SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧૬મું - થોય ૪ પહેલી હોય - જેની સ્તુતિ કરવાની હોય તે એક મુખ્ય તીર્થંકર પ્રભુની હોય છે. બીજી થોય - અનેક જિનેશ્વર ભગવંતોની હોય છે. ત્રીજી થાય :- શ્રુતજ્ઞાનની હોય છે. ચોથી થાય :- શાસનદેવતાની હોય છે. દ્વાર ૧૭મુ - નિમિત્ત ૮ નિમિત્ત = પ્રયોજન અહીં કાઉસ્સગ્ન કરવાના આઠ નિમિત્તો કહે છે.૧) પાપ કર્મોના નાશ માટે :- ઈરિયાવંયામાં એક લોગસ્સનો કાઉસ્સગ્ર પાપ કર્મોના નાશ માટે કરવાનો હોય છે. ૨) વંદનથી થતા લાભની પ્રાપ્તિ માટે. 3) પૂજનથી થતા લાભની પ્રાપ્ત માટે. ૪) સત્કારથી થતા લાભની પ્રાપ્તિ માટે. ૫) સમાનથી થતા લાભની પ્રાપ્તિ માટે. ૬) બોધિ (સમ્યકત્વ) ના લાભ માટે. ૭) મોક્ષના લાભ માટે :- અરહંત ચેઈયાણ પછીનો કાઉસ્સગ્ગ આ ૬ પ્રયોજનથી થાય છે. ૮) શાસનદેવતાના મરણ માટે :- વેયાવચ્ચગરાણ પછીનો કાઉસ્સગ આ પ્રયોજનથી થાય છે. દ્વાર ૧૮મું - હેતુ ૧૨ હેતુ = સાધન અહીં કાઉસ્સગ્ન કરવાના ૧ર હેતુ બતાવે છે. અર્થાત્ કાઉસ્સગ કેવી રીતે કરવો તે જણાવે છે. ૧) પાપને વધારે શુદ્ધ કરવા વડે. ૨) પ્રાર્યાશd કરવા વડે. 3) વિશુદ્ધ કરવા વડે. ૪) શલ્યરહિત બનવા વડે. ૫) શ્રદ્ધા વડે. ૬) બુદ્ધિ વડે. ૭) ધીરજ વડે (સ્થિરતા પૂર્વક) ૮) ધારણા વડે. ૯) અનુપ્રેક્ષા - ચિંતન વડે ૧૦) વૈયાવરચ કરનાર સમ્યગ્દષ્ટિ દેવતાનું સ્મરણ કરવા વડે. ૧૧) રોગ-ઉપદ્રવને શાંત કરનાર સમ્યગ્દષ્ટિ દેવતાનું સ્મરણ કરવા વડે. ૧૨) સમ્યગ્દષ્ટિ જીવોને સમધ આપનાર સમ્યગ્દષ્ટિ દેવતાનું સ્મરણ કરવા વડે. આમાં પ્રથમ ચાર હેતુઓ ઈરિયાર્નાહયાના કાઉસ્સગના સાધન છે. પછીના પાંચ હેતુઓ રિહંત ચેઈયાણના કાઉસ્સગના સાધન છે. છેલ્લા 3 હેતુઓ શાસન દેવતાના કાઉસ્સગ્નના સાધન છે. દ્વાર ૧૯મું - આગાર ૧૬ આગર = અપવા = છૂટ કાઉસ્સગ્નમાં આપવામાં આવતી છૂટને ગાર કહેવાય. એવા ૧૬ આગાર છે. આ ૧૬ થી કાઉસ્સગ ન ભાંગે. તે સિવાય બીજુ કંઈ પણ કરવાથી કાઉસ્સગ્ગ ભાંગે. ૧) શ્વાસ લેવો. ૨) શ્વાસ મૂકવો. 3) ખાંસી ખાવી. ૪) છીંક ખાવી. પ) બગાસુ આવવુ. ૬) ઓડકાર આવવો. ૭) વાછૂટ થવી. ૮) ચક્કર આવવા. ૯) ઉલ્ટી થવી. ૧૦) સૂક્ષ્મ શરીર હાલવુ. ક
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy