SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ (સૂયગડાંગસૂત્રોનું પુંડરીકઅધ્યયન કાલ્પનિક અર્થને જણાવનારું અધ્યયનને પરમાત્માએ વાસક્ષેપ કરીને માન્ય કર્યું છે. ' તે સિદ્ધર્ષિ ગણીએ રચેલી ઉપમિતિ ભવ પ્રપંચા કથા સંપૂર્ણ કાલ્પનિક છે. છતાં તે જૈન ધર્મનો શ્રેષ્ઠ ગ્રંથ કહેવાય છે. તેમાં ઠાંસી ઠાંસીને વૈરાગ્ય ભર્યો છે. તે વાંચનારને પ્રાયઃ વૈરાગ્ય થયા વિના ન રહે. તેની પરિણતિ ઘડાયા વિના પ્રાયઃ ન રહે. પરમાત્માની પ્રતિમા પથ્થરની હોવા છતાં, હૈયામાં નમ્રભાવ, પૂજ્યભાવ, ભગવદ્ભાવ પેદા કરાવવા સમર્થ છે, તેથી તે ભગવાન તરીકે માન્ય છે. માંકડ મારી નાંખતા ચોંટેલી કર્મોની રજકણોને પૂછીએ કે, "તારામાં શું નક્કી થયું?" તો કદાચ તે જવાબ આપે કે, " માંકડને મારીને તેને દુઃખ આપ્યું ત્યારે હું બંધાઈ, માટે મારામાં તને દુઃખ આપવાનો સ્વભાવ પેદા થયો છે. જે કરો તે પામો. જે આપો તે મળે. દુઃખ આપો તો દુઃખ મળે. સુખ આપો તો સુખ મળે. જીવન આપો તો જીવન મળે, મોત આપો તો મોત મળે. દુનિયાનો આ સનાતન નિયમ છે. જેવું કરતી વખતે તમે મને બાંધો તેવો પરચો બતાડવાનો મારામાં સ્વભાવ ઉત્પન્ન થાય. હવે મારામાં નક્કી થયેલો કાળ જણાવું. જ્યારે જ્યારે કોઈ પ્રવૃત્તિ કરીને તમે અમને ચોંટાડો ત્યારે અમારામાં બે જાતનો કાળ નક્કી થાય. અમુક કાળ સુધી અમે સ્વભાવ બતાડ્યા વિના શાંત બેસી રહીએ, અને ત્યારપછી અમુક સમય અમે અમારો સ્વભાવ બતાડીએ. તે માંકડ માર્યા ત્યારે ચોંટતી વખતે મારામાં ૧ વર્ષ શાંત રહીને પછી પાંચ વર્ષ સુધી રોગો વગેરે દ્વારા તને શારીરિક દુ:ખી કરવાનો સ્વભાવ પેદા થયો છે.” કર્મ બંધાય ત્યારે દરેક વખતે તેમાં સરખો પાવર પેદા ન થાય. જેવા રસથી પ્રવૃત્તિ કરી હોય તેવો પાવર તેમાં પેદા થાય. તીવ્ર ભાવથી પાપ કે પુણ્ય પ્રવૃત્તિ કરો તો ઘણો રસ (પાવર) પેદા થાય. વેઠ વાળીને, રડતા દીલે, નાછૂટકે કરો તો ઓછો રસ પેદા થાય. માટે તો કહેવાયું છે કે જેને પાપમાં મજા નહિ, તેને પાપની સજા નહિ. (૧)દૂર ઉડતા મચ્છરને જોઈને કોઈ ક્રૂરતાથી પકડીને મારે. (૨)મોઢા પાસે આવે ત્યારે કોઈ મારે. (૩)હાથ ઉપર બેસે ત્યારે કોઈ મારે. (૪)હાથ ઉપર બેઠાં પછી ડંખ મારે ત્યારે કોઈ મારે. (૫) સહન ન થાય ત્યારે જોરથી ખસેડતા કોઈ મારી નાંખે અને (૬)કોઈ જયણાપૂર્વક તેને દૂર કરવા જાય ત્યારે ભૂલમાં મચ્છર મરી જાય તેવું બને. આ રીતે છ વ્યક્તિ વડે જુદા જુદા ભાવથી મચ્છર મારવાની તત્વઝરણું ૧૧૦
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy