SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગ ભોગવતાં અટકાવે છે. તેના પાંચ પ્રકારો છે. PSI 0 ૫ આઠે કર્મોના અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૧૦૩, ૨ અને ૫ ભેદો મળીને કુલ ૧૫૮ કર્મો થાય છે. ચાર ઘાતીકર્મોમાં સૌથી વધુ ૨૮ પેટાભેદો મોહનીયકર્મના છે,તો ચાર અઘાતીકર્મોમાં સૌથી વધુ ૧૦૩ પેટાભેદો નામકર્મનાં છે. ભલે સૌથી વધુ ભેદો નામકર્મના હોય પણ તેની તાકાત ઘણી નથી. ભયાનક તો મોહનીય કર્મ છે. તે બધાનો રાજા છે. જ્યાં સુધી તે ખતમ ન થાય ત્યાં સુધી બાકીના કર્મો આત્માને પરેશાન કરી શકે; પણ મોહનીય કર્મ ખતમ થતાં બાકીના કર્મો નકામા બની જાય. આત્માને હેરાન કરવાની તેમની તાકાત ખતમ થઇ જાય. માટે આપણે મોહનીય કર્મને ખતમ કરવા બધી સાધના કરવાની છે. હનીય કબુત માં મોહનીય કર્મ ખતમ થતાં, તેના ગાઢ ત્રણ મિત્રો જ્ઞાનાવરણીયદર્શનાવરણીય અને અંતરાય અંતર્મુહૂર્તમાં ખતમ થાય જ. બાકીના ચાર અઘાતી કર્મો આત્માને સલામ ભરવા માંડે. સહાયક બને. આત્માને મોક્ષે જતાં ન અટકાવી શકે. ચારે ઘાતીકાં પાપકમાં છે. ચાર અઘાતી કર્મો પાપ અને પુણ્ય; એમ બે વિભાગમાં વહેંચાયેલા છે. તેથી ઘાતીકર્મોની ચિંતા કરવાની છે, જે આત્માના ગુણોનો ઘાત કરે છે. અઘાતી કર્મોની બહુ ચિંતા કરવાની જરુર નથી. અરે ! અઘાતી કર્મોમાંના પુણ્ય કર્મો તો આત્માને ફેવર કરનારા છે. તીર્થંકર નામકર્મ તો ભગવાન બનાવે. જૈન શાસનની સ્થાપના કરાવે. આહારકશરીર નામકર્મના ઉદયે આહારક શરીર બનાવીને સીમંધરસ્વામી ભગવાનની ૠદ્ધિ જોવા જઇ શકાય. સતાવતા સવાલનો જવાબ ભગવાન પાસેથી મેળવી શકાય. આદેય નામકર્મથી સર્વ માન્ય બનાય. યશનામકર્મથી યશ મળે. તેથી ચાર અઘાતીકર્મોથી ગભરાવાની જરાય જરુર નથી. આપણે તો ચાર ઘાતી કર્મોને ખતમ કરવાની જરુર છે. તેમાં ય મોહનીય કર્મને ખતમ કરવા સૌથી વધુ પુરુષાર્થ કરવો જરુરી છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કે અંતરાય કર્મને નબળું પાડીએ તો મોહનીય નબળું પડે જ એમ નહિ પણ મોહનીયને ખતમ કરીએ તો બાકીના ત્રણેને ખતમ થવું જ પડે. માટે એ ત્રણને ખતમ કરવાનો પ્રયત્ન ન કરતાં મોહનીયને ખતમ કરવા માટે બધું બળ વાપરવું જોઇએ. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી વિદ્વાન્ બનાય. મોહનીયના ક્ષયોપશમથી વૈરાગી બનાય. વૈરાગ્ય પેદા ન કરે તેવી વિદ્વતા શું કામની? Blogge Prof po તત્વઝરણું ૧૬૪ ૧૪૫
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy