SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તેમના કરતાં એક વધારે વાત હું સાચી જાણું છું, વગેરે કહીને તે ભગવાનની સામે પડયો. પહેલો બળવાખોર પાડ્યો. ભગવાનની દીકરી પ્રિયદર્શના પણ પોતાના પિતાને છોડીને પતિના પક્ષમાં ગઇ. છે ને સંસારની કમાલ! ભગવાનને છોડીને, પિતાને છોડીને, તેમની સામે પડી. જમાલીએ નવો મત સ્થાપ્યો. આ તો સારું થયું કે ટંક કુંભારે પ્રિયદર્શના સાધ્વીજીને સત્યનું ભાના કરાવીને પાછી પિતા ભગવાનના શરણે મોકલી. - પરમાત્મા મહાવીરદેવના અનુયાયી ટંક કુંભારને ત્યાં પ્રિયદર્શના સાધ્વીજીનો ઉતારો હતો. ટંકે અગ્નિનો કણીયો પ્રિયદર્શના સાધ્વીના વસ્ત્રો ઉપર ફેંક્યો. કપડા બળવા લાગ્યા. પ્રિયદર્શના સાધ્વીજી બોલ્યા, “અરે ! કપડું બળ્યું, કપડું બળ્યું.” ટંક દોડતો આવ્યો, બોલ્યો, “અરે ! આવું વિપરીત કેમ બોલો છો ? કપડું કયાં બળ્યું છે ? તે તો બળી રહ્યું છે.” પ્રિયદર્શના કહે, “અરે ! જુઓને ! બધું બળી ગયું? જલદી ઓલવો' વગેરે... ટંક કહે, કેમ! તમે તો કહો છો ને કે જે કરાતું હોય તે કર્યું ન કહેવાય. કર્યું હોય તે જ કર્યું કહેવાય. તો પછી બળતું હોય તે બળેલું શી રીતે કહેવાય? - પ્રિયદર્શનાજીને પોતાની ભૂલ સમજાઇ ગઇ. કપડું તો બળતું અટકાવી દીધું હતું. તે પતિને છોડીને ભગવાન પાસે ગઇ. પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરી દીધું. જમાલીને ઘણો સમજાવ્યો. પણ અહંકારી અને કદાગ્રહી તેણે સાચી વાત ન સ્વીકારી. તે મિથ્યાત્વી રહ્યો. આમ, સત્તામાં રહેલું મિથ્યાત્વ મોહનીય કર્મ પણ ખરાબ છે. સત્તામાં છે, માટે ક્યારેક પણ ઉદયમાં આવવાની સંભાવના છે. જો ખતમ કરી દેવાય તો તે કદીય ફરી ઉદયમાં ન આવી શકે. માટે મિથ્યાત્વ મોહનીય કર્મને દબાવીને શાંત કરવાના બદલે ખતમ કરવાની મહેનત કરવી જોઇએ. જો સમકિતમોહનીય કર્મનો ઉદય થાય અને બાકીના મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય કર્મો શાંત પડી રહે તો ક્ષાયોપથમિક સમકિત આવે. આ મલિના સમકિત છે. તે ભગવાનની વાતોમાં શંકા કરાવે. અશ્રદ્ધા પેદા કરાવે. સમકિત મોહનીયકર્મ મૂળમાં તો મોહનીયકર્મ જ છે ને? ઓછા પાવરવાળું મિથ્યાત્વ મોહનીય કર્મ છે ને? તેથી તે સાત્વિક શ્રદ્ધા ન થવા દે. જો મિશ્રમોહનીય કર્મનો ઉદય થાય અને મિથ્યાત્વમોહનીય તથા સમ્યકત્વમોહનીય કર્મ શાંત પડયા રહે તો મિશ્ર ગુણસ્થાનક પ્રાપ્ત થાય. આત્મા ત્રીજા ગુણઠાણે પહોંચ્યો કહેવાય. અહીં મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય ન હોવાથી જૈનધર્મ પ્રત્યે અરુચી ન હોય. તે જ રીતે સમકિત મોહનીયનો ઉદય ન હોવાથી જૈનધર્મ પ્રત્યે રુચી પણ ન હોય. જેનશાસન ગમે તેવું પણ નહિ અને ન ગમે તેવું પણ નહિ. તત્વઝરણું - ૧eo
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy