SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવે શાંતિથી કહ્યું : ‘અમે તમારા મહારાજને પૂરતો આહાર આપીએ છીએ. પણ એ સ્વાધ્યાય કરતા એવી અનુપ્રેક્ષામાં પહોંચી જાય છે કે જેથી બધુ સ્વાહા થઇ જાય છે.' ‘તમે પૂરતો આહાર આપતા હશો, પણ પૌષ્ટિક આહાર– ઘી, દૂધ વગેરે નહિ આપતા હો.’ અરે... ઘી, દૂધ વગેરે પણ પુષ્કળ આપીએ છીએ.’ ‘તો આમ કેમ ?’ ‘એમની ચિંતનશીલતાના કારણે જ. તમારા માન્યામાં ન આવતું હોય તો બતાવીએ. તમારે જોવું છે ?’ ‘હા.. અમારે જોવું છે.' –અને બધા જ બૌદ્ધ સાંસારિક બંધુઓ ત્યાં જ કેટલાક દિવસ રોકાઇ ગયા. પુષ્પમિત્ર ગુરુદેવની આતાથી વધુ પ્રમાણમાં ઘી, દૂધ વગેરે લેવા માંડ્યા, પણ બધું જ સ્વાધ્યાયના અગ્નિમાં સ્વાહા...! પુષ્પમિત્ર તો એવા ને એવા જ દુર્બળ રહ્યા. હવે ગુરુદેવે એમને સ્વાધ્યાય-ચિંતન આદિ બંધ કરવા કહ્યું અને માત્ર સાદો ખોરાક લેવા કહ્યું. તેમ થતાં થોડા જ દિવસમાં પુષ્પમિત્રનું શરીર હૃષ્ટપુષ્ટ દેખાવા લાગ્યું. સૌ સંબંધીઓ આશ્ચર્યમગ્ન બની ગયા. પછી ગુરુદેવે બધાને સમજાવતાં કહ્યું ઃ શરીરની હૃષ્ટપુષ્ટતામાં જ કલ્યાણ નથી. જો એમ જ હોય તો ભેંસ અને પાડા વગેરે આપણા કરતાં વધુ ઊંચા ગણાત. ખરી વાત આપણા આત્માની છે. દેહ દૂબળો ભલે બને, પણ આત્મા ઊજળો બને છે કે નહિ ? મુમુક્ષુની નજર માત્ર આત્મા તરફ જ હોય, દેહ તરફ કદાપિ નહિ. દેહની પુષ્ટતામાં જો આત્માની દુષ્ટતા વધતી હોય તો એ પુષ્ટતા ખતરનાક નથી શું ? જેઓ દેહની પુષ્ટિમાં જ આનંદ માણી રહ્યા છે ને તેને જ ધ્યાનજન્ય આનંદ માની રહ્યા બન્ને મધુર બંસરી * ૩૩૪ છે, તેઓ ખરેખર ખૂબ જ ભ્રમણામાં છે. માટે તમે દેહના નહિ; પણ આત્મિક સૌંદર્યના ઉપાસક બનો.’ ગુરુ ભગવંતની આવી દેશના સાંભળીને સમગ્ર પરિવારે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. સ્ત્રીનાં અવતાર શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે અનંત પાપરાશિઓ ઉદયમાં આવે ત્યારે સ્ત્રીનો અવતાર મળે. બીજી બાજુ જોઈએ તો ભગવાન મહાવીર વગેરેના શાસનકાળ દરમ્યાન સ્ત્રીઓની સંખ્યા વધારે હતી. ભગવાનના શ્રાવકો ૧ લાખ ૫૯ બજાર હતા. જ્યારે શ્રાવિકાઓ ત્રણ લાખ હતી. સાધુઓ ૧૪ હાર હતા જ્યારે સાધ્વીઓ ૩૯ હજાર હતી. સાધુઓ 900 મોક્ષમાં ગયા ત્યારે સાધ્વીઓ ૧૪૦૦ મોક્ષમાં ગઈ છે. આમ કેમ? સ્ત્રીઓમાં એવો કર્યો વિશેષ ગુન્ન હરો જેના કારણે તેઓ સંખ્યામાં આગળ નીકળી ગઈ ? સ્ત્રીઓના દુગુક્ષોને જણાવતો એક શ્લોક પ્રસિદ્ધ છે. અમૃત, સાહસ, માયા... સ્ત્રીણાં દોષાઃ સ્વભાવા:” – જૂઠ, સાહસ, માયા, લોલુપતા, મૂર્ખતા, અપવિત્રતા... વગેરે સ્ત્રીઓના સહજ દરો ગન્નાય છે. આમ છતાં સ્ત્રીઓમાં એક એવો ગુણ વૃગિત થઇ શકે છે જે બધા દોષોને ઢાંકી દે છે. જે ગુન્ન છે સમપન્ન-વૃત્તિ, સેવા-વૃત્તિ ! સ્ત્રીઓ જયારે અર્પણ કરે છે ત્યાં એટલું અપન્ન કરે છે કે લેનારનો હાથ પન્ન નાનો પડે. સ્નેક્સ હ્રદયમાં જ સેવા અને સમર્પણની વૃત્તિ જન્મી શકે છે. આથી જ સ્વાભાવિક રીતે સેવા-સમર્પણ અને સંવેદનશીલતામાં સ્ત્રીઓ આગળ હોય છે. જુઓ... આદિનાથ ભગવાને દીક્ષા લીધી ત્યાર પછી પોતાના પુત્રને યાદ કરી-કરીને પ્રુરુદેવા માતા આંધળા થઈ ગયા હતા. નાભિરાજ યાદ કરતા હોય કે આંધળા થઈ ગયા હોય એવું સાંભળ્યું ? ગોશાળાની તેોલેશ્યાના કારણે ભગવાન મહાવીરદેવને થયેલા લોહીના ઝાડા આદિના નિવારણ માટે ઔષધ તૈયાર કરનાર રેવતી શ્રાવિકા હતી, કોઈ પુરુષ નહિ. ભગવાનનું પારણૢ ક્યારે થશે એ પ્રમાણે દેશને પૂછનાર મૃગાવતી હતી, શતાનીક નહિ ! સ્ત્રીઓની આ સમર્પણ-વૃત્તિને બિરદાવવા જ શું ભગવાન શ્રી મહાવીરદેવે સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેવડાવ્યા હશે ? બન્ને મધુર બંસરી * ૩૩૫
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy