SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૨૦૫૮ ભાદરવા સુદ - ૧૨ બુધવાર, તા. ૧૮-૯-૦૨ જાતિભવ્ય આત્મા કાયમ અવ્યવહારરાશીમાં અચરમાવર્તકાળમાં જ રહે. અભવ્ય આત્મા વ્યવહારરાશીમાં આવવા છતાં સદા અચરમાવર્તકાળમાં રહે. જ્યારે ભવ્ય આત્મા શરમાવર્તકાળમાં આવ્યા પછી દ્વિબંધક-સકૃબંધકઅપુનર્બલક-માગભિમુખ-માર્ગપતિત-માગનુસારી અવસ્થા પામતો પામતો સમકિતી પણ બની શકે. ચરમાવર્તકાળમાં પ્રવેશ પામ્યા પછી જે આત્મા મોહનીય કર્મની ૭૦ કોડાકોડી સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે દ્વિ: =બે વારથી વધારે વાર બાંધવાનો ન હોય તે દ્વિબંધક કહેવાય. પછી જ્યારે એકવાર ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી દે ત્યારે નકકી થાય કે હવે પછી તે એકથી વધારે વાર નહિ બાંધે માટે તે (સકૃત = એકવાર, બંધક = બાંધનારો) સકૃબંધક કહેવાય. તે એકવાર પણ બાંધી દીધા પછી મોક્ષે જતાં સુધી તે હવે એકપણ વાર ફરીથી, બાંધવાનો નથી માટે (અ નહિ, પુનર - ફરીથી, બંધક બાંધનારો એટલે કે ફરીથી કદી નહિ બાંધનારો) અપુનર્ધધક કહેવાય. - આજ સુધી મોક્ષમાર્ગ વાસ્તવિક રીતે જોવા નહોતો મળ્યો. અપુનર્બલક બને એટલે મોક્ષમાર્ગ તરફ નજર પડે, તેની અભિમુખ થાય. તે માગભિમુખ કહેવાય. પછી માર્ગ ઉપર જઈને ઊભો રહે તે માર્ગપતિત કહેવાય. માર્ગ ઉપર આવીને, માર્ગને અનુસારે ચાલવા લાગે, આગળ વધે તે માર્ગાનુસારી બન્યો કહેવાય. ત્યારપછી સમકિત પમાય. એક અંતર્મુહૂર્ત માટે પણ જેને સમકિતની સ્પર્શના થઈ જાય તેનો સંસાર સ્વયંભૂરમણ સમુદ્રના બદલે નાના ખાબોચીયા જેટલો સીમિત થઈ જાય. એક મુહૂર્ત એટલે ૪૮ મિનિટ. અંતર = અંદર. ૪૮ મિનિટથી ઓછા કાળને અંતર્મુહર્ત કહેવાય. નાનામાં નાનું અંતર્મુહર્ત ૨ થી ૯ સમયનું ગણાય. પોરિસી એટલે પ્રહર. સાઢપોરિસી એટલે દોઢપ્રહર. પુરિમુટ એટલે દિવસનો પહેલો અર્ધ ભાગ. અહોરાત્ર એટલે ૨૪ કલાક. જુદા જુદા પચ્ચકખાણમાં આ શબ્દો આવે છે. ત્યાં સુધી ભોજનપાણીના કે પાપવ્યાપારના ત્યાગના પચ્ચક્ખાણ છે. નવકારશીમાં કે સામાયિકના પચ્ચકખાણમાં કોઈ સમય મર્યાદા બતાડી નથી તો ત્યાં એક મુહૂર્ત = ૪૮ મિનિટ સમજવી. એક અહોરાત્ર = ૨૪ કલાકમાં આવા ૩૦ મુહૂર્ત થાય તેથી એક અહોરાત્રના પૌષધવાળાને ૩૦ સામાયિકનો લાભ મળે. આત્માના આધ્યાત્મિક વિકાસની પારાશીશી જ્ઞાન - અજ્ઞાન નહિ, સુખતત્વઝરણું ૧૦૬
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy