SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કઠણ માખણને ભાત વગેરેમાં મિશ્ર કર્યા હોય અને તે સંપૂર્ણ એકરસ ન થયા હોય અને લીલા આમળા જેવડા નાના કણીયા રહી ગયા હોય તો તે ગોળ અને માખણ નીવિયાતા ગણાય. તેથી મોટો એક પણ કણ હોય તો વિગમાં ગણાય. માખણ તો અભક્ષ્ય છે, માટે નીવિયાતુ થયુ હોય તો પણ ન કલ્પે. ક્લમ, શાલ, તંદુલ વગેરેથી ભેઠાયેલ દુધ નીવિયાતુ ગણાય. કઢાઈ વગેરેમાંથી સુખડી વગેરે કાઢી લીધા બાદ વધેલુ થી ઠંડુ થયા બાદ તેમાં કણિકર્તાઠે મેળવીને બનાવેલું દ્રવ્ય પણ નીવિયાતુ છે. કેટલાક આને ઉત્કૃષ્ટ દ્રવ્ય કહે છે. સરસોત્તમ દ્રવ્ય ૧) ગોળની ચાસણી કરી તેમાં તલ નાંખી બનાવેલી તલસાંકળી. ૨) છેઠ પાડી દોરો પરોવી હારડા રુપે કરેલા ખોપરા, ખારેક, શિંગોડા વગેરે. સાકરના દ્રવ્યો - સાકર, ખાંડ, સાકરિયા ચણા, સાકરીયા કાજુ વગેરે. અખરોટ, બદામ વગેરે સર્વ જાતના મેવા વગેરે. ૩) ખાંડ વગેરેથી મિશ્ર ચિત્ત રાયણ, કેરી વગેરે ફળો. દ્રાક્ષનું પાણી, નાળિયેરનું પાણી, કાકડી વગેરે ફળોના પાણી. ૪) કોળીયુ (મહુડાના બીજનું તેલ), એરંડીયુ, કપાસિયાનુ તેલ વગેરે વિગઈમાં ર્તા ગણાયેલ તેલ. મુનિને નીવિમાં કારણસર ગુરુની આજ્ઞાથી ઉક્ત ત્રણે પ્રકારના દ્રવ્યોનીવિયાતા, સંસૃષ્ટ અને સરસોત્તમ દ્રવ્યો - વાપરવા પે. દુર્ગીતથી ભય પામેલો સાધુ વિગઈને અને નીવિયાદિ ત્રણે પ્રકારના દ્રવ્યોને ન વાપરે, કેમકે વિગઈ ઈન્દ્રિયોને વિકાર ઉપજાવવાના સ્વભાવવાળી છે અને બળાત્કારે દુર્ગંતમાં લઈ જનારી છે. 63 દ્વાર મુ ભાંગા ર અહીં પચક્ખાણના ભાંગાના ર પ્રકાર છે. ૧) ૧૪૭ ભાંગા ત્રણ યોગના ભાંગા ૭ - અયોગી ૩ મન, વચન, કાયા. મનવા, વાનકાયા, મનકાયા. દ્વિસંયોગી ૩ વિસંયોગી ૧ માનકાયા. ત્રણ કરણના ભાંગા ૭ - અયોગી ૩- કરણ, કરાવણ, અનુમોદન, દ્વિસંયોગી ૩ કરણકરાવણ, કરાવણઅનુમોદન, કરણઅનુમોઠાં. ત્રિસંયોગી ૧ કરણકરાવણઅનુમોદન - ત્રણ યોગના ૭ ભાંગા × ત્રણ કરણના ૭ ભાંગા = ૪૯ ભાંગા. ઉપરોક્ત ૪૯ ભાંગા × 3 કાળ = ૧૪૭ ભાંગા. ર) પચ્ચક્ખાણ કરનાર અને કરાવનાર સંબંધી ચતુર્થંગી. ૧) પ્રચક્ખાણ કરનાર જાણ હોય, પચક્ખાણ કરાવનાર જાણ હોય. ર) પચ્ચક્ખાણ કરનાર જાણ હોય, પચક્ખાણ કરાવનાર અજાણ હોય. ૩) પચ્ચક્ખાણ કરનાર અજાણ હોય, પરાક્ખાણ કરાવનાર જાણ હોય. ૪) પચ્ચક્ખાણ કરનાર અજાણ હોય, પચ્ચક્ખાણ કરાવનાર અજાણ હોય. આમાંથી પહેલા ત્રણ ભાંગા શુદ્ધ છે, ચોથો ભાંગો અશુદ્ધ છે. પચ્ચક્ખાણનું તેના કહેલા કાળ સુધી મન-વચન-કાયાથી પાલન કરવુ. મોક્ષ માર્ગ જેવા મહાન લાભાર્થે કરેલા પ્રચક્ખાણનો સાંસારિક તુચ્છ લાભ ખાતર ભંગ ન કરવો. દ્વાર ૮મું - શુદ્ધિ ૬ પ્રચક્ખાણની શુદ્ધિ ૬ પ્રકારે છે ૧) ફાસિયં - વિધિપૂર્વક ઊંચતકાળે જે પચ્ચક્ખાણ ગ્રહણ કર્યું હોય તે. વિધિ અને ઊંચતકાળ - સૂર્યોય પૂર્વે પોતે એકલા, સ્થાપનાજી સમક્ષ, ગુરુ સમક્ષ કે ચૈત્ય સમક્ષ સ્વયં પચક્ખાણ ઉચ્ચારી પ્રચક્ખાણનો કાળ પૂરો થતા પૂર્વે ગુરુને વંદન કરી ગુરુ પાસે રાગદ્વેષ ૮૪
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy