SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 'સંવત ૨૦૫૮ આસો સુદ- પ ગુરુવાર, તા. ૧૦-૧૦-૦૨ પાંચ જ્ઞાન છે. તેમાં શ્રુતજ્ઞાન વાચાળ છે, બાકીના ચાર જ્ઞાન મૂંગા છે. બાકીના ચાર જ્ઞાનથી જે જણાય તેને તેઓ પોતે રજૂ ન કરી શકે. તેને રજૂ કરવા શ્રુતજ્ઞાનની જરુર પડે. આમ, શ્રુતજ્ઞાન જાણે છે અને પાંચે જ્ઞાનથી થયેલો બોધ બીજાને જણાવે પણ છે જ્યારે બાકીના ચાર જ્ઞાન બોધ કરે છે, પણ પોતાનાથી થયેલો બોધ પોતે જણાવી શકતા નથી. આ, અપેક્ષાએ શ્રુતજ્ઞાન મુખ્ય છે. ને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી મોક્ષ થાય; પણ આપણને આ ભવમાં કેવળજ્ઞાન શકય નથી. તેથી આપણા માટે શ્રુતજ્ઞાન મુખ્ય છે. કેવળજ્ઞાની ભગવાનનો અત્યારે વિરહ છે. તેમના દર્શન આપણને દેરાસરમાં ભગવાનની પ્રતિમામાં થાય. તે રીતે કેવળજ્ઞાનનો પણ હાલ વિરહ છે. તે કેવળજ્ઞાનના દર્શન શ્રુતજ્ઞાનમાં થાય કારણકે કેવળજ્ઞાનમાં જાણેલું શ્રુતજ્ઞાનમાં રજૂ થયું છે. માટે કેવળજ્ઞાન મેળવવાની ઇચ્છાવાળાએ શ્રુતજ્ઞાન મેળવવા વિશેષ ઉધમ કરવો જરુરી છે; પણ અફસોસની વાત છે કે ૫૦૦ રુપીયાની નોટ મૂકીને જ્ઞાનપૂજન કરનારા ૨૦ મિનિટ માટે પણ તે શ્રુતજ્ઞાન ગોખવા-મેળવવા ઉધમ કરવા તૈયાર નથી ! આ તો કેવું કહેવાય? હવે નથી લાગતું કે ઓછામાં ઓછી ૨૦ મિનિટ તો રોજ ગોખવું જ છે. ટીપે ટીપે સરોવર ભરાય તે ન્યાયે રોજ થોડું થોડું ગોખતાં ઘણું આવડી જશે. પ્રયત્ન કરી તો જુઓ. | શબ્દ અને અર્થની પરસ્પર વિચારણા વિનાનું જ્ઞાન તે મતિજ્ઞાન, પણ શબ્દ અને તેની સાથે સંબંધ ધરાવતા અર્થ (પદાર્થ) ની વિચારણા પૂર્વકનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. કોઇ પૈડો શબ્દ બોલ્યું. તેનાથી પેંડો શબ્દ સંભળાયો. પણ પેંડો શબ્દનો અર્થ દૂધના માવાનો બનેલો એક ગળ્યો પદાર્થ એવો બોધ ન થયો તો તે મતિજ્ઞાન કહેવાય. પણ પેંડો શબ્દ સાંભળ્યા પછી આ પેંડો શબ્દ બોલીને. સામેવાળી વ્યક્તિ દૂધના માવાની બનેલી ગળી મીઠાઇ વિશે કહે છે, તેવો જે બોધ થાય તે શ્રુતજ્ઞાન કહેવાય. કોઇ કન્નડ કે તેલુગુમાં કાંઇ બોલે તો આપણને તે કયા શબ્દો બોલ્યો? તે સંભળાય છે ત્યારે મતિજ્ઞાન થયું ગણાય. આપણે તે ભાષા ન જાણતા હોવાથી તેનો અર્થ ન સમજાય. તેથી શ્રુતજ્ઞાન ન થયું ગણાય. બીજાને જ્ઞાન આપીએ, અપાવીએ, તે માટે અનુકૂળતા કરીએ તો આપણને પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય, જ્ઞાનાવરણીય કર્મ નબળું પડે. તેથી તત્વઝરણું ૧પ૦
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy