SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ કરાગ્રહ કરવો નહિ. (૩)આભિનિવેશિક મિથ્યાત્વઃ ભગવાનની બધી વાતો માને પણ એકાદ વાત ન માને, વિપરીત માને તેને આભિનિવેશિક મિથ્યાત્વી કહેવાય. ભગવાન મહાવીરદેવના શાસનમાં સૌ પ્રથમ બળવાખોર ભગવાનનો સંસારીપણાનો જમાઈ જમાલી બન્યો, તેને ભગવાનના બધા વચનોમાં શ્રદ્ધા હતી. ભગવાનનો શિષ્ય બન્યો, પણ પછી એક વાત ન બેઠી. તે કદાગ્રહી બન્યો. ભગવાનની સામે પડ્યો. તે આભિનિવેશિક મિથ્યાત્વી બન્યો. આ - “કરાતું હોય તે કર્યું કહેવાય - કમાણે કો' આવું વ્યવહારભાષાનું ભગવાનનું વાક્ય તેને ખોટું લાગ્યું. તે તો કહે કે, “કર્યું હોય તે જ કર્યું કહેવાય. ભગવાનની વાત ખોટી છે.” | ઘરેથી કોઈ અમદાવાદ જવા નીકળ્યા. હજુ બોરીવલી સ્ટેશન પણ પહોંચ્યા નથી. કોઈ ઘરે પૂછે કે, “ભાઈ ક્યાં ગયા?' તો શું જવાબ આપો? અમદાવાદ ગયા, એમજ ને? અરે ભાઈ અમદાવાદ જઈ રહ્યા હોય તો પણ વ્યવહારમાં તો અમદાવાદ ગયા, એમ જ કહેવાય, બરોબર ને? Ge - પણ એક વાતની પક્કડ પકડાઈ જવાના કારણે જમાલી મિથ્યાત્વી બની ગયો. આપણે પણ જેન, શ્રાવક કે સાધુ તરીકે દુનિયાને જણાતા હોવા છતાં કોઈ વાતમાં ભગવાનથી વિપરીત કરાગ્રહ કરી દઈએ તો અંદરથી મિથ્યાત્વી બની જઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે સાધુએ નિષ્કારણ, દોષિત ગોચરી ન વપરાય. અમારા માટે જ સ્પેશ્યલ બનાવો તે આધાકર્મી કહેવાય. અમારા અને તમારા માટે ભેગી બનાવો તો મિશ્ર દોષવાળી ગોચરી કહેવાય. કારણ વિના તે અમારાથી ના વહોરાય, ન વપરાય. ઘણા શિષ્યપરિવારવાળા ગુરુની સાથે વિચરતા કયારેક મિશ્રદુષવાળી ગોચરી વાપરવાનો અવસર આવે. તેવા સમયે કોઇ સાધુ નિર્દોષ ગોચરી વાપરવાના નિમિત્તે ગુરુની ઇચ્છા ન હોય તો ય જુદા પડીને વિચરે તો તેને ભગવાનની આજ્ઞા પાળી કહેવાય કે નહિ? ) ભગવાનની આજ્ઞા જેમ નિર્દોષ ગોચરીની છે, તેમ ગુરુની આજ્ઞા પાળવાની, સમુદાયમાં સાથે રહેવાની પણ છે. જો તે સાધુઓએ ભગવાનની આજ્ઞા જ પાળવી હોત તો જુદા પડવાની શી જરૂર હતી ? પણ કહો કે તેમને ભગવાનની નહિ, પોતાના મનુભાઇ (મન)ની આજ્ઞા પાળવી હતી. તેમના મનને નિર્દોષ ગોચરીની આજ્ઞા ગમી માટે પાળી, પણ સમુદાયમાં - ગુવામાં તત્વઝરણું ૧૨૦
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy