SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. થા રાજે ઈન્નિવેડપિ . “થોડા પણ ગુણ પર પ્રેમ ધરવો’ ગુણોના સ્વામી બનવા માટે નાના ગુણો કેળવવા પડે, મેળવવા પડે. એકેક રૂપિયો બચાવતાં જેમ ક્રોડપતિ બનાય તેમ નાના-નાના ગુણોથી ગુણસમ્રાટું બનાય. આ આખી દુનિયા બહુલતયા દોષોથી ભરેલી છે. અહીં ગુણોના દર્શન દુર્લભ છે. આવી પરિસ્થિતિમાં નાનકડો પણ ગુણ દેખાય તો નાચવા જેવું છે. મારવાડમાં કેરડાનું વૃક્ષ પણ મળી જાય તોય તાપથી સંતપ્ત મુસાફર કેવો રાજી થઇ જાય ? ગુણરાગી પુરુષ પણ તેમ રાજી થઇ ઊઠે. ગુણના રાગી બન્યા સિવાય ગુણના માલિક બની શકાય નહિ. ગુણના રાગ વિના આવેલા ગુણો એકડા વગરના મીંડા કહેલા છે, અહંકારના પોષક જ બને એ ગુણો, જો બીજાના ગુણો પ્રત્યે પ્રેમ ન હોય. જ્ઞાન, ધ્યાન, સેવા વગેરે ગુણો મેળવવા અહંકારી પણ પ્રયત્ન કરે. કારણ કે, એ ગુણો પ્રાપ્ત કરે તો જ દુનિયામાં એનો કોઇ ભાવ પૂછે. જ્ઞાન હોય તો બધા “પંડિત... પંડિત...' કરતા આવે. નહિ તો કોણ પૂછે ? ધ્યાન હોય તો બધા સમજે : ઓહ ! આ ભાઇ બહુ ધ્યાની છે ! કંઇક એની પાસે સમજવા મળશે. સેવાનો ગુણ હોય તો બધા કહેશે : ખરેખર આ માણસ સોના જેવો છે. કોઇના પણ કામ માટે હંમેશા તૈયાર જ હોય ! આવા મીઠા વેણ કોને ન ગમે ? અહંકારી મનને આવું બધું તો બહુ જ ગમે. ધનનો અહંકાર તો હજુયે ઓળખાય... પણ ગુણોનો અહંકાર ઓળખવો મુશ્કેલ છે. આવા અહંકારને ગાળી નાખનાર ગુણાનુરાગ છે. ગુણાનુરાગ વિનાના ગુણો માત્ર અહંકાર-પોષક છે. બીજાનું દાન મને જો ન ગમતું હોય તો મારા દાનનું કોઈ જ મૂલ્ય નથી. બીજાના તપ, સેવા, જ્ઞાન, ધ્યાન કે ભક્તિના ગુણોના સમાચાર સાંભળીને મારું હૃદય જો હર્ષથી ઝૂમી ઊઠતું હોય તો મારા તપ, સેવા, જ્ઞાન, ધ્યાન કે ભક્તિ વગેરે ગુણોમાં ધૂળ પડી ! એટલે તો શાસ્ત્રકારો કહે છે : ગુણી બનવું સહેલું છે, પણ ગુણપ્રેમી બનવું મુશ્કેલ છે. સિંહગુફાવાસી મુનિ પાસે તપશ્ચર્યાના, સત્ત્વના ઉત્કૃષ્ટ ગુણો હતા, પણ ગુણરાગ હોતો... તો કેવી હાલત થઇ ? એ તો સારું થયું : કોશા વેશ્યાએ એમને બચાવી લીધા. નહિ તો શા હાલ થાત ? પીઠ અને મહાપીઠ પાસે ગુણ-રાગની જરા ખામી રહી ગઇ તો એમણે આગામી જન્મમાં સ્ત્રી તરીકે જન્મવું પડ્યું. (સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ ઇર્ષ્યાખોર હોય છે. ગુણોના દ્વેષી અને ઇર્ષ્યાળુને કર્મસત્તા સ્ત્રી-અવતાર આપીને જાણે કહે છે : તમને ઇર્ષ્યા બહુ ગમતી'તી ને ! લો, હવે કરો ઇર્ષ્યા ! સ્ત્રીનો સહજ સ્વભાવ જ એવો કે ઇર્ષ્યા વિના રહી જ ન શકે. ઇર્ષ્યા એટલે સ્ત્રી અને સ્ત્રી એટલે ઇર્ષ્યા ! ઇર્ષ્યા હોય ત્યાં ગુણ-રાગ જન્મી શકતો નથી.) શ્રીકૃષ્ણમાં ગુણ-રાગ ઉત્કૃષ્ટરૂપે હતો. દરેક પદાર્થની તેઓ ઊજળી બાજુ જ જોતા; ચાહે સામે કોઇ વ્યક્તિ હોય કે વસ્તુ ! કૃષ્ણનો અર્થ થાય છે : કાળો. કૃષ્ણનો વર્ણ ભલે કાળો હતો, પણ હૃદય ઊજળું હતું. ઉપદેશધારા * ૧૮૪ ઉપદેશધારા # ૧૮૫
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy