SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ધુમ્મસમાં તમારી ગાડીઓ દોડે છે. બધા આરંભ-સમારંભ થાય છે. સંસારમાં કોણ આવી જયણા પાળી શકે? માટે સંસારમાં ન રહેવાય. જલ્દીથી જલ્દી દીક્ષા જીવન સ્વીકારવું જોઇએ. વિવિધ પ્રકારની અસજઝાયનું વર્ણન પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. તેમાંથી જાણીને તે કાળે સ્વાધ્યાય ન કરવા ધ્યાન રાખવું. (૨)વિનય : વિનય પાયાનો ગુણ છે. વિનય વિના વિધા ન આવે. જ્ઞાન તથા જ્ઞાનદાતા ગુરુનો વિનય કરવો. વ્યાખ્યાન, પાઠશાળા વગેરેમાં પાંચ મિનિટ વહેલા પહોંચવું. મુહપત્તિ અને પુસ્તક અડાડીને ન રાખવા. જ્ઞાનને નાભિથી ઉપર સ્થાપવું. જ્ઞાન કે જ્ઞાની ઉપર થૂંક ન ઉડે તે રીતે ગાથા ગોખવીઆપવી-લેવી. ઊભડક પગે બેસીને, બે હાથ જોડીને ઉલ્લાસ પૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવું વગેરે વિનય કહેવાય. શ્રેણિક મહારાજાએ સિંહાસન ઉપર બેસીને ચંડાળ પાસેથી વિધા મેળવવા પ્રયત્ન કર્યો તો ન મળી. તે ચંડાળને સિંહાસને બેસાડીને, પોતે સામે વિનયપૂર્વક ઊભા રહીને ગ્રહણ કરી તો આવડી. (૩)બહુમાન : બહુમાન એટલે અંતરંગ પ્રીતિ. હૃદયમાં ઉછળતો બહુમાનભાવ. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે હૃદયમાં ઉછળતો અહોભાવ જોઇએ. જ્ઞાન લેતી વખતે વાતો કરવી,ડાફોળીયા મારવા, માળા ગણવી, નવસ્મરણાદિ ગણવા વગેરે જ્ઞાન અને જ્ઞાની પ્રત્યેના ઉપેક્ષાભાવને જણાવે છે. તેનો ત્યાગ કરવો. (૪)ઉપધાન : સૂત્રો ભણવા માટે તપાદિ અનુષ્ઠાન કરાય તે ઉપધાન કહેવાય. પહેલું અઢારીયું કર્યા વિના નવકાર ભણવાનો અધિકાર નથી. પછીના અઢારીયા, છકીયા, ચોકીયા, પાંત્રીશુ, અઠ્ઠાવીશું વગેરે પણ જુદા જુદા સૂત્રો ભણવાનો અધિકાર મેળવવા માટે છે. અનુકૂળતાએ તે ઉપધાનો અવશ્ય કરવા જોઇએ. નાનપણમાં શક્તિ-સમજણ નહોતી. તેથી ઉપધાન ન કરી શકવા છતાં નવકાર ગણવાથી વંચિત ન રહો તે માટે મહાપુરુષોએ કરુણા કરીને એવી આશાએ ભણવા દીધા કે જ્યારે શક્તિ આવશે ત્યારે ઉપધાન કરી લેશે. હવે છતી શક્તિ-અનુકૂળતાએ તે ન કરીએ તો તેમનો વિશ્વાસઘાત ન ગણાય? By અમારે પણ ઉત્તરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર વગેરે આગમગ્રંથો ભણવા-ભણાવવાનો અધિકાર મેળવવા જે જોગ કરવાના હોય છે, તે અમારા માટે એક પ્રકારના ઉપધાન છે. તે તે યોગ કર્યાં પછી જ તે તે સૂત્રો ભણવા ભણાવવા જોઇએ. જોગ ભણવા માટે કરવાના છે, તો જોગ કરવા છતાં તે તે સૂત્રો ન ભણીએ તો પણ કેમ ચાલે? જેના જેના જોગ કર્યાં હોય તે તમામ તત્વઝરણું ૧૫૫
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy