SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ઊંચી ખાનદાની પેદા કરીને સંયમજીવન સ્વીકારવું જોઇએ. તે શક્ય ન બને તો અવિરતિનો શકયતઃ ત્યાગ કરીને બાર વ્રતધારી શ્રાવક-શ્રાવિકા તો અવશ્ય બનવું જોઇએ. હસવા-હસવામાં પણ જૂઠ ન બોલાય. બીજાને મોટું નુકશાન થાય તેવું જૂઠ ન બોલવું. મોટા જૂઠાણાનો ત્યાગ કરવા રુપ બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત લેવું જોઇએ. - ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત છે. દત્ત = આપેલું, અદત્ત = માલિકે નહિ આપેલું. આદાન = લેવું. માલિકે નહિ આપેલું લેવું તે અદત્તાદાન = ચોરી કહેવાય. તેનું વિરમણ = ત્યાગ કરવાનું વ્રત તે અદત્તાદાન વિરમણ વ્રત. અદત્તાદાન (ચોરી) ચાર પ્રકારે છે. (૧)સ્વામી અદત્ત (૨)જીવ-અદત્ત (૩)તીર્થકર-અદત્ત અને (૪)ગુરુ-અદત્ત. ફૂટ વગેરે તેના માલિકની રજાથી લઇએ તો સ્વામી-અદત્ત ન ગણાય. પણ જીવ-અદત્ત તો ગણાય જ. કારણકે તેમાં રહેલા જીવનું તે શરીર છે. તે શરીરના માલિક જીવે આપણને તેનું પોતાનું શરીર ખાવા માટે થોડું આપ્યું છે? તો તે કેવી રીતે લેવાય? છતાં લઇએ તો જીવ-અદત્તનું પાપ લાગે. ગૃહસ્થો કેરી વગેરે ફૂટને પોતાના ઉપયોગ માટે અચિત્ત કરે. ૪૮ મિનિટ પછી તેને સાધુ સાધ્વીજી વહોરે તો તેમને સ્વામી-અદત્ત કે જીવ-અદત્તનો દોષ ન લાગે; કારણકે કેરીના માલિક ગૃહસ્થે સામેથી આપેલ છે અને તે વખતે કેરી અચિત્ત હોવાથી તેમાં જીવ નથી. છે કોઇ પદાર્થ તેના માલિકની રજાથી વહોરે તો સ્વામી-અદત્ત ન લાગે. તે અચિત્ત હોય તો જીવ-અદત્ત પણ ન લાગે. પરંતુ જો તે અકણ હોય, પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ હોય તો તીર્થંકર-અદત્તનો દોષ લાગે. માલિકની રજાથી કપ્ય અચિત્ત પદાર્થ લાવ્યા માટે સ્વામી-અદત્ત, જીવઅદત્ત કે તીર્થંકર-અદત્તનો દોષ ન લાગ્યો પણ જો તે પદાર્થ ગુરુને બતાડ્યા વિના વાપરે તો ગુરુઅદત્તનો દોષ લાગે. - સાધુ-સાધ્વીજી ભગવંતો તો આ ચારે પ્રકારના અદત્તનો ત્યાગ કરે છે, પણ ગૃહસ્થો માટે ત્રણ અદત્તનો તો ત્યાગ કરવો ઘણો મુશ્કેલ છે. સ્વામી અદત્તનો પણ પૂરેપૂરો ત્યાગ કરી શકતા નથી, માટે સંયમજીવન સ્વીકારવું જોઇએ. a શ્રાવક-ત્રીજા વ્રતમાં, જેનો ચોરી તરીકે દુનિયામાં વ્યવહાર થાય છે, તેવી મોટી ચોરીનો(સ્વામી અદત્તનો) ત્યાગ કરે છે. તે સિવાયની અવિરતિને તે ત્યાગી નથી શકતો. તે ત્યાગવા તો સાધુ બનવું જરુરી છે. ચોથા વ્રતમાં સ્થૂલથી (કાયાથી) મૈથુનનો ત્યાગ અથવા સ્વસ્ત્રીમાં મર્યાદા તત્વઝરણું ૧૩૪
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy