SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ તું ક્ષમાશ્રમણ બન્યો છે. ક્રોધ કરીને તે હારીશ નહિ. મારા શરીરને કોઇ બાળી શકે - મારા અમર આત્માના એક અંશને પણ બાળવાની તાકાત કોઇનામાંય નથી. ઓ શરીર ! બળ... બળ ...’ બળ... તું બળે મારા કર્મ બળે. શરીર બળવાનું આ તો શું દુ:ખ છે ? પણ આનાથી કઇ ગણી વધુ પીડા તે નરકમાં અનુભવી છે. પણ એ બધી વેદનાઓ પરાધીનતાથી ભોગવવી પડી છે. સ્વાધીનતાથી સહન કરવાની સમજ અને મોકો અત્યારે જ મળ્યા છે. માટે તારા ક્ષમાધર્મથી જરાય ચલિત થઇશ નહિ.' આમ પૂર્ણ ક્ષમા સાથે મૃત્યુ પામી ચાણક્ય સ્વર્ગમાં ગયા. આ બાજુ પેલો સુબંધુ તરત જ ચાણક્યના ઘરમાં સંપત્તિ મેળવવાની લાલસાએ પહોંચી ગયો. ઓરડામાં ઓરડા ખોલતાં, ખોલતાં આખરે પેલી સુગંધી દ્રવ્યોવાળી ડબ્બી ખોલી અને સુંઘી ભોજપત્ર પરનું લખાણ વાંચી એ સ્તબ્ધ બની ગયો. તેમાં લખ્યું હતું. આ દ્રવ્યોને સૂંઘનાર જો સંસારનું સુખ ભોગવશે તો ખતમ થઇ જશે. આ વાતની ખાતરી કરવા તેણે એક પુરુષ પર પ્રયોગ કર્યો. પુરુષ તરત જ મૃત્યુ પામ્યો. આથી સુબંધુ લાચાર બની ગયો. એની મહત્ત્વાકાંક્ષાના મિનારા તૂટી ગયા અને મજબૂર થઇને લાલસા રોકી શક્યો નહિ અને વસ્તુ ભોગવી શક્યો નહિ. એનું મન બોલતું રહ્યું : પેલો ચાણક્ય તો મરતો ગયો, પણ મને જીવતો રાખીને મારતો ગયો. આનાથી તો મને જીવથી મારી નાખ્યો હોત તો સારું થાત ! આમ કચવાતા દિલે તે રહેવા લાગ્યો. પણ એનો શો અર્થ ? તે બગાડવા ગયો ચાણક્યનું... પણ બગડી ગયું પોતાનું. પેલી કહેવત સાચી પડી : લેને ગઇ પૂત... ખો આઇ ખસમ. (૧૦) એ મુનિ દૂબળા કેમ હતા? એમનું નામ હતું : આર્ય દુર્બલ પુષ્પમિત્ર. ‘દુર્બલ’ એટલા માટે કે નવ પૂર્વના સ્વાધ્યાયમાં તેઓ એટલા બધા ખોવાઇ જતા કે જે કાંઇ પણ વાપરે (ધી, દૂધ, દહીં વગેરે) તે બધું જ સાફ થઇ જતું.. આથી તેઓ દૂબળા રહેતા હતા. તેથી ‘દુર્બલ પુષ્પમિત્ર' તરીકે ઓળખાતા હતા. એક વખતે તેમના સાંસારિક બંધુઓ દર્શન કરવા માટે આવ્યા. તેમની દુર્બળ દેહયષ્ટિ જોઇ ચિંતિત થઇ ઊઠ્યા. એમને થયું : “આ તે કેવો ધર્મ ! શું ખાવાય પૂરું એમના ગુરુ એમને નહિ આપતા હોય ?' તેઓ બધા બૌદ્ધધર્મી હતા. તેમણે વિચાર્યું : વાહ ! આપણો ધર્મ કેટલો સુંદર ! આપણા સાધુઓ કેવા હૃષ્ટપુષ્ટ ! જોતાં જ ગમી જાય તેવા ! બિચારા આ આપણા મહારાજા અહીં આવીને કેવા ફસાઇ ગયા ! તેઓ સૌ પુષ્પમિત્રના ગુરુદેવની પાસે ફરિયાદ કરવા પહોંચી ગયા : ‘તમે અમારા મહારાજને પૂરું ખાવા કેમ આપતા નથી ? અમારા બૌદ્ધ ધર્મમાં તો સવાર, બપોર, સાંજ- ત્રણેય ટાઇમ ખૂબ ખાવાનું હોય છે. આથી અમારા સાધુઓ કેવા સુંદર અને આ અમારા મહારાજ કેવા દૂબળા પાતળા ?” બજે મધુર બંસરી * ૩૩૩ બજે મધુર બંસરી + ૩૩૨
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy