SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ૨. વિસ્પંદન - દહીંની તર અને લોટ એ બે મેળવીને બનાવેલ કુલેર. અથવા Sિધા બળેલા ઘીમાં ચોખા નાખીને બનાવેલ ભોજર્નાવશેષ. 3. પૌષધરત - ઔષધ નાખીને ઉકાળેલા ઘીની ઉપરની તર. ૪. કિટ્ટિ - ઉકળતા ધીની ઉપર તરી આવતો મેલ. ૫. પવછૂત - આમળા વગેરે ઔષધ નાખીને ઉકાળેલુ ઘી. તેલના નીવિયાતા - ૫ ૧. નિર્ભજન - પધાન તળ્યા બાદ વધેલુ-બળેલુ તેલ. ૨. તિલકુટ્ટી - તલ અને કઠણ ગોળ એ બેને ભેગા કરી ખાંડણીમાં ખાંડી એકરસ બનાવે છે તે. (ગોળને ઉકાળીને તલ ભેળવાય તે પાકા ગોળની તલસાંકળી પણ નીવિયાતી છે.) 3. પવર્ષાધર્તારત - ઔષધ નાખીને ઉકાળેલા તેલની ઉપરની તર. ૪. તેલર્માલકા - ઉકાળેલા તેલની ઉપરનો મેલ. ૫. પકવતેલ - ઔષધ નાખીને ઉકાળેલું તેલ. દહીંના નીવિયાતા - ૫ ૧. કરંબ - દહીંમાં ભાત મેળવ્યો હોય તે ભાતવાળું દહીં. શિખરણી - ખાંડ નાખી વટાથી છાણેલુ દહીં (શિખંs). સલવણ દળ - મીઠું નાખીને મણેલુ દહીં. ૪. ઘોલ - વરાથી ગાળેલુ દહીં. ૫. વડા - ધોલમાં વSI નાખેલા હોય છે અથવા ઘોલ નાખીને બનાવેલા SI. ગોળના નીવિયાતા - ૫ ૧. સાકર - કાંકરા જેવી હોય છે તે. ૨. ગુલપાનક - ગોળનું પાણી, જે પુડલા વગેરે સાથે ખવાય છે તે. 3. પાકો ગોળ - ઉકાળેલો ગોળ (જેનાથી ખાજા વગેરે લેપાય છે તે ગોળની ચાસણી.) ૪. ખાંs - સર્વ પ્રકારની. ૫. અર્વાથત ઈક્ષરસ - અડધો ઉકાળેલો શેરડીનો રસ. પકવાણા (ઉSાહ વિગઈ) ના નીવિયાતા - પ. દ્વિતીયાપૂપ (બીજો પૂડલો) - તવીમાં સંપૂર્ણ સમાય એવા એક પુડલાને તળ્યા પછી એ જ ઘી કે તેલમાં નવુ ઘી, તેલ ઉમેર્યા વિના તળાયેલા બીજા પુડલા, પુરી વગેરે. તસ્નેહ ચતુર્થાઇ ઘાણ – ત્રણ ઘાણ પછીના પુરી વગરે (નવુ ઘી, તેલ ઉમેર્યા વિના.). ગોળધાણી - ગોળની ચાસણી કરી તેમાં પાણી મેળવી બનાવેલા લાડુ. ૪. જલલાપસી - પક્વાd તળ્યા બાદ, ઘી વગેરે કાઢી લીધા બાદ તવીમાં રહેલ ચીકાશમાં ઘઉંનો જાડો લોટ વગેરે શેકી ગોળનું પાણી નાંખી બનાવાયેલો શીરો કે કંસાર તે. ઉપલક્ષણથી કોરી કડાઈમાં બનાવેલ શીરો, કંસાર વગેરે પણ નીવિયાતા કહેવાય, પણ તેમાં ચૂલા પરથી ઉતાર્યા બાદ એક છાંટો પણ ઘી-તેલનો ઉમેરવો ન જોઈએ. ૫. પોતકૃત પૂડલો - ઉપર કહા મુજબની ચીકાશમાં ઘી-તેલનું પોતુ દઈને કરવામાં આવતા પૂSલા, થેપલા વગેરે. ઉપલક્ષણથી કોરી તવીમાં પણ ચાલુ રીતિએ બનાવાતા પૂડલા, થેપલા, ઢેબરા વગેરે પણ નીવિયાતા કહેવાય, પણ તેમાં ચૂલા પરર્થી ઉતાર્યા બાદ નવું ઈતેલ ઉમેરવું નહીં. ગિહન્દુસંસઠેણે આગારથી નીવ તથા વિગઈના પચ્ચખાણમાં કલ્પ તેવા દ્રવ્યો- સંસ્કૃષ્ટ દ્રવ્યો૧. ગૃહસ્થે પોતાની માટે ભાત વગેરેમાં દુધ કે દહીં ડુબાડુબ રેડી મિશ્ર કર્યું હોય તો તે ભાત ઉપર ચઢેલા દુધ, દહીં ચાર આંગળ સુધી નીવે તથા વિગઈ'ના પચ્ચકખાણમાં ચાલે. તેની ઉપરનું વિગઈમાં ગણાય. એવી જ રીતે ભાત વગેરે સાથે મિશ્ર કરાયેલા અને ઉપર ચઢેલા નરમ ગોળ, ઘી, તેલ એક આંગળ સુધી નીવ તથા વિગઈના પરચખાણમાં કલ્પે. તેની ઉપરનું વિગઈમાં જાય. ૨. ગૃહસ્થે પોતાની માટે કઠણ ગોળને ચુરમા વિગેરેમાં મિશ્ર કર્યો હોય, ક
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy