SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ એકલો નિશ્ચય નહિ કે એકલો વ્યવહાર નહિ. બેમાંથી એકાંતે કોઇનું ખંડન નહિ કે એકાંતે કોઇનું ખંડન નહિ. બંનેનું બેલેન્સ જોઇએ. 2) : શાસ્ત્રોમાં જુદા જુદા નયો બતાડ્યા છે. જ્ઞાનનય અને ક્રિયાનય. નિશ્ચયનય અને વ્યવહારનય. ઉત્સર્ગ અને અપવાદ. આ દરેક જોડકામાંથી કોઇ એકની ઉપેક્ષા કે ખંડન કરીએ તો ન ચાલે. દરેક જોડકામાં રહેલા બંનેની જીવનમાં યોગ્ય સ્થાને આવશ્યકતા છે. ગાડીના બંને પૈડા સાબૂત હોય તો યોગ્ય નગરે પહોંચે. એક પૈડાનું પંકચર આખી ગાડીને સ્થાને પહોંચતા અટકાવી દે. . સાપે ડંખ માર્યો હોય તો (૧)ગાડિક મંત્ર ભણીને આખા શરીરમાં ફેલાયેલું ઝેર ડંખ ભાગે લાવી દે. (૨) ત્યારપછી ડંખ ભાગે આવેલા તે ઝેરને ચૂસીને બહાર કાઢે. આ બંને પ્રક્રિયા કરે તો જ વ્યક્તિ ઝેરમુક્ત બનીને નિરોગી થાય. બેમાંથી કોઇપણ એક પ્રક્રિયા કરે પણ બીજી ન કરે તો તે નિરોગી ન બની શકે. lottolle De | સામાયિક-પ્રતિક્રમણાદિ વ્યવહારધર્મો આત્મામાં ફેલાયેલા મોહનીસકર્મના ઝેરને ડંખ ભાગે લાવવાનું કામ કરે છે. નિશ્ચયધર્મ ડંખ ભાગે આવેલા તે ઝેરને ચૂસવાનું કામ કરે છે. બંને જોઇએ. બેમાંથી કોઇપણ એક ન હોય તો ન ચાલે. આપણે જે મોહનીસકર્મને ખતમ કરવાની સાધના કરવાની છે, તે મોહનીયકર્મ મદિરા જેવું છે. તેનો નશો ચડવાથી વિવેક ચક્ષુ બંધ થઇ જાય છે. ન માનવાનું મનાય છે. ન કરવાનું કરાય છે. જ આ મોહનીસકર્મના મુખ્ય બે પેટાભેદો છે. (૧)દર્શનમોહનીય કર્મ અને (૨) ચારિત્ર મોહનીય કર્મ. | સમ્યગદર્શન અને મિથ્યાત્વ સાથે દર્શનાવરણીયકર્મનો સંબંધ નથી પણ આ દર્શનમોહનીસકર્મનો સંબંધ છે. અહીં દર્શન એટલે મત, માન્યતા, વિચારો. તેમાં જે મુંઝારો પેદા કરે તે દર્શનમોહનીયકર્મ કહેવાય. ચારિત્ર એટલે આચાર. આચરણમાં વિપરીતપણું પેદા કરાવે તે ચારિત્ર મોહનીય કર્મ કહેવાય. 219 દર્શન મોહનીસકર્મના ત્રણ પેટાભેદો છે. (૧)મિથ્યાત્વ મોહનીય (૨)મિશ્ર મોહનીય અને (૩)સમકિત મોહનીય. મુહપત્તિના પ૦ બોલમાં “સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહર્સ'' બોલો છો ને? પરિહરું એટલે ત્યાગ કરું, છોડી દઉં. મુહપત્તિના ૫૦ બોલમાં જૈનશાસનનું સમગ્ર તત્ત્વજ્ઞાન છૂપાયેલું છે. કયારેક તેની ઉપર શાંતિથી ચિંતન-મનન કરવા જેવું છે. ઘણા રહસ્યો પ્રાપ્ત થશે. તત્વઝરણું ૧૦૦
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy