SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ અમુક દીક્ષા પર્યાચને કાપી નાંખનારું છેદ પ્રાયશ્ચિત્ત અપાય છે. સેવેલો જે દોષ ૧૮૦ ઉપવાસના તપ પ્રાયશ્ચિત્તથી પણ શુદ્ધ થાય તેમ ન હોય ત્યારે તે દોષની શુદ્ધિ માટે આ છેદ પ્રાયશ્ચિત્ત અપાય છે. તેમાં ૧ મહીનો, ચાર મહીના, છ મહીના, અમુક વર્ષનો દીક્ષા પર્યાય છેદી (કાપી) નંખાય છે. જેટલા પર્યાયનો છેદ કરવામાં આવે તેટલા સમયમાં દીક્ષિત સાધુઓ હવે મોટા બને છે. અત્યાર સુધી તેઓ વંદન કરતા હતા, હવે તેમને વંદન કરવાનું થાય છે. તેનાથી અહંકારનું વિલોપન થાય છે. લોકોમાં ઉઘાડા પડવું પડે છે; પરંતુ તેનાથી તે ગંભીરભૂલની શુદ્ધિ થાય છે. ચારિત્રજીવન અખંડ બને છે. નિર્મળ બને છે. ગીતાર્થ ગુરુદેવ જ આવું પ્રાયશ્ચિત્ત યોગ્ય જીવને આપે. ભૂલ તો ઘણાની થાય; પણ તેની શુદ્ધિ કરનાર ધન્ય છે. તેમના પ્રત્યે દુર્ભાવ નહિ કરવાનો. તેમની શુદ્ધિને વંદના કરવી. (૮) મૂળ પ્રાયશ્ચિત્ત : ગંભીરભૂલના કારણે તમામ દીક્ષા પર્યાય કેન્સલ કરીને નવેસરથી ખાનગીમાં વડીદીક્ષા અપાય. બધાથી તે નાનો થાય. ભૂલનો પારાવાર પશ્ચાત્તાપ હોય તો ઘરે મોકલવાના બદલે ફરીથી વડીદીક્ષા આપીને ચારિત્રમાં રખાય. સાધુને આઠ પ્રાયશ્ચિત્ત જ હોય ત્યાર પછીનું મું-૧૦મું પ્રાયશ્ચિત્ત ન હોય. (૯)અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત : ગંભીર ભૂલ કરવાના કારણે બધો દીક્ષા પર્યાય કેન્સલ કરાય. અમુક તપાદિ વહન કર્યાં પછી જ તેમને ફરી વડીદીક્ષા અપાય. ત્યારપછી દીક્ષાપર્યાય શરુ થાય. ઉપાધ્યાયને ૧ થી ૯ પ્રાયશ્ચિત્ત આવી શકે. (૧૦)પારાંચિત પ્રાયશ્ચિત્ત : આચાર્યને જ આવે. આમાં બાર વર્ષ સુધી ગુપ્તવાસમાં રહીને કોઇ રાજાને પ્રતિબોધ કરીને જૈન શાસનની પ્રભાવના કરવાની હોય છે. જે પોતાના પાપોનો એકરાર કરે છે, પ્રાયશ્ચિત્ત માંગે છે. મળેલા તે પ્રાયશ્ચિત્તને વિધિપૂર્વક વહન કરે છે,તે મહાન છે. પુણ્યશાળી છે. પુરુષોત્તમ છે. તેમની કદીય નિંદા ન કરવી. તેઓ પાપી ન ગણાય. નહિ તો રહનેમી તે જ ભવમાં મોક્ષે ન જાત. શાસ્ત્રોમાં તેમને પુરુષોત્તમ કહ્યા છે. પગ તો તેમનોય લપસ્યો,પણ તરત પાછા હટી ગયા. પ્રાયશ્ચિત્ત કરી લીધું. પાપી મટીને મોક્ષે ગયા. નંદીષેણ, આર્દ્રકુમાર વગેરેને પણ કર્મીએ પછાડ્યા પણ તેઓ શુદ્ધિ કરીને ફરી ઉત્થાન પામ્યા. પતનના ભયથી ઉત્થાનના માર્ગે જતાં ન અટકાય. પડવાના ભયથી ચાલવાનું બંધ ન કરાય. ચાલતો હોય કે ઊભો થાય તે પડે, સૂતેલો ન પડે. તેથી પડવાના ભયે કાંઇ ચાલવાનું કે ઊભા રહેવાનું બંધ ન કરાય. કાયમ સૂતેલા ન રહેવાય. તેમ દોષો સેવાવાના કે પતન પામવાના ભયે દીક્ષા લેતાં ન અટકાય. દીક્ષા તો લેવાની જ, પતન ન થાય, દોષો ન સેવાય તત્વઝરણું ૧૫૬ ૧૩૯
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy