SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ I , વેદનીય કર્મના બે પેટાવિભાગ છે. (૧)શાતા વેદનીય કર્મ અને (૨) અશાતાવેદનીય કર્મ. જે અનુકૂળતાઓ પેદા કરે તે શાતાવેદનીય કર્મ અને જે પ્રતિકૂળતાઓ લાવે તે અશાતાવેજનીય કર્મ. I અશાતા વેદનીયકર્મના ઉદયે ભૂખ લાગે, તરસ લાગે. ઠંડી-ગરમી લાગે. લકવો-બી.પી., હાર્ટએટેક-ડાયાબીટીસ વગેરે રોગો આવે. પેસા ડૂબી જાય. ધંધામાં નુકશાની થાય. એક્ષીડન્ટ થાય. અશાતાવેદનીયકર્મ આવી જાતજાતની હજારો રીતે આપણા જીવનમાં તકલીફો લાવી શકે. શાતાવેદનીય કર્મના ઉદયે શરીર સારું રહે, તકલીફો દૂર થાય, અનુકૂળતાઓ મળે વગેરે. [ પુરુષાર્થ વડે કર્મોમાં ફેરફાર કરી શકાય છે. શરીર અને મન સારું હોય ત્યારે કર્મો સામેથી ભોગવીને ખતમ કરવા. ઉદયમાં આવેલા કર્મોને સમતાથી સહન કરવા. ઉદયમાં ન આવ્યા હોય તે કર્મોનો તપ-જપ-સાધનાથી ખૂરદો બોલાવવો. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન કરવું. તપ વગેરે આરાધના પણ એ રીતે કરવી કે જેથી બીજાને ત્રાસ-સંકલેશ ન થાય. જેનાથી દુર્ગાન ન થાય, પ્રતિક્રમણવ્યાખ્યાનાદિ યોગોને બાધા ન પહોંચે, સાંસારિક-કૌટુમ્બિક જવાબદારી ના અટવાય. આંખ-કાન વગેરે શરીરના અવયવો ક્ષીણ ન થાય તેટલો તપ કરવો. શરીરને કચડી નાંખવા તપ નથી કરવાનો પણ આહારની આસક્તિને ખતમ કરવા તપ કરવાનો છે. તપ કરવાથી થોડી-ઘણી અશક્તિ તો આવે, પણ શરીરને ખતમ ન કરાય. માત્ર નવકારશી કરવાથી નરકની ૧૦૦ વર્ષની અશાતા દૂર થાય. પોરસી . કરવાથી ૧૦૦૦ વર્ષની નરકની અશાતા (દુઃખો) દૂર થાય. જેમ જેમ મોટું મોટું પચ્ચકખાણ કરતા જાઓ તેમ તેમ દસ દસ ગણા વર્ષોની નરકની અશાતા દૂર થતી જાય. આયુષ્ય કર્મ તો આખા ભવમાં એક જ વાર બંધાય. જે આયુષ્ય બંધાયું હોય તે આ ભવમાં ઉદયમાં ન જ આવે. આવતા ભવમાં જ ઉદયમાં આવે; પણ આયુષ્યકર્મ સિવાયના બાકીના સાતકર્મો તો દરેક સમયે બંધાયા કરે છે. તે કર્મો આ ભવમાં પણ ઉદયમાં આવે, આવતાભાવે ઉદયમાં આવે કે પાંચ-પચીસ ભવો પછી પણ ઉદયમાં આવી શકે છે. | નવકારશી વગેરે તપ કરવામાં ૧૦૦ વગેરે વર્ષોનું નરકનું આયુષ્યકમ ઓછું થતું નથી પણ ૧૦૦ વગેરે વર્ષો સુધી નરકમાં જે દુઃખ ભોગવવું પડે, તેને લાવનારું અશાતા વેદનીય કર્મ નાશ પામે છે. આ અશાતા વેદનીય કર્મ તો આપણા આત્મામાં આ ભવમાં અને પૂર્વના ઘણા ભવોમાં બાંધેલું પુષ્કળ તત્વઝરણું ૧૬o
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy