SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ગાથા-શબ્દાર્થ સવ્વ જલ-થલ-ખયરા, સમુચ્છિમાં ગભચા દુહા હૂંતિ | કમ્મા-કમ્મગભૂમિ-અંતરદીવા મણુસા ચ ||૨૩ll જળચર, સ્થળચર અને ખેચર બધા સંમૂચ્છિમ અને ગર્ભજ બે પ્રકારે છે. મનુષ્યો કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતદ્વપોના એમ ત્રણ પ્રકારે છે. (૨૩) દસહા ભવસાહિવઈ, અટ્ટવિહા વાણમંતરા હૃતિ | જોઈસિયા પંચવિહા, દુવિહા વેમાણિયા દેવા ૨૪IL ભવનપતિ દશ પ્રકારે, વ્યંતરો આઠ પ્રકારે, જ્યોતિષ પાંચ પ્રકારે અને વૈમાનિક દેવો બે પ્રકારે હોય છે. (૨૪) સિદ્ધા પનરસ-ભેયા, તિત્કા-તિત્યાઇ સિદ્ધ-ભેએણું | એએ સંખેવેણ, જીવ-વિગપ્પા સમખાયા રિપIl તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ વગેરે ભેદોની અપેક્ષાએ સિદ્ધો પંદર ભેટવાળા છે. આ પ્રમાણે સંક્ષેપથી જીવોના ભેદો કહ્યા. (૨૫) એએસિં જીવાણું, સરીરમાઊ ઠિઈ સકાયંમિ ! પાણા-જોણિ-૫માણે, જેસિં જે અસ્થિ તે ભણિમો ૨MI આ (ઉપરોક્ત ભેદોવાળા) જીવોના શરીર, આયુષ્ય, સ્વકાસ્થિતિ પ્રાણ તથા યોનીઓનું પ્રમાણ જેઓનું જે છે તે કહીએ છીએ. (૨૬) અંગુલ-અસંખ-ભાગો, સરીર-મેચિંદિયાણ સવૅસિં ! જોયણ-સહસ્સ-મહિય, નવરં પdય-રુફખાણું IlRoll સર્વ એકેન્દ્રિય જીવોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે. પરંતુ પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર કાંઈક અધિક હજાર યોજન છે. (૨૭) બારસ જોયણ તિન્નેવ, ગાઉઆ જોરણં ચ અણુકકમસો ! - બેઇંદિય તેઇંદિય, ચઉરિદિય દેહ-મચ્ચત્ત IIરવા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયના શરીરની ઊંચાઇ ક્રમશઃ બાર યોજન, ત્રણ ગાઉ અને એક યોજન છે. (૨૮)
SR No.008981
Book TitlePadartha Prakasha Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy