SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ વૃત્તવૈતાઢય નગરો છે, ઉપરની બીજી મેખલામાં લોકપાલ દેવોના આભિયોગિક દેવોના ભવનોની શ્રેણી આવેલી છે. મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયમાં કુલ ૩૨ વૈતાઢ્ય પર્વતો થયા. આ જ રીતે ભરત-ઐરવતમાં તેના બે વિભાગ કરતાં વૈતાઢ્ય પર્વતો બંનેમાં એક એક છે. આમ કુલ જંબૂદ્વીપમાં ૩૪ વૈતાઢ્ય પર્વતો થયા. (જુઓ ચિત્ર નં. ૭) વૃત્તતાય ૪ : હિમવંત ક્ષેત્ર, હિરવર્ષ ક્ષેત્ર, રમ્યક ક્ષેત્ર અને હિરણ્યવંત ક્ષેત્ર- આ ચાર ક્ષેત્રમાં બરાબર મધ્યમાં વૃત્ત-એટલે કે ગોળ વૈતાઢ્ય પર્વત આવેલા છે. એ મૂળમાં હજાર યોજન લાંબા-પહોળા, ૧,000 યોજન ઉંચા તથા ઉપર પણ હજાર યોજન વિસ્તારવાળા છે. એટલે પ્યાલા જેવાં છે. તેમના નામ ક્રમશઃ શબ્દાપાતી, ગંધાપાતી, માલ્યવંત અને વિકટાપાતી છે. (જુઓ ચિત્ર નં. ૩) મેરુ પર્વત ભૂમિમાં ૧,000 યોજન ઉંડો છે. શેષ પર્વતો ઉંચાઈના ચોથા ભાગ જેટલા ભૂમિમાં ઉંડા છે. આમ કુલ ૨૬૯ પર્વતોનું વર્ણન પૂરું થયું. | દ્વાર ૫ - ફૂટ) પર્વત પરનાં શિખરોને કૂટ કહેવાય છે. કેટલાક ભૂમિ ઉપર પણ શિખરો હોય છે, તેને ભૂમિકૂટ કહેવાય છે. ( ફૂટની સંખ્યા . ૬ વર્ષધર પર્વતો ઉપર પ૬ (૧૧+૯+૯+૯+૯+૧૧) ૩૪ વૈતાઢ્ય પર્વતો ઉપર ૩૦૬ (૩૪ X ૯) ૪ ગજદંત પર્વત ઉપર ૩૨ (૭+૯+૯+૭) ૧૬ વક્ષસ્કાર ઉપર ૬૪ (૧૬ x ૪) ૧ મેરુ પર્વત ઉપર ૬૧ ૪૬૭.
SR No.008982
Book TitlePadartha Prakasha Part 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy