશ એવું નક્કી કરવું. જૈનશાસન અદભૂત છે. તે આપણને મળ્યું છે. તેના પ્રભાવે ઠેઠ મોક્ષે જઈ શકીશું. દોષો કે દુઃખો દેખાય તો રડવાનું નહિ. લઘુતાગ્રંથીથી પીડાવાનું નહિ પણ ઉલ્લાસ-થનગનાટ પેદા કરવો. સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, વાધ્યાયકાઉસ્સગ્ગથી માંડીને ક્રોધાદિ દોષોના નાશની સાધનામાં આગળ વધવું. “ઊઠા ઊભો થા ! ઉઠાવ તલવાર, લડી લે યુદ્ધ'' શબ્દોને યાદ કરીને ઊભા થવું. હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જ ને’ શબ્દો સાંભળીને કાયરતા ખંખેરીને શૂરવીર બનવું. પોતાના દોષનો ટોપલો બીજાને કે કર્મોને ઓટાડવાના બદલે તે કર્મોને ખતમ કરવા ધમરાધનામાં સત્ત્વ ફોરવવું, પણ દોષોનો બચાવ ન કરવો. પોતાને સતાવતા ક્રોધનો, દોષ તરીકે સ્વીકાર કરવો, પણ ‘કડકાઈ’ નું લેબલ આપી, તેનો બચાવ ન કરવો. અભિમાનને સ્ટેટસ,માયાને સેલ્સમેનશીપ કે લોભને “ઈનવેસ્ટમેન્ટ' જેવા રૂપાળા શબ્દો આપીને તે તે દોષોનો બચાવ કરતા રહીશું તો તેને ખતમ કેવી રીતે કરીશું? રોગનો રોગ તરીકે સ્વીકાર કરો, તો રોગ મટશે પણ જે રોગને રોગ તરીકે સ્વીકારે નહિ તે દવા ન કરે, માટે તેનો તે રોગ મટે નહિ. જે દોષનો દોષ તરીકે સ્વીકાર કરીશું, બચાવ નહિ કરીએ તો તે દોષોને દૂર કરવાનો ઉપાય જાણી શકીશું. તેનો અમલ કરીને દોષમુક્ત બની શકીશું. - કષાયો ૧૬ પ્રકારના છે. ક્રોધ-માન-માયા અને લોભ, આ ચારે કષાયો તત્વઝરણું ૧૮૯,
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy