SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ કાળ પાકતાં ભવ્યઆત્મા શરમાવર્તકાળમાં પ્રવેશ કરે, તે અહીં ૧સી દ્વારા બતાડેલ છે. - ૧સી માં આવેલો આત્મા પાછો ૧બી કે ૧એ માં ન જાય. ચરમાવર્તકાળમાં માત્ર ભવ્ય આત્મા જ પહોંચે. અભવ્ય આત્મા તો સદા માટે અચરમાર્યકાળમાં જ હોય. તેથી તેનો વિકાસ ૧બી થી વધારે ન થાય. જાતિભવ્ય આત્મા તો સદા ૧એ માં રહે. તે તો અવ્યવહાર રાશીમાંથી જ બહાર ન નીકળે. - આપણે ભવ્ય છીએ માટે આપણો વિકાસ ઠેઠ ૧૪ માં ગુણઠાણા સુધી થઇ શકે. “મોક્ષ પણ ગમે, સંસાર પણ ગમે' તે સ્થિતિમાં આવ્યા માટે આપણે નસી (ચરમાવર્તકાળ) માં આવી ગયા છીએ. જ્યારે આત્મા દ્વિર્તધક, સકૃબંધક, અપુનર્વધક, માગિિભમુખ, માર્ગપતિત અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે ૧ડી માં છે, તેમ કહેવાય. ૦૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મની જ બંધાઇ શકે છે. જે આત્મા આવી મોટી સ્થિતિ મોક્ષે પહોંચવા સુધીમાં બેથી વધારે વાર બાંધવાનો ન હોય તે દ્વિબંધક કહેવાય. એક જ વાર બાંધવાનો હોય તે સમૃદ્ધધક કહેવાય. એકપણ વાર બાંધવાનો ન હોય ત્યારે અપુનર્વધક કહેવાય. ત્યારપછી તેની નજરે મોક્ષમાર્ગ આવે. તે ત્યાં જઇને ઊભો રહે. મોક્ષમાર્ગ ઉપર પહોંચ્યા પછી જ્યારે તે માર્ગ પ્રમાણે આગળ વધે ત્યારે તે માગનુસારી કહેવાય. તેનો ૧ઇ માં પ્રવેશ થયો ગણાય. અહીં સુધી હજુ પહેલું ગુણઠાણું જ કહેવાય. મિથ્યાત્વ મોહનીય કર્મનો જ ઉદય હોય. | ૧ઇ પછી ઉપર આગળ વધવાનું. ૧૦મા ગુણઠાણે પહોંચ્યા પછી બે લાઇન શરુ થાય છે. જે ૧૧ મે ગુણઠાણે જાય તે પાછો નીચે આવે. જે ૧૦ મે થી ૧૧ મે ન જતાં સીધો ૧૨મે ગુણઠાણે જાય તે ૧૩-૧૪ થઇને મોક્ષે જાય. આત્મામાં ગુણોનો પ્રકાશ વધતો જાય. જુદા જુદા કર્મો આપણે જ બાંધીએ છીએ, અને આપણે બાંધેલા તે કર્મોને આપણે જ ભોગવીએ છીએ. આપણા સારા કે ખરાબ વિચારો-ઉચ્ચારો-આચારો વડે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના દરવાજે, કર્મોની રજકણો આત્મામાં પ્રવેશીને કર્મ બને. તે વખતે તેમાં પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ નક્કી થાય. તેમાં સ્થિતિ બે પ્રકારની નક્કી થાય. અબાધાકાળ અને વિપાકકાળ. get lea જ્યાં સુધી બંધાયેલું કર્મ પોતાનો પરચો ન બતાડે ત્યાં સુધી અબાધાકાળ કહેવાય. તે આપણા માટે ગોલ્ડન પીરીયડ કહેવાય. તે દરમ્યાન જો આપણે પશ્ચાત્તાપ કરીએ, ધર્મારાધના કરીએ તો તેના દ્વારા તે કર્મોનો પાવર ઘટી શકે તત્વઝરણું [ ૧૮૦
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy