SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિચંદ્ર મુનિની આવી અદ્ભુત યોગ્યતા જોઇ આચાર્યશ્રી નેમિચંદ્ર તેમને આચાર્યપદવીથી અલંકૃત કર્યા. (વિ.સં. ૧૧૨૯થી ૧૧૩૯ની વચ્ચેના ગાળામાં.) આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીએ પોતાના ગુરુભાઇઓ, આનંદમુનિ, દેવપ્રભમુનિ, માનદેવમુનિને આચાર્યપદવી આપી હતી તથા શિષ્યોમાં અજિતપ્રભ, દેવ (વાદી દેવસૂરિજી) રત્નસિંહ, વગેરેને આચાર્યપદથી અલંકૃત કર્યા હતા. • પૂનમિયો ગચ્છ : વિ.સં. ૧૧૪૯માં એક શ્રાવકે, વાદીભ આચાર્યશ્રી ચંદ્રપ્રભ જેવા મોટા આચાર્ય બિરાજમાન હોવા છતાં આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. આથી ગુસ્સે ભરાયેલા આચાર્યશ્રી ચંદ્રપ્રભે, સાધુઓ પ્રતિષ્ઠા ન કરાવી શકે, પૂનમના દિવસે પાખી પાળે વગેરે નવી પ્રરૂપણાવાળો ‘પૂનમિયો ગચ્છ' ચલાવ્યો. ત્યારે આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીએ “આવસ્મય સત્તરી’ બનાવી સંઘને સન્માર્ગ દર્શન કરાવ્યું, આ વાતનો ઉલ્લેખ કરતાં તેમના પ્રશિષ્ય આચાર્યશ્રી મુનિભદ્ર (સં. ૧૪૧૦) શાંતિનાથ મહાકાવ્યમાં કહ્યું છે : 'सन्मार्ग प्रकटीचकार भगवान् यो जीवमैत्रीं श्रयन् ॥' આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી ખંભાતથી નાગોર સુધીના પ્રદેશમાં વિચર્યા હતાં. તેમના પરિવારમાં પ00 સાધુઓ તથા અનેક સાધ્વીજી ભગવંતો હતા. વિ.સં. ૧૧૭૮ ક.વ. ૫ પાટણ મુકામે તેઓ લગભગ ૧૦૦ વર્ષની વયે સ્વર્ગવાસી બન્યા ત્યારે તેમના શિષ્ય વાદિદેવસૂરિજી આબુ પાસે અંબિકા દેવીની સૂચનાથી આઠ દિવસ અગાઉ હાજર થઇ ગયા હતા. ગુરુવિરહથી હતપ્રભ બનેલા ચોધાર આંસુથી રડતા આચાર્યશ્રી વાદિદેવસૂરિજીએ તે વખતે ગુરુવિરહવિલાપ, મુણિચંદસૂરિશુઇ વગેરે ગુરુ પ્રત્યે પોતાનો સમર્પણ ભાવ વ્યક્ત કરતા ગ્રંથો રચ્યા હતા. આ આચાર્યશ્રી વાદિદેવસૂરિજીએ દિગંબરવાદી કુમુદચંદ્ર સહિત અનેક વાદીઓને જીતીને ગુરુનું નામ ઊજળું કર્યું હતું અને શાસનનું ગૌરવ વધાર્યું હતું. વિ.સં. ૧૧૭૬માં ‘પિંડ વિસોહી’ની “સુબોધા' નામની ટીકામાં આચાર્યશ્રી યશોદેવસૂરિજીએ આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીને ‘શ્રુત હેમનિકષ' કહ્યા છે એટલે કે તે યુગમાં આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી શ્રુતની બાબતમાં સંઘમાં સીમાસ્તંભ રૂપ હતા. તે સમયનો સમગ્ર સંઘ આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીથી પ્રભાવિત હતો અને શાસન પ્રભાવનાના કાર્યો તેમની નિશ્રામાં કરતો હતો. વિ.સં. ૧૨૯૪માં મહેન્દ્રસૂરિજીએ રચેલા ‘શતપદી' નામના ગ્રંથમાં કહ્યું છે કે આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી સાધુ નિમિત્તે બનાવેલી વસતિમાં રહેતા નહોતા. તેઓ વડગચ્છના હતા. તેઓ પોતાને ચૈત્યવાસીઓમાંથી નીકળેલા નહિ, પરંતુ પહેલેથી જ વસતિવાસી, માનતા હતા. કેમ કે દેરાસર, પ્રતિમા, પોષાળ અને જૈનવંશો તો ચૈત્યવાસી પરંપરાના હતા. - આચાર્યશ્રી વિનયચંદ્રે “મલ્લિનાથ ચરિત્ર'ની પ્રશસ્તિમાં આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીને ‘સૈદ્ધાંતિક' તરીકે નવાજયા છે. તથા વિ.સં. ૧૩૮૪માં રચાયેલા “કલાવઇચરિયું'માં પણ આચાર્યશ્રીને ‘સૈદ્ધાંતિક' કહ્યા છે. - ગુર્નાવલીમાં આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીએ “શ્રી મુનિરન્નમુનીન્દ્રો વાતુ મદ્રાળ સંધાય' (ગુર્નાવલી શ્લોક-૭૨) એમ કહીને શ્રી મુનિચંદ્રસૂરિજીની સ્તુતિ કરી છે. બૃહદ્ગચ્છ પદ્ય ગુર્નાવલીમાં શ્રીમાલ નામના મુનિએ કહ્યું છે : યશોભદ્રસૂરિજી અને નેમિચંદ્રસૂરિજીની પાટે મુનિચંદ્રસૂરિજી થયા. તેમનું બીજું નામ ચંદ્રસૂરિ પણ જાણવા મળે છે. તેમનું નામ જ શાંતિક મંત્ર મનાય છે.' બજે મધુર બંસરી * ૨૯૪ બજે મધુર બંસરી * ૨૯૫
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy