SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ વનરાસનમાં શત્રુંજય ગિરિરાજના પ્રભાવે ચૈત્ર સુદ પુનમે પુંડરિકસ્વામી પાંચ કરોડ સાથે, કા.સુદ પુનમે દ્રાવિડ - વારિખીલજી ૧૦ કરોડ સાથે, આસો સુદ પુનમે પાંડવો ૨૦ કરોડ સાથે મોક્ષે ગયા, એવું જાણ્યા પછી આટલી મોટી સંખ્યામાં મારો નંબર કેમ ન લાગ્યો, તેનો વસવસો નથી થતો? | જૈનશાસનમાં બતાવેલ સમય ઘણું સૂક્ષ્મ માપ છે. આંખના એક પલકારામાં અસંખ્યાતા સમય પસાર થઇ જાય. જીર્ણ કપડું ચરરર કરતાં ફાડતાં કેટલો સમય લાગે? સેકંડથી પણ ઓછો. આ કપડામાં કેટલા બધા તાંતણા હતા? બોલો ! એક તાંતણો તૂટ્યા વિના બીજ તાંતણો તૂટે ખરો? દરેક તાંતણાને તૂટતા જુદો જુદો સમય લાગ્યો ને? તેથી તે કપડાના જેટલા તાંતણા હોય તેટલા ભાગ એક સેકંડના થઇ ગયા ને? | વૈજ્ઞાનિકોએ પ્લાન્ટસમય શોધ્યો છે. એક સેકંડના અબજ અબજ અબજ અબજ કરોડમા ભાગને પ્લાન્કસમય કહેવાય છે. દશાંશ પોઇન્ટ પછી ૪૨ મીંડા મૂકીને એકડો મૂકીએ તેને પ્લાન્કસમય કહેવાય. જૈનશાસને બતાડેલ સમય તો આનાથી પણ ઘણો સૂક્ષ્મ છે. આવા એક સમયમાં ૧૦૦ થી વધારે આત્માઓ મોક્ષે ન જઇ શકે, પણ એક સેકંડમાં તો ઘણા સમય વીતી જાય, તેથી જુદા જુદા સમયોમાં ૧૦૦, ૧૦૮ વગેરે મળીને ૫, ૧૦, ૨૦ કરોડ મોક્ષે ગયા હોવા છતાં સમય સૂક્ષ્મ હોવાથી વ્યવહારમાં એકી સાથે ગયા હોય તેમ લાગે. અહીંથી પાંચમા આરામાં પણ મોક્ષે જવાય. જંબૂસ્વામી, ગૌતમસ્વામી વગેરે ચોથા આરામાં જન્મ્યા હતા, પણ મોક્ષે પાંચમા આરામાં ગયા. મહાવીરસ્વામીના મોક્ષ પછી ત્રણ વર્ષ સાડા આઠ મહીના પસાર થયા ત્યારે ચોથો આરો પૂરો થઇને પાંચમો આરો શરુ થયો. મહાવીરદેવના મોક્ષ પછી ૧૨ વર્ષે ગૌતમસ્વામી, ૨૦ વર્ષે સુધર્મારવાની અને ૬૪ વર્ષે જંબૂસ્વામી આ ભરતક્ષેત્રથી પાંચમા આરામાં મોક્ષે ગયા. ભરતક્ષેત્રમાં ચોથા આરામાં જન્મેલાનો મોક્ષ થાય, પાંચમા આરામાં જન્મેલાનો તે ભવમાં મોક્ષ ન થાય. | મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલાને કોઇ દેવ ઉપાડીને અહીં લાવે તો તેનો અહીં પાંચમા-છઠ્ઠા આરામાં કે અકર્મભૂમિ - લવણ સમુદ્ર વગેરેમાં પણ મોક્ષ થાય. મોક્ષ માત્ર ૧૫ કર્મભૂમિમાંથી જ થાય,તેની બહારથી ન જ થાય તેવો નિયમ છે. મનુષ્યક્ષેત્ર અઢીદ્વીપ પ્રમાણ ૪૫ લાખ યોજનાનું છે. તેને ફરતો ગોળાકાર માનુષોત્તર પર્વત છે. તેની બહાર કોઇ પણ મનુષ્યના જન્મ કે મરણ ન થાય. ૪૫ લાખ યોજનમાં જ માનવનું જન્મ કે મરણ થઇ શકે. તે મોક્ષે પહોંચી શકે. મોક્ષે જતો આત્મા સીધી લીટીમાં ઉપર જાય છે. માટે સિદ્ધશીલા (મોક્ષ) પણ તત્વઝરણું GO
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy