SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રીએ સામું જોયું. અપરિચિત ચહેરો જોઇ વિચારમાં પડી ગયા : કોણ છે આ બાલમુનિ ? જે હોય તે. પાઠ સાંભળવા તો દો. આચાર્યશ્રીએ કહ્યું : ‘તમે પણ પાઠ સંભળાવી શકો છો.' અને... તરત જ બાલમુનિએ દસે ય દિવસનો પાઠ કડકડાટ સંભળાવી દીધો. અને આચાર્યશ્રીએ જે કઠિન પ્રશ્નો પૂછ્યા તેના પણ ઉત્તરો આપી દીધા. બાલમુનિની પ્રચંડ પ્રતિભા જોઇ આચાર્યશ્રી ચકિત થઇ ગયા. પૂછ્યું : ‘મુનિવર ! તમે કોણ છો ? કયા ગચ્છના ? ગુરુ કોણ છે ? પાઠમાં ક્યારથી આવો છો ?' “પૂજ્યશ્રી ! મારું નામ છે ઃ મુનિચંદ્ર. મારા ગુરુજીનું નામ છે : આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી. મારા ગચ્છનું નામ છે : વડગચ્છ. હું દસ દિવસથી પાઠમાં આવું છું. આપને પૂછ્યા વિના જ પાઠમાં બેસી ગયો તો ક્ષમા કરશો.’ ‘બાલ મુનિવર...! તમારા જેવાને હું પાઠ ન આપું તો કોને આપું ? મને પૂછ્યા વિના તમે પાઠમાં બેસી ગયા, છતાં મને આનંદ થયો છે. આમેય હું મારું જ્ઞાન આપવા કોઇ પાત્રને શોધી જ રહ્યો હતો ત્યાં અચાનક જ તમે આવી ચઢ્યા. પણ મુનિવર ! તમે પુસ્તક ક્યાંથી મેળવ્યું ? ‘મારી પાસે પુસ્તક છે જ નહિ.' ‘પુસ્તક વિના જ બધું યાદ રાખ્યું ?' ‘આપની કૃપા..’ બાલમુનિશ્રીની આવી પ્રચંડ મેધા અને નમ્રતાપૂર્ણ વ્યક્તિત્વ જોઇ આચાર્યશ્રી તો રાજીરેડ થઇ ગયા. તેઓ તરત જ પાટ ઉપરથી નીચે ઊતરી તેમને ભેટી પડ્યા અને કહ્યું : ‘મહાત્મન્ ! તમે તો ધૂળમાં ઢંકાયેલા રત્ન છો. તમારા જેવા મેધાવી વિદ્યાર્થીને પ્રાપ્ત કરીને બજે મધુર બંસરી * ૨૯૨ હું પણ ધન્ય બન્યો છું. હવે તમે અહીં જ રહો. મારે તમને ભણાવવા છે. મારું જ્ઞાન તમને આપીને મારે નિર્ભર થવું છે.’ ‘પૂજ્યવર...! અહીં અમારા માટે ઊતરવાની ખૂબ જ તકલીફ છે. આ તો માત્ર ચૈત્યપરિપાટી માટે જ આવ્યા છીએ. આપ જાણો જ છો કે અમે સંવેગી સાધુ છીએ. અમારા માટે ઊતરવાનો તો નિષેધ છે.’ ‘મુનિવર....! તમારી વાત સાચી છે. પણ એ અંગે હવે ચિંતા કરશો નહિ. હું બધી વ્યવસ્થા કરાવી આપીશ. તમે તમારા ગુરુજીને આ વાત જણાવશો.' આચાર્યશ્રીની આવી કૃપા જોઇ બાલમુનિએ પોતાના ગુરુજીને વાત કરી. તેઓ પણ ત્યાં રહેવા સંમત થયા. આચાર્યશ્રી શાંતિસૂરિજીએ તેમને ટંકશાળની પાછળ શેઠ દોહિંડના મકાનમાં ઊતરવાની વ્યવસ્થા કરી આપી અને દરરોજ તેઓ પોતાનો ખાસ સમય કાઢીને બાલમુનિને ભણાવવા લાગ્યા. જોતજોતામાં તેઓ છયે દર્શનના પારગામી બની ગયા. બસ, ત્યારથી પાટણમાં સંવેગી સાધુઓને ઊતરવાની સુલભતા થવા લાગી. પોતાનો જ્ઞાન-વારસો આપીને જાણે સંતુષ્ટ થયેલા આચાર્યશ્રી શાંતિસૂરિજી ત્યાર પછી થોડા જ સમયમાં કાળધર્મ પામ્યા. (વિ.સં. ૧૦૯૬) વાદિવેતાલ આચાર્યશ્રી શાંતિસૂરિજીની પરમ કૃપાથી મુનિચંદ્ર મુનિ પણ મહાન વાદી બન્યા. તેમણે સાંભર (અજમેર પાસે)નો રાજા અર્ણોરાજની સભામાં શૈવવાદીને હરાવ્યો અને દિગંબરવાદી ગુણચંદ્રની સાથે રાજગચ્છીય આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના થયેલા વાદમાં તેઓશ્રીએ આ. શ્રી ધર્મઘોષસૂરિજીને સહાય કરી હતી અને દિગંબરવાદીને હરાવ્યો હતો. આમ તેમને અનેક વાદોમાં વિજય મેળવીને શાસનની વિજયપતાકા ફરકાવી હતી. બન્ને મધુર બંસરી * ૨૯૩
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy